ભા...ગ {9}
ઘોઘી : એ... ગુડ નાઈટ ઘોઘા ગુડ નાઈટ .......
ઘોઘો : સૂ પ્રભાત સૂ પ્રભાત પધારો...પધારો....
ઘોઘી : અલ્યા ઠેકાણે તો છે ને ?
ઘોઘી : રાત છે રાત..........
ઘોઘો : ખોટી વાત....
રાત તારે માટે, મારી તો સવાર પડી છે.
પણ તે કઈક લોચો માર્યો ...
ઘોઘી તું ગુડનાઇટ સવારના સૂરમાં બોલી.
ઘોઘી : એમાં વળી લોચો શું ?
સવારે મળીએ તો ગુડ મોર્નિંગ બોલાય.
બપોરે મળીએ તો ગુડ આફ્ટર નુન બોલાય.
સાંજે મળીએ તો ગુડ ઈવનિંગ બોલાય હે ને ?
તો રાત્રે મળીએ ત્યારે ગુડ નાઈટ ના બોલાય ?
ઘોઘો :પણ એ તો છૂટા પડીએ ત્યારેજ
મે લોકોને બોલતા સાંભળ્યા છે.
ઘોઘી : તો છૂટા પડવા સમયે સમય મુજબ
ગુડ મોર્નિંગ , ગુડ આફ્ટર નુન ,ગુડ ઈવનિંગ
એવું બધુ બોલવાની મે ક્યાં કોઈને ના પડી છે. ?
ઘોઘો :બોલાય બોલાય હોં જે બોલવું હોય તે બોલાય.
પણ અત્યારે અડધી રાતે મળવા આવવાનું કારણ ?
ઘોઘી : કેમ ભૂલી ગયો ?
મારે તને એક પ્રશ્ન પૂછવાનો હતો ..!
ઘોઘો : લે એવો તે કેવો પ્રશ્ન છે કે
અડધી રાતે પૂછવા આવવું પડે.
ઘોઘી : મને મહાન થવાની ઝંખના જાગી છે .
ઘોઘો : તો એ તો તારો પ્રશ્ન છે .
ઘોઘી : મે ક્યાં ના પાડી પ્રશ્ન તો મારો જ છે.
એટલે તો તને પૂછવા આવી છું.
પણ એનો જવાબ કદાચ તારી પાસે છે.
ઘોઘો : કદાચ ..! પૂછ.!
ઘોઘી : ઘોઘા પ્રશ્ન એ જ છે કે
મારે મહાન થવું હોય તો શું કરવું જોઇયે ?
ઘોઘો : લે એમાં વળી કરવાનું શું હોય .
"સામા વાળાને મહાન કરી દેવાનો".
ઘોઘી ઊછળી પડી ઓહ ઘોઘા આટલું સરળ...
તું સી ગ્રેટ ઘોઘા તું સી ગ્રેટ.
ઘોઘો :.શું કહ્યું ? હું સિગરેટ...!!
શું બોલે છે તું ઘોઘી તને કઈ ભાન છે ?
કઈ બાજુથી હું તને સિગારેટ જેવો લાગ્યો હે ?
ઘોઘી : અરે ઘોઘા સાવ ઘોઘો જ છે હોં તું.
શું તને ક્યારેય અંગ્રેજી નહીં આવડે ?
અરે હું એમ કહું છું કે ...
તારા વિચારો કેટલા ઊંચા છે ।
તું ખરે ખર મહાન છે હોં ...!
ઘોઘો : બસ મારાથી જ શરૂવાત કરી....!
હોય એને ના કહેવાનું હોય ઘોઘી.....!
ઘોઘી : અચ્છા...
પણ ખરેખર ઘોઘા મે તો તને તું સી ગ્રેટ કીધું તું.
પણ કદાચ સિગારેટ કીધું હોત તો પણ
એમાં કશું ખોટું ના હોત....
ઘોઘો : કેમ .... ???
ઘોઘી : કેમકે તું પણ ધીમું બળે છે
ને વધુ લિજ્જત આપે છે.
મને એમ થાય છે તને સિગરેટની જેમ
બે હોઠ વચ્ચે દબાવી ને,
એક જોરદાર કસ ખેંચી લઉં.
ઘોઘો : એમ એટલે તું મારી ઇજ્જત લે
સોરી લિજ્જત લે...
અને હું ફાસંફાસ બળું...
મારે તો બળવાનું જ ને ?
"બંધ આંખે સપના ના જો ઘોઘી..
ખુલ્લી આંખે સાકાર કર."
(ક્રમશ :)

No comments:
Post a Comment