અમે જોવાના ગુના કર્યા, તમે દેખાડવાના...
વર્ષો પહેલાં જ્યારે એકલા 'અનંત' પર પેલી સામે જોવાનો ઈલ્ઝામ લાગેલો...
જ્યારે કે પેલીએ પણ અનંત સામે જોયેલું!
ત્યારબાદ અનંતે લખે, લુંઉઅ કે:
"અમે જોવાના ગુના કર્યા, તમે દેખાડવાના..."
સાચી કબૂલાત
બસ, તું એક વાર કર સાચી કબૂલાત...
હૃદય પર હાથ મૂકીને કહેજે,
તેં પણ પ્રેમથી જોયું તો હતું ને મારી સામે...?
તું જ કહે, નહીં તો ભલા તને ખબર કેમ પડે
કે મેં જોયું હતું તારી સામે...?
પ્રેમના સોગંદ ખાઈને કહેજે,
સુંદરતા તારી પણ પ્રથમ પસંદગી છે ને...?
શું તમે છોકરીઓ પણ નથી ઇચ્છતી હોતી
કે કોઈ જુએ તમારી સામે...?
તારી ખબર નથી, હું તો એવું માનું કે—
જે સુંદર છે તે ના જુઓ તોયે સુંદરતાનું અપમાન થાય!
અગર જોવાનો ગુનો બંને કરતા હોય,
તો ઈલ્ઝામ કેમ એકલા અમારી સામે...?
ગુનો જોવા સામે નહીં...!
બલ્કે ઈચ્છા વિના સ્પર્શવા સામે હોવો જોઈએ.
આટલું નહીં સમજાય તો કાયમ ઉઠશે
આ જ પ્રશ્ન મારી ને તારી સામે!
અગર જોવું-દેખાડવું ના પસંદ,
તો જેની ઈચ્છા નથી તે કરે આંખ બંધ!
અને મન કરે મક્કમ...! પછી મજાલ નથી કોઈની
કે જુએ કોઈ નર-નારી સામે!
નિખાલસ એકરાર
“અનંત”, ફરી પૂછું છું એ જ પ્રશ્ન, સાવ સાચું કહેજે...
હું પણ સ્વીકારું છું સાચું,
મેં તો જોયું જ હતું પ્રથમ તારી સામે!
પણ તેં પણ જોયું તો હતું જ ને...?
પ્રેમથી મારી સામે...?
"અનંત"
આખરી ચોખવટ
પછી તો અનંતે બિન્દાસ (નકટો) થઈને પેલીને ચોખ્ખું ને ચટ કહી દીધેલું કે:
💥 બ્લાસ્ટ:
"અગર જો તને મારું સામે જોવું હોય નાપસંદ...!
તો મને ના રોક, તું જ કરી લે તારી આંખો બંધ...!"
"અનંત", હું આપોઆપ થઈ જઈશ અલોપ...!
"અનંત"
No comments:
Post a Comment