દુ:ખ નુ કારણ હંમેશા દુ:ખ જ નથી હોતું"અનંત"
ક્યારેક સુખ પણ દુ:ખ નુ કારણ હોય છે.
ખુશી અને સુખની વ્યાખ્યા
વ્યક્તિ એ વ્યક્તિ એ નોખી નોખી હોય છે.
કોઈ કોઈ ને મન જ્યાં છે જે હાલમાં છે
તેમાંજ ખુશી કે સૂખ મળતું હોય છે.
તો કોઈ કોઈને મજબુરી માં
એ જ્યાં જે હાલમાં હોય ખુશ
યા સુખી રહેવું પડતું હોય છે.
તેમ છતાં આખો દિવસ પરીવાર માટે
જીવનાર મહેનત કરનાર સૌ કોઈ એ.
એકાદ બે કલાક પોતાના માટે પણ જીવવુજ જોઈએ.
તમામ કાર્યોથી પરવારી
કોઈ બાગ બગીચા માં ભાઈબંધો સાથે
ગપ્પા મારવા ક્યારેક સમાજની સંસારની રાજનીતિ કે,
અધ્યાત્મ ની વાતો કરવી ચર્ચા કરવી
યુગો પહેલા પણ સત્ય પામવા
સાસ્ત્રાર્થ કરવામાં આવતો
આવી તમામ પ્રવ્રુતી પણ પોતાના માં આગવો
અને અલૌકિક આનંદ આપતી હોય છે.
નીંદા અને નીંદામણ માં બડો તફાવત હોય છે.
નીંદા મતલબ કોઈના પણ વીષે પુરૂ જાણ્યા વગર
સત્યથી વેગળી વાતો કરવી અને ફેલાવવી.
જુઠી વાતો કરવી અને નીંદામણ મતલબ
કોઈ માં ખરેખર જે ખામી હોય તેની વાત કરવી અને તે પણ તેની એ ખામી દુર કરવા માટે.
ક્યારેય પણ અગર તમે કૈ ખોટુ કર્યુ હોય
તો જ્યારે પણ અહેસાસ થાય
માફી માંગી લેવી
તેથી શારીરિક બીમારી નહીં થાય. અથવા ઓછી થશે.
મનમાં રહેલો ગુનાહ નો ભાર
કરે શરીર બીમાર
વર્ષો પહેલાં ભાઈબંધ અનંત...
તેના તમામ ભાઈબંધોને કહેતો...
આંયા કણે મયુર પુલ આજુબાજુ શેરી ની માલીપા લક્ષ્મી નારાયણ મંદિર વાળી શેરી સામે પણ એક સ્વર્ગ આવેલ છે જ્યાં આજનો જીવતાનો વીસામો રાખવામાં આવેલ છે..!
*મર્યા પછી શું સ્વર્ગ નર્ક ને શું વીસામો*
તો સર્વે ભાઈબંધો ને ભાવભીનું
આમંત્રણ આપવામાં આવે છે.!🙏
ગરજ સમજશો તો ગલત ફૈમી થશે.. 🤫
સુખ અને ખુશી પામવા કે આનંદ મંગલ કરવા માટે આવો એમ કહેવાની મારી ફરજ છે. આવવુ ન આવવુ સૌની પોત પોતાની મરજી છે.
કારણ કે ખુશી અને સુખની વ્યાખ્યા વ્યક્તિ એ વ્યક્તિ એ અલગ અલગ હોય શકે છે.
કોઈ કોઈ ને જ્યાં હોય જે હાલમાં હોય તેમાંજ ખુશી કે સુખ મળતું હોય,તો કોઈ કોઈને કોઈ પણ પ્રકારની મજબુરીમા એજ હાલ એજ સ્થિતિમાં પણ ખુશ કે સુખી રહેવુ પડતુ હોય હિશાબ મુજબ...
ખૈર...
તેમ છતાં બાગમાં દૂનીયાથી દૂર એકાંતમાં ભાઈબંધો સાથે બેસીને ગપ્પા મારવા એ પોતાનામાં એક અલૌકિક આનંદ આપનારી ક્ષણો હોય છે.
ઘર પરિવારની જવાબદારી નીભાવ્યા બાદ જાત માટે એકાદ બે કલાક કાઢવી જરૂરી છે. જીવન માં તનમનથી તંદુરસ્ત રહેવું અને એમ કરવા જે કહ્યું એ કરવુ ખૂબ જરૂરી છે.!
અને પછી બધા ભાઈબંધો ભેગા મળીને ગપ્પા ગોષ્ઠી
સમાજ રીવાજ સંસાર રાજનીતિ ધર્મ કે અધ્યાત્મ જીવનમાં પરીવાર કે સગા સબંધી કે પછી દોસ્તો થકી પણ કેમ નહીં..
જીવનમાં થયેલા તમામ સારા માઠા અનુભવ ની વાતો
જેવી તમામ બાબતોને માન સ્થાન આપવામાં પણ પરમ ચરમ અખંડ અનંત આનંદ ની અલૌકિક અનુભુતી થઈ શકે છે.!
અગર ઉપરોક્ત વીષય માં કૈ પણ વાતો ન કરો અને બસ સાથે બેસીને થોડો ભુતકાળ વાગોળો અને એ પણ ન કરવુ હોય તો ભાઈબંધ ભેગા બાગમાં એકાંતમાં બેસીને મસ્ત મસ્ત જુના અર્થ સભર શબ્દો અને સંગીત ભર્યા ગીતો
સાંભળો એ પણ પરમ ચરમ અખંડ અનંત આનંદ આપનારી અલૌકિક ઘટના બની શકે છે..!
આવુ કાં'ક વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહ્યું હતું.!
*અસ્તૂ*
No comments:
Post a Comment