પાછા લૌચા શરૂ થઈ ગ્યાં....
અકલે ,
નિર્દોષ ગુનેગાર
October 23, 2012 · Edited ·
એડિટમાં ના જુવોને યાર....
October 23, 2012 · Edited ·
એડિટમાં ના જુવોને યાર....
નાહક શંકા જશે ...
શંકા જશે તો પણ સમર્થન નહીં મળે...
અનંતે માત્ર લખ્યું છે ...
કાગળયા ભરી ભરીને લખ્યું છે....
જે લખ્યું તે આજે પણ જેમનું તેમ ઝર્ઝરિત થઈ પડ્યું છે...
મે એક પણ ટુકડો ફાડયો નથી....
થોડું કઈક ગઈ કાલે લખ્યું...
થોડું આજે લખ્યું તો થોડું ફરી ક્યારેક...
આમ બસ લખી લખીને મૂકી દેવું ભૂલી જવું...
એ એની આદત, એજ બે ફિકરાય,
એજ એનો આનંદ એજ એની નીજ મસ્તી હતી...!
અને આ.! મારી મસ્તી છે...
અનંતના કાગળિયા ઉકેલવા...
હાં બસ, એજ મારી મસ્તી છે....
તો યાર, તમે પણ મસ્ત થઈને માણો ને....
શિયાળો છે હુંફ ની ઝંખના હર કોઈને થાય...!
અને હાં એ ના ભૂલવું કે ....
શ્બદોમાં પણ "અનંત" જીવ હોય છે...
જ્યારે સાવ નજીક આવીને,
મળવું શક્ય ના હોય ત્યારે ...
હૂંફાળા શબ્દો પણ હુંફ આપી શકે છે ... !
દુર દુર રહી ને પણ..!
હુંફાળા શબ્દોથી અનંત હુંફ આપી શકે છે !
સુંવાળા શબ્દોથી અનંત હુંફ પામી શકે છે !
અનંત શબ્દોમાં જે તાપવા ઝંખે તાપી શકે છે.!
સુંવાળા શબ્દોથી અનંત હુંફ પામી શકે છે !
અનંત શબ્દોમાં જે તાપવા ઝંખે તાપી શકે છે.!
હું તપું છું 'ને તાપું છું..!
હું ઠરું છું 'ને ઠારું છું.!
હું ઠરું છું 'ને ઠારું છું.!
હું તો આપું છું બસ આપું છું ...!
હું ક્યાં કોઈ પાસે કઈ માંગું છું .?
હું ક્યાં કોઈ પાસે કઈ માંગું છું .?
મે ક્યાં કશું માંગ્યું કદિ .?.
છતાં મને જે મળે છે એનાથી હું સંતુષ્ટ છું ... !
આવું બધું લખતા લખતા એક દિવસ અનંત ધુમ્મસ ધુમ્મસ થઇ ગયો..
@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@
હુ આળસુ છુ...!
અનંત સ્ફૂર્તિથી ભરપૂર હતો.
અકલે સવારે વેલ્લો ઊઠી જતો...
અને પછી નીકળી પડતો રખડવા...
સવાર સવારમા....
આવા જ ધુમ્મસ ભર્યા મોસમમા...
અનંત રોજ વહેલી સવારે પુલ પર ફરવા નીકળી પડતો ..
પેલી અનંતની વાટ જોઈ રવેશમા ઉભી હોય...
એક સવારે અનંત બહાર રખડીને આવ્યો ... ..
લાકડાની મજબુત ડેલી જેમાં સાવ નાનકડી ગળક બારી ...
અનંત એ ડેલી ખોલી ગળક બારીમાંથી મહોલ્લામાં પ્રવેશ્યો ...
આ ભૈ મહોલ્લામા પ્રવેશ્યા ઊપર જોયુ...
એ ક્રમ જોકે કાયમી .
પેલી ઊભી હતી પણ છબી એની ધૂંધળી હતી... .
કેમકે તેદિ સખ્ખત 'ધુમ્મસ હતી...
બસ એ પછી..
એણે સવારે સવારે લખી હતી હૂંફાળી ધુમ્મસ..
હૂંફાળી ધુમ્મસ....
@@@@@@@@@
@@@@@@@@@
શીયાળાની સવાર...
ચો તરફ...
ધુમ્મસ... ધુમ્મસ ....ધુમ્મસ...
દૂર દૂર 'હું' 'ને 'તું'.
સ્પષ્ટ ના દેખાય કશું.
દેખાય સઘળું.. ધૂંધળું ...ધૂંધળું....
મને તું...
તને હું...
દ્રશ્ય ધૂંધળું.
ધૂંધળું જીવન.
આ તન મનને દજાડે,
શિયાળાનો ઠંડો પવન....
બહાર પવન...
ભીતર અગન.....
આવ તું નીચે આવ
આ ઠંડા ઠંડા મૌશમમાં ..
ધીરે ધીરે ચાલ આપણે નજીક આવીએ...
અંગ અંગમાં આગ લાગે...
આકડકડતી ટાઢમાં
તનને તપવાની ઈચ્છા જાગે....
પ્રેમની આગમા
ભળ ભળ બળવાની ઈચ્છા જાગે ....
'ને પછી, ભીતર પણ કદાચ થોડો પ્રકાશ થાય...
તો, ચાલને ! આપણે હુંફ મેળવીએ...
ગરમ શ્વાસોમાં શ્વાસ સળગાવીએ.
આ હાડ થીજાવતી ટાઢમાં....
સંગ સંગ તાપીએ
તન તાપીએ ...
મન તાપીએ...
અંગ અંગ તાપીએ
પ્રેમ આપીએ ....
પ્રેમ પામીએ....
ના તુ કશુ બોલે,
ના હોઠ હું ખોલુ...
ના હોઠ હું ખોલુ...
ચપોચપ આલીંગી એકબીજાને
મૂકી દઈએ હોઠ પર હોઠ ચસોચસ...
ને પછી...
હુ કે તું, કશું, કશું, કશુજ ના બોલીયે...
ત્યારે સંભળાય અંતર નાદ અનંત નાદ...
તને સંભળાય હુ જે કહુ.
મને સંભળાય તુ જે કહે.
મને સંભળાય તુ જે કહે.
મારી આંખોમાં....
તારે, ડૂબવું હોય,
તો ડૂબી જા ..!
ડૂબીને તરી જા !
બસ ડૂબીજા....
એમ કરવાથી કૈ મરી નૈ જોઇએ તરી જવાશે...
પ્રેમમાં ડૂબીને તરવાની પછી મજા આવશે..
પ્રેમમાં ડૂબીને તરવાની પછી મજા આવશે..
પણ, આમ આંખોમાં આંખો પરોવીને તું !
મારુ ઊંડાણ માપવાનું રહેવા દે .....
મારા પ્રેમની શુધ્ધતા માપવાનું રહેવા દે...
ખાબોચિયું તો નથી જ !
ઝરણું છું યા દરિયો છું....
તું નદી થઈ તારી જાતને ચૂપ ચાપ...
જો વહાવી શકે તો, મારામાં વહેવા દે.....
તારા નાક પર આંગળી મુકીને કે પછી,
મારા હોઠ પર આગળી દાબીને
તુ ચૂપ ના કરાવ મને..!
અગર મારૂ બોલવુ પસંદ નથી તને, તો..,
હું થઈ જઈશ સાવ કરતા સાવ ચૂપ...!
આવ.! સાવ કરતા સાવ નજીક આવ..!
અ ને મારા હોઠ પર તારા હોઠ ચપોચપ મુક ..!
હોઠમાં બીડાયેલ હોઠ હશે તો
હું થઇ જઈશ બિલકુલ ચુપ.!
પછી બહારનુ દ્રશ્ય થોડું અ,સ્પ્સ્ટ થશે....
થોડું ધૂંધળું થશે ..
મગર ભીતરનુ દ્રશ્ય વધુ સ્પષ્ટ થશે ...
કદાચ જીવનનુ પણ..!
આમ,
‘હું’ ‘ને ‘તું’ એક બીજાને સ્પ્સ્ટ જોઈ શકીએ..
તું મારા હોઠ પર તારા હોઠ ચપોચપ ચાંપી દે....
થોડી હુંફ હું તને આપું થોડી તું મને આપી દે...
થોડી હુંફ હું તને આપું થોડી તું મને આપી દે...
ધીરે.... ધીરે... નજીક એટલા આવીયે…
કે, મારા નાકના ટેરવાંને તારા નાકનું ટેરવું સ્પર્શે.....
નાકમાં થી અગન સમા ગરમાં ગરમ સ્વાસ વરસે ..
નાકમાં થી અગન સમા ગરમાં ગરમ સ્વાસ વરસે ..
ધીરે...ધીરે... ચાર આંખો વચ્ચેનું અંતર ઘટે.
ને પછી આવીએ એટલા પાસે પાસે,
કે....
પછી ફરી પાછુ તને મારૂ મને તારું .
દ્રશ્ય સાવ ધૂંધળું ધૂંધળું ભાસે...
આવ આજ કુદરતી ધુમ્મસ્માં....
આપણે પણ ઓગળી જઇયે….
ચાલ આજ આપણેય જાતને ઓગળીને.....
ધુમ્મસમાં ભળી જઇને ..
થઇ જઈએ ધુમ્મસ ધુમ્મસ ...
એક બીજાના ખોવાઈને
એક બીજાને જડી જ્ઈયે..
‘હું’ તું થઇ જાવ ..
તું હું થઇ જાય ..
તું હું થઇ જાય ..
પછી ના હું નું અસ્તિત્વ રહે ના તું નું રહે અસ્તિત્વ ...
પ્રેમમાં અનંત પ્રેમ બની થઇ જઈએ માત્ર પ્રેમ તત્વ ...
પ્રેમમાં અનંત પ્રેમ બની થઇ જઈએ માત્ર પ્રેમ તત્વ ...
અને થઈ જઇયે આપણે
“અનંત” ધુમ્મસ... ધુમ્મસ... ધુમ્મસ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"અનંત"
"અનંત"
*બ્લાસ્ટ*
મને બકબક કરતો બંધ કરવાને, મારા હોઠ પર,
તારી નાજુક નમણી આંગળી નહીં.!
તારી નાજુક નમણી આંગળી નહીં.!
બલ્કે,
તારા ફૂલ ગુલાબી હોઠ ચપોચપ મૂક,
"અનંત" હું આપો આપ થઈ જઈશ ચૂપ...
"અનંત" હું આપો આપ થઈ જઈશ ચૂપ...
"અનંત" —


No comments:
Post a Comment