આ શબ્દો મારા નથીજ ..!
જો કે હું તો લખતોજ નથી..!
આમેય ,
હું તો માત્ર મારા કદિ' કોઈને ઉકલ્યા નહીં એવા
ઉકલી ગયેલા ભાઈબંધોના શબ્દોને મહા મુશીબતે ઉકેલી ઉકેલીને
છેક તળિયેથી ઉલેચી ઉલેચીને ..
વર્ષો પહેલા એનું મારા પર ચડેલું અઢળક
ઋણ , હું થોડું થોડું કરીને ઉતારું છું .!
બાકી આ શબ્દો આ રચના એક સ્ત્રીએ લખેલી છે !
એક જાણીતી છતાં અજાણી સ્ત્રી .
નામ છે એનું પ્રાચી .!
ખબર નથી મને કે આ રચના એને કોના માટે લખી છે .!
મારા માટે આવી સુંદર રચના કોઈ લખે,
એટલો લાયક હું તો નથીજ .!
અર્થાત ..!
હું નકામો ને નાલાયક છું એવો જ અર્થ થાય .. !
જે બિલકુલ વાજબી છે !
ખૈર ...
ગમે તેના માટે લખી હોય
જેના માટે લખી હોય.!
માર્રે શું !
આખરે કોઈ પણ પુરુષ કે સ્ત્રી કોઈકના માટે,
કઈ સારું બોલે કે લખે .!
એ તો તેને ગમે તેના માટેજ લખે ને ..!
જરુરી તો નથી કે "હું સૌને ગમું !"
કોઈ કોઈને ના પણ ગમું .!
નિજ ભ્રમમાં ભ્રમિત
ભાઈબંધ અનંત અનેક અર્થમાં
અટપટી ભાષામાં કહેતો કે ,
"अनंत" सबको जो देखे ।
वो मुजकों ना देखे /
मुजकों जो देखे /
वो फिर किसिको ना देखे /
"अनंत" सबको जो चाहे ।
वो मुजकों ना चाहे /
मुजकों जो चाहे /
वो फिर किसिको ना चाहे /
और "अनंत"मैं भी ना देखू चाहू उसको ,
जो सबको देखे या चाहे /
"અનંત"
અનંત ની વાત એ જાણે .
આ સ્ત્રી યાની પ્રાચીની વાત એ જાણે .
મ્માર્રે શું..!
જે જાણે તે માણે .
હું કાઈન જાણું .
જાણ્યા વિના કેમ માણું .!
જેને માણવી હોય એ માણે .
રચના પ્રાચીની
આ એની જ લખેલી રચના છે ..!
જેનું શીર્ષક હું આપું છું .
*મૃગજળ*
હું એક મૃગજળ છું !
તું પણ મૃગજળ છે !
કસ્તુરી સુરભીની,
શોધ છે આપણને
તે_જ હું છું !
ને, .....
તે_જ તું છે !
છતાં,
હું એક મૃગજળ છું !
તું પણ મૃગજળ છું !
11/12/2017
આ પણ એના જ વિચાર છે !
મને તો ક્યાં કોઈ વિચારજ આવે છે .!
*વીષ્ફોટ*
થોડા દિવસ પહેલા અનંત ના કોઇ વિચારે
લખાઈ ચૂકેલું જૂનું વર્તમાન ની સપાટી પર
કાલે જે ગમ્યું હતું તે આજે ગમતું નથી.
(Self observation) આજે જે કઇ ગમે છે,
તે ભવિષ્યમાં ગમતુ જ રહેશે એનો નક્કર દાવો
તું! જીવ, કરી શકતો નથી...
માટે આજે પસંદ થયેલ વ્યક્તિ, વસ્તુ, વાટ/રાહ કે વિચારધારા
કાલે પણ પસંદગીને પાત્ર રહેશે જ
એવા ભ્રમ માંથી બાહર નીકળી શાશ્વત સત્યને પસંદ કરવું.
આપણી જ જુની વિચારધારાનું ખંડન
આપણે જ સ્વયં સમય આવે કરીયે છીએ.
જ્યાં પહેલા વિરોધ હતો તે_જ હવે
આપણે સ્વયં વ્યવહારમાં લાવીએ છીએ.
આપણા જ વ્યવહાર માટે ક્ષોભ અનુભવી એને દુર કરીયે છીએ...
કેવી આપણી મન:સ્થિતિ ???
(1/2/2017),
No comments:
Post a Comment