મને ખબર છે તને ખબર છે.
તને ખબર છે મને ખબર છે.
મને પણ ખબર છે તને પણ ખબર છે.
તને પણ ખબર છે મને પણ ખબર છે.
અને તેમ છતાં આપણે બંને
બે ખબર હોય એમ વર્તીએ છીએ એકબીજા સાથે.
ખૈર...
તારી નારાજગીનુ કારણ મને ખબર છે.
અને તું એ કારણમાં અકારણ ફસાઈ છે.
આપણી વચ્ચે હમણાથી વાત નથી થતી
હું પ્રયાસ કરૂ છું. તું એ પણ નથી કરતી
બૌ બધી વાતો થતી આપણી વચ્ચે
પ્રેમ, ભક્તિ, લાગણી, શરીર, મન,
હ્રદય, આત્મા, કે અધ્યાત્મની
લૌકિક અલૌકીક સ્થુળ તેમજ શુક્ષ્મ જગતની.
અમર્યાદિત અઢળક અલગ અલગ વીષય પર...
જે હવે નથી થતી કારણ કે, તું નથી કરતી.
કારણ કદાચ મને ખબર છે એ હોય,
ન પણ હોય કદાચ એ કારણ
જે મને લાગે છે મને ખબર છે.
પણ તને તો ખબરજ છે.
તને ખબર છેજ..!
ખૈર...
પણ કારણ કૈ પણ હોય.
તારી નારાજગી નું કારણ હું જાણું છું.
અગર એજ હોય તો માનજે
તારી પરીક્ષા ચાલુ છે.
મારી પ્રતીક્ષા ચાલુ છે.
તારી પરીક્ષા
મારી પ્રતીક્ષા
અગર એ ન હોય તો
હું ના પાસ
'ને તું પાસ
દૂર હોવા છતાં
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આ
અટપટી વાત
તેની કોઈ ચહીતીને કહી'તી...
જે હું ઉકેલી રહ્યો છું.
પણ ઉકલતી નથી...
ખૈર....
No comments:
Post a Comment