વર્ષો પહેલા......
“અનંત” પ્રેમથી પેટ ભરાય - ના-ભરાય પેટ ભોજનથી "
"અનંત"
વર્ષો પહેલા ભાઈબંધ અનંતે માત્ર એકજ ટુંકી ને 'ટચ'
લીટીમા આ વાત ખૂબ ઊંડાણ પૂર્વક,
સમજી વિચારી ને કહી હતી / લખી હતી.
“અનંત” પ્રેમથી પેટ ભરાય - ના- ભરાય પેટ ભોજનથી "
"અનંત"
આવી આવી ઘણી વાતો ત્યારે થતી જ્યારે.....
અધ રાત્રે મધ રાત્રે અમે ત્રણેય ભાઈબંધો....
હું, અનંત અને અજ્ઞાની એક જૂના ખંડેર સમા મહોલ્લામાં સાથે બેસતા.
ત્યારે, આવી બધી વાતો થતી.
એ એક અલગ અને અલૌકિક મસ્તી હતી....
મને જ્યારે અનંતની આ અટપટી
વાતનો મર્મ ના સમજ્યો ત્યારે....
મે મર્મ પૂછતાં કહ્યું ,
યાર મને કાઇ કરતાં કાઇજ સમજ ના પડી !
ત્યારે ચાયની ચૂસ્કી મારવામાં મસ્ત અનંતે,
અજ્ઞાનીને આંખ ના ઇશારે,
હાથના ઈસારે કહ્યું .
ભાઈ આને મર્મ તું સમજાવ !
મને સમજાવતા નૈ ફાવે !
ત્યારે અજ્ઞાનીએ છેલ્લો ઘૂંટ ભરી ચાયની પિયાલી ટીપોય પર મુક્તા કહ્યું .
પરિયા બૌ સીધી સરળ વાત છે, છતાં તારી માફક કઈ કેટલાયને,
સીધી વાતો સમજાતી નથી...
પણ ખૈર ...
મને જેવુ અને જેટલું સમજાય છે તેટલું સજાવું તો,
અનંતની વાત બે મતલબની છે !
મે કહ્યું શું વાત કરે છે યાર તું !
સાવ એવું તો નાજ હોય !
કઈક તો મતલબ હશેજ એની વાતનો !
મારી ગેર સમજ દૂર કરતાં અજ્ઞાનીએ કહ્યું .
યાર હું પણ એજ કૌ છું !
તે બે મતલબનો અર્થ આમ જો તો અસલ ,
આમ જો તો ગલત મતલબ કર્યો ...
હું ગુચવાઈ ગયો અને મને ગુસ્સો પણ આવ્યો ...
શું યાર અજ્ઞાની તું પણ મતલબ બે મતલબનાં લૌચા મારે છે !
સમજાવવું હોય તો સરખું ને સીધું સમજાવને ..!
અજ્ઞાની મૂછમાં મર્માળું હસતાં બોલ્યો,
અર્થાત:- હું એમ કહું છું કે, અનંતની વાત બે અર્થથી ભરેલી છે..!
અર્થાત અનંતે એકજ વાત બે અર્થમાં કરેલી છે ..!
જેમકે ? મે પૂછ્યું.
ત્યારે એણે કહ્યું .
હું કાન સરવા કરી અનંત ની વાતનો મર્મ
અજ્ઞાનીના મુખે સાંભળવા બેતાબ હતો.
અજ્ઞાની એ મર્મ સમજાવતા કહ્યું.
પરીયા વાતનો ઊંડો મર્મ એ છે કે,
પ્રેમ એક એવિ અલૌકિક ચીજ છે !
ધ્યાનથી સાંભળજે પરીયા...
હું માત્ર “પ્રેમ” ની જ વાત કરું છું !
પ્રેમ ગોડ ગિફ્ટ છે અને,
ભાગ્ય શાળીને જ એ પ્રાપ્ત થાય છે ...!
હું વચ્ચે બોલ્યો ...
હ અ એ તો ખબર જ છે કે , તું અને અનંત ભાગ્યશાળી છો...!
તમને અનેક તરફથી અઢળક પ્રેમ પ્રાપ્ત થયો ,,,,
હું આગળ કશું બોલું એ પહેલા અજ્ઞાની વચ્ચે બોલ્યો ....
હાં , અને તું રહી ગયો ! એમજ કહેવા જતો હતો ને તું પરિયા...
મે કહ્યું હાં ! એજ તો હું રહી ગયો....
ખૈર....
એ તો, જેવુ મારુ ભાગ્ય
તું તારે આગળ ચલાવ.
હું આવતી વખતે લડી લઇશ....
બળતરાના ભાવ સાથે મો વકાસી મે વાત જતી કરી
અજ્ઞાનીને વાત આગળ ચલાવવા કહ્યું.
અજ્ઞાનીએ વાત આગળ ચલાવતા કહ્યું.
પરીયા.... પ્રેમ એવી અલૌકિક ચીજ છે,
જેનાથી ક્યારેય કોઈનું પેટ ભરાતું નથી !
અહી પેટ માત્ર પ્રતિક રૂપે કહ્યું છે.
ખરા અર્થમાં વાત મનની છે,
આત્માની છે !
બૌ વાર પછી....
અનંત સુઉરરરર કરતો ચાયનો છેલ્લો કસ ખેંચી,
ટીપોય પર પિયાલી મૂકી વચ્ચે ટપક્યો ...
યાર અજ્ઞાની સાવ એવું ના હોય...
અમે બન્ને અનંત સામે પ્રશ્નાર્થ નજરે જોતાં એક સાથે બોલ્યા ..
કેવું ના હોય અનંત...?
અજ્ઞાનીની મને ખબર નથી પણ।,
મને મનમાં ને મનમાં ઉત્સુકતા જાગી ,
અને એ વાત ને લઈને મજા પણ આવી કે હવે અનંત કાંક રંગીલું ....
આધ્યાત્મિકતાથી પર , વાસ્તવિકતાથી સભર હોય એવું કાંક ચોક્કસ બોલશે ....
અને એ બોલ્યો ધાર્યા મુજબ જ ...
યાર અજ્ઞાની "માત્ર" "પ્રેમ" પર ભાર મૂકીને....
તું શું એમ કહેવા માંગે છે કે એ સિવાય બધુય બેકાર ?
મતલબ , શું બેકાર છે પ્રેમ સિવાય નો વિચાર... !!?
તો તું રેવા દે ! દેહ ને અનેક પ્રકારના આકર્ષણ હોય છે ..!
અને એ આકર્ષણો જ પ્રેમ થવાનું મુખ્ય કારણ હોય છે...!
અરે યાર ...! હું પણ "પ્રેમ" પર ભાર મૂકીને જ કહું છું ! કે,,,
આંખ થી શરૂ થતી પ્રેમની અનંત યાત્રા...
ધીરે ધીરે આગળ વધતાં આખરે અંગ સુધી પહોચે છે !
"અનંત" શરીરનાં નોખા નોખા અવયવોની
નોખી અનોખી ભૂખ અને,તરસ હોય છે...!
પ્રથમ પ્રેમમાં ઉદભવતી કલ્પના અને બાદમાં આકાર લેતી સત્ય ઘટના ..
બે પ્રેમી વચ્ચે એકમેકના પ્રેમમાં ઘટતી અનેક ઘટના / હર એક ઘટના ...
પ્રેમના ભાગ રૂપે ,પ્રેમના જ પરિપાક રૂપે,
પ્રેમથી જે કઈ ઉપજે એ પ્રેમની જ દેન કહેવાય ...
એ તું કેમ ભૂલે છે...!
શું વારે વારે મારે બધુ વિગતે
સમજાવવાનું ..?
રાત જામી વાત જામી અને મને મનમાં ને મનમાં મજા આવવા લાગી....
પ્રેમ ગમે ત્યાથી ગમે ત્યારે પ્રાપ્ત થાય...
અને સંજોગે પ્રેમની સાથે બાકી બધી ફ્રી ગિફ્ટ અગર,
પ્રેમથી અરસ પરસની સમજ અને સંમતીથી જો પ્રાપ્ત થતી હોય,
તો શું એ નૈ સ્વીકારવાની ?
અરે યાર પ્રેમની સાથે સાથે જે પણ પ્રેમથી પરસ્પરની સંમતીથી ...
જે કઈ પણ ! મળે એ બધુ /બધી ગોડ ગિફ્ટ જ ગણાય...
વાત કરે છે તી !
અજ્ઞાની તારા વિચારની પણ હું કદર કરું છું !
તારી વાત અલૌકિક છે !
પણ આ લોકમાં જે સત્ય છે તેનાથી બચી ના શકાય કે ના દૂર હટી શકાય...
અનંતની વાત સાંભળી મને મૌજ પડતી હતી ...
પણ અજ્ઞાનિની વાતનુય મહત્વ ઓછું નહોતું !
અનંત ને જો રોકું નહીં તો એ સવાર પાડી દે
અને મારી આંખો ઘેરાતી હતી , તેથી,
મે અનંત ને કહ્યું .
હશે તારી વાત વિષે પછી વિર્મશ કરીશું....
અત્યારે તારીજ વાતનું વતેસર અર્થાત.....
તારી પ્રેમ ભૂખ અને ભોજન વાળી વાતનો મર્મ....
અજ્ઞાની સમજાવે છે એ તુય સમજ !
અને મનેય સમજવા દે..!
મારી વાત સાંભળી અજ્ઞાની મૂછમાં મરક મરક હશે છે !
એને મારી કે અનંતની વાતથી ક્યાં કશોજ ફરક પડે છે !
અનંત,અજ્ઞાની સામે જોઈને કહે છે।,
ઠીક છે ઠીક છે અજ્ઞાની તું આગળ ચલાવ ....
અજ્ઞાની જયાંથી અટક્યો હતો ત્યાંથી જ શરૂ થયો ....
હાં તો, મન જરા અલગ ચીજ છે !
મન સતત બદલાયા કરે છે !
મનની ઈચ્છા પણ સતત બદલાયા કરે છે !
જ્યારે આત્મા ક્યારેય બદલાતો નથી હાં પરિયા..!
આત્મા યુગો યોગો સુધી એજ રહે છે એ ક્યારેય બદલાઈ ના શકે !
અને આત્માની ઝંખના કેવળ “પ્રેમ” છે ! ”આનંદ” છે !
માટે ખરા અર્થમાં પેટ ને ભોજનની જરૂર પડે છે ...
પેટ ભરાય છે ત્યારે પેટ ભરાઈ ગયા બાદ ધરાય ગયા બાદ
ઓડકાર આવે છે !
જે પેટ ભરાયાની ચાડી ખાય છે !
જો કે ઓડકાર ભૂખના કારણે પણ આવતા હોય છે !
પણ એ ઓડકાર ભૂખના છે કે પેટ ભરાયા ના એ એજ સમજી શકે છે !
જે યાતો ભૂખ્યો હોય યા પેટ ભરેલો !
બાકી કોઈ ઓડકાર ખાતી વ્યક્તિને જોઈને ,
સામેની વ્યક્તિ એને ધરાયેલો જ માની બેસે છે !
આડ વાત પૂરી કરતાં,
અજ્ઞાનીએ મૂળ મર્મ તરફ આગળ ચલાવ્યું ...
"પ્રેમથી પેટ ભરાય ના ભરાય પેટ ભોજનથી"
અર્થાત :- એ મન એ આત્મા શુ કામના જે પ્રેમથી ઊભરાતા નથી....
પ્રેમ એવી ચીજ છે કે પ્રેમથી ક્યારેય મન કે આત્મા ધરાતા નથી !
જ્યારે બીજો અર્થ એ કે....
સતત જેને પ્રેમ મળતો હોય તેને પણ અન્નની ભૂખ !
યાને ભોજનની જરૂર પડેજ છે ! માત્ર પ્રેમથી પેટ ના ભરાય...
પ્રેમીને ભોજનની જરૂર ના પડે એવું ના હોય....
કોઈ ગમે તેટલો પ્રેમ પીરસે તો પણ !
આખરે આ શરીરને ભોજનની ભૂખ તો લાગે જ છે ..!
પ્રેમ આત્માનો ખોરાક છે !
જ્યારે અન્ન શરીરનો ખોરાક !
મે કહ્યું. અચ્છા એવું છે એમને.!
અજ્ઞાની એ કહ્યું હા પરિયા એવું જ છે !
એમ કહી અજ્ઞાની અટક્યો.
અકલે અનંત બોલ્યો.
“શરીરના નોખા નોખા અવયવોની નોખી નોખી ભૂખ,નોખી નોખી તરસ હોય છે “
શરીરના કોઈ એક અવયવ પર થતી ક્રિયાની પ્રતિકિરીયા,
અચૂક બીજા અવયવ પર થાય છે .
કેમકે શરીરના બધાજ અંગો એક બીજા સાથે સંકયાલાયેલા હોય છે !
બધુ અરસ પરસ હોય છે.!
હાં ક્યારેક પ્રેમના કારણે ભૂખ મરી જાય એવું બને !
આટલું કહી અનંત ચૂપ થૈ ગયો.
ત્યારે અજ્ઞાનીએ મને કહ્યું .
હાં તો પરિયા, હવે કદાચ તને થોડુક અમથું સમજાયું જ હશે, કે નૈ...?
અજ્ઞાની એ સવાલ કર્યો એટલે મે કહ્યું હાં થોડું થોડું સમજાય છે !
ખૈર, એક તને જ નહીં પરિયા !
અહી સૌને સૌની સમજ મુજબ જ સમજાય છે ...
તને કે સૌને જેટલું સમજાય કે ના સમજાય એ તમારો વિષય છે !
પણ એક વાત નક્કી છે માણસની બધીજ ભૂખ !
કોઈને કોઈ સમયે મરી જાય છે !
પૂરી થઈ જાય છે. સંતોષાય ને યાતો સંતોષાયા વગર ...
પણ એક પ્રેમની ભૂખ એવી છે !
કે જે ક્યારેય મરતી નથી ! સંતોષાતી નથી !
અજ્ઞાની ની સમજાવટ પૂર્ણતા ને આરે જ હતી, ત્યાં ફરી અનંત બોલ્યો ...
“ ઉમ્રભર નહીં મીટતી ‘અનંત” યે દો ભૂખ !
એક પ્રેમકી ઈચ્છા ! ઔર દુજે પ્રેમી સે હુંફ !“
આમ અનંતે પોતાની પહેલી વાતને-
બીજા અર્થ માં સાવ ટૂંકમાં યાની ...
માત્ર બે લીટીમાં .....
પોતાના નામનો "અનંત" બખૂબી ઇસ્તેમાલ કરી ને કહી નાખ્યું ...
કે,
“હુંફની ઈચ્છા અને પ્રેમની ભૂખ અનંત....હોય છે ! “
બસ આટલી વાત કરી અમે ફરી મળવા માટે છૂટા પડ્યા...
આવું અનંતેજ એક વાર કહ્યું/ લખ્યું હતું કે,,,
બ્લાસ્ટ :-“અનંત”
"અનંત" ભેગા થવા માટે પણ છૂટા પડવું પડે છે !
મળવા માટે પણ એકવાર વિખૂટા પડવું પડે છે !
આ ભવમાં ચહિતા સાથી ને મળ્યા તો ઠીક છે ,
“અનંત” નહી તો આવતા ભવે મળવા મરવું પડે છે !
“અનંત”
*બ્લાસ્ટ*
"અનંત" પ્રેમ ભુખ્યો પ્રેમ તરસ્યો "અનંત"
પાછો આવીશ અગર જો પ્રેમની
ભુખ તરસને કારણે જો આવશે મારો અંત..
"અનંત"
मुजे तुम्हें और हर किसी को
जुठा ही सही लेकिन जीने के लिए
कोई तो बहाना चाहिए।
जी भर के जी हल्का हो जाये "अनंत"
ऐसा कोई प्यारा-सा ठीकाना चाहिए।
"अनंत"
https://www.facebook.com/photo.php?fbid=826197384156631&set=a.179957832113926&type=3&mibextid=Nif5oz

No comments:
Post a Comment