मतलब से भरा गीत और बे,मतलबकी बाते
कौन आया मेरे मन के द्वारे
पायल की झनकार लिये
कौन आया मेरे मन...
आँख न जाने दिल पहचाने
सूरतिया कुछ ऐसी
याद करुँ तो याद न आये
मूरतिया ये कैसी
पागल मनवा सोच में डूबा
सपनों का सनसार (संसार) लिये
कौन आया मेरे मन...
इक पल सोचूँ मेरी आशा
रूप बदल कर आई
दूजे पल फिर ध्यान ये आए
हो न कहीं परछाईं
जो परदेसी के घर आई
एक अनोखा प्यार लिये
कौन आया मेरे मन...
ઓહો શું વાત છે ઘોઘા...!
આજે પીન ના ચોંટી અને એકધારું
આખે આખું ગીત ગાઈ નાખ્યું। .!
ગીત પૂરું થયું એકલે ઘોઘીએ ઘરમાં આવી
ટીપોય પર પગ ટેકવી,
સોફાને ટેકે માથું અઢેલી બેઠેલા ઘોઘાનો એક હાથ ખેંચી
વાંસામાં બે ત્રણ ધબ્બા મારી શાબ્બાસી આપતા કહ્યું।
ઘોઘી દરવાજે આવી ત્યારે,
ઘોઘો એકધારો સૂરમાં ગાતો હતો .
એ જોઈ ઘોઘી ચોંકી ગઈ
અકલેપછી ઘોઘી દરવાજેજ થોભી ગઈ;તી।
વાંસામાં લાગેલા ધબ્બા શાબ્બાસીના છે ,
એટલું પણ સમજવાની સમજ ઘોઘામાં નૈ
એકલે એ અકળાયો અને ગુસ્સે થઇ ઘોઘીને કહ્યું।
અક્કલ વગરની એમાં ધબ્બા શું મારે છે !
અક્કલ વગરનો તું છે ઘોઘા તું હું નહીં
તને એટલી પણ ખબર નથી પડતી કે,
આજે વગર અટક્યે તને એકધારું સૂરમાં ગાતો સાંભળી
મેં તને ધબ્બા નથી માર્યા ઘોઘા શાબ્બાસી આપી છે
શાબ્બાસી !
પણ ઘોઘા તું શાબાશીને લાયકજ નથી !
તને કદર કરનારની કદરજ નથી !
ખરેખર તો તું ધબ્બાને લાયકજ છે !
આમ કહેતા ઘોઘીએ ગુસ્સે થઇ ઘોઘાની સાથળ પર
જોરદારની ચોટદાર જાપાટ મારી
બીજીજ ક્ષણે ઘોઘાએ ઘોઘીનો હાથ પકડી લીધો
બસ બૌ થયું ,હવે મહેરબાની કરીને ,
ચીંટીયો ના ભરજે ઘોઘી કૈ દૌ છું !
ફટ્ટુસ એમ કહી ઘોઘી મસ્ત જીણું જીણું ખંજરી જેવું
હસી પડી।
ઘોઘાએ ગુસ્સે થઇ કહ્યું હશે છે શું એમાં
ઘોઘીએ કહ્યું બસ હવે મને તું કાય કેમા હું જાઉં છું !
એમ કહી ઘોઘી ચાલતી થઇ
એકલે ઘોઘાએ જતી ઘોઘીને ગુસ્સે થઇ કહ્યું
હાં, હાં , જા તું તારે જા
તું પણ દુનિયાના લોકો જેવી જ છે.!
અડધે પહોંચેલી ઘોઘી અટકી
પાછું ફરીને ઘોઘા સામે જોયું અને કહ્યું
એટલે ?
તું પણ દુનિયાના લોકો જેવી જ છે.! એટલે શું !?
ઘોઘાએ કહ્યું હા તો બીજું શું
કૈને ચાલી જાય છે ગમે તે
પછી સાંભળવા ઉભી નથી રહેતી !
આમ કહી ઘોઘાએ મોં ફરાવી લીધું
ક્ષણમાં કેટલુંય પામી ગયેલી ઘોઘી
વિચારમાં પડેલી ઘોઘી ધીમા પગલે ઘોઘા પાસે આવી
હળવેકથી સોફા પર ઘોઘાની બાજુમાં બેઠી।
અવળું મોં ફેરવીને બેઠેલા ઘોઘાનો ચહેરો
હડપચી પકડી પોતાની સામે કરી
અને ધીમેકથી મધુર સ્વરે બોલી
સોરી ઘોઘા ! બોલ શું કહેવું છે તારે ?
હવે કાય નથી કહેવું મારે તારે પણ,
જવું હોય તો જઈ શકે છે !
વાતાવરણમાં સ્નનાટો છવાઈ ગયો
જેવું બહાર થયું તેવુંજ ઘોઘીની ભીતર થયું।
આનંદનું સ્થાન ગંભીરતાએ લઇ લીધું
"તારે પણ, જવું હોય તો જઈ શકે છે !!!"
ઘોઘાએ કહેલા આ શબ્દો
અને એમાં પણ, આવતો "પણ" શબ્દ
ઘોધીને મનમાં ખટક્યો ખુબજ ખટક્યો !
છતાં એ બાબતે ઘોઘી કશુંજ ના બોલી।
"પણ" ના પડઘા ભીતર સમાવી ઘોઘીએ ઘોઘાને કહ્યું
બોલને ઘોઘા તું શું કહેવા માંગતો હતો !
ઘોઘાએ થોડી ક્ષણ આંખ બંધ કરી
પછી ખોલી અને પછી ઘોઘી સામે જોયું
અને પછી પાછો નીચું જોઈ ગયો
અને પછી અધખુલ્લી આંખે ઘોઘી સામે જોઈને
ગંભીર સ્વરે ઘોઘીને કહ્યું।
ઘોઘી ખરેખર હું શબ્બાસીને હકદાર નથીજ !
ઘોઘી કઈ સમજી નહિ અને જે સમજી તેમાં ઘોઘીને
એમ સમજાયું કે તેણે ઘોઘાને ગુસ્સ્સે થઈને કહેલું કે ,
ઘોઘા તું શાબાશીને લાયકજ નથી !
તને કદર કરનારની કદરજ નથી !
ખરેખર તો તું ધબ્બાને લાયકજ છે !
એ વાત થી ઘોઘાને ઠેસ પહોંચી છે !
મનોમન પોતાના બોલ્યા પર અફસોસ કરતી
ઘોઘીનું ઘોઘાએ કરેલા શબ્દ પરિવર્તન પર ધ્યાન ના ગયું।
ઘોઘાએ એમ કહ્યું હતું કે,
ઘોઘી ખરેખર હું શાબ્બાસીને હકદાર નથીજ !
ઘોઘાએ "લાયક" શબ્દ ની જગ્યાએ "હકદાર" શબ્દ વાપર્યો હતો।
ઘોઘાની ગંભીર મુદ્રા જોઈ પોતાના બોલ્યા પર,
મનોમન અફસોસ કરતી
ઘોઘીની આંખમાં ઝળઝળિયાં આવી ગયા।
વાતાવરણ પલટાઈ ગયું
જાણે ઝરમર ઝરમર વરસાદ થયો।
ઘોઘી સામે જોઈ હસતા હસતા ઘોઘાએ ઘોઘીને કહ્યું।
અરે ગાંડી પણ એમાં રડે છે શું !
હું શાબ્બાસીને હકદાર નથી તો નથી
તારે શાબાશી આપવી હોય તો એને આપ જા
જેણે આ સુંદર ગીત લખ્યું છે
જેણે આ ગીતને સુંદર સંગીત બક્ષ્યું છે
અને જેણે આ ગીતને પોતાનો સુંદર સ્વર આપ્યો છે .!
જા અપાવી હોય તો એ બધાને શાબાશી આપ !
એકધારા બોલતા ઘોઘા સામે ટગર ટગર જોઈ ઘોઘીએ
ઘોઘાને કહ્યું। એટલે। ?
ઘોઘા ! તું શું બોલે છે ! શું કહેવા માંગે છે મને કૈ સમજાતું નથી !
ઘોઘાએ ક્હ્યું અક્કલ વગરની જ છે ને તું પણ !
વળી પાછું "પણ"
પણ પણ પણ ના પડઘા ઘોઘીના મનમાં પડઘાય છે। .
ઘોઘી વિચારે ચડી ગઈ
બીજી કોણ હશે ??
ઘોઘીના મનમાં ઉગતું શંકાનું બીજ
ઉગીને વટ વૃક્ષ થાય એ પહેલા વિચારે ચડેલી ઘોઘીને
ઘોઘાએ ખભેથી હલબલાવી। શું વિચારે છે ઘોઘી તું !
ઘોઘી જાણે કૈજ વિચારતી નહોતી એવો ડોળ કરી બોલી
તું બોલ્યો એ સમજાયું નહિ એટલે સમજવા પ્રયાસ કરતી હતી।
ઘોઘી સામે જોઈ ઘોઘાએ કહ્યું
કેટલું સહજ અને સરળતાથી કહું છું છતાં એજ જૂની ફરિયાદ...
છણકો કરી ઘોઘીએ હોઠ મચકોડતા ઘોઘીએ ઘોઘાને કહ્યું
એ તો તારી માફક જ્યારે હું બોલિશને,
ત્યારેજ તને સમજાશે ઘોઘા ... !
ચલ છોડ એ બધી બે મતલબની વાત
પહેલા મને તું એ 'કે ઘોઘા કે,
શું મેં તને નાલાયક કહ્યો એ વાતથી તારું દિલ દુભાયું છે.?
અર્ધ સત્ય સહજ સ્વીકારતા ઘોઘાએ કહ્યું,
ના રે ગાંડી એ તો હું છુંજ મનેય ખબર છે
હું કોઈ વાતે લાયક નથી.!
અને નાલાયકને કોઈ નાલાયક કહે,
એમાં દિલ શું દુભાવવાનું હોય !
કઈ કેટલાય પડઘા ભીતર સમાવી ઘોઘા સામે જોઈ ઘોઘી બોલી
ઘોઘા સાચે ! આજે અટક્યા વગર તને આંખે આખું ગીત એકધારું
ગાતો સાંભળી મારાથી રહેવાયું નહિ ,
એટલે શાબાશી થોડી જોરથી દેવાય ગઈ.
("મારાથી રહેવાયું નહિ ,"
ઘોઘીના આ શબ્દો કૈક જુદોજ ભાવ હતો )
અરે પણ અક્કલ વગરની
હું ક્યારનો તને એજ કહેવા મથું છું કે,
ના તો મેં એ ગીત લખ્યું છે ના તો એ ગીત મેં સંગીતથી મઢ્યું છે !
અને ના તો એ ગીત મેં ગાયું છે।
અને તારી જાણ ખાતર કૈં દૌ ઘોઘી હું ગીત ગાતોજ નહોતો
હું માત્ર હોઠ ફફડાવતો હતો !
અને પછી,
જોખમ જણાતા ઘોઘાએ સાથળપર તકિયો રાખી દીધો ....
*બ્લાસ્ટ*
વર્ષો પહેલા એક રાત્રે જ્યારે હું ખંડેર પર ચાય લઈને ગયો
હતો ત્યારે...
ચાય પીતા પિતા અમારી વચ્ચે આનંદ વિષે વાત નીકળી
અમારી વચ્ચે એટલે કે મારી અને અનંત વચ્ચેજ
અજ્ઞાની તો ચાય પીયને આરામથી આંખ બંધ કરી બેઠો હતો.
આનંદ વિષે વાત નીકળી એટલે ,
*આનંદ* ક્યાંથી મળે ,કેવી રીતે મળે,
કેવી રીતે મેળવી શકાય, , કોની કોની પાસેથી મળે,
કોણ આપે, ક્યારે આપે , આપે તો શું કામ આપે,
મળે તો આપે કે, "આપો તો આપે"
કે,"આપો તો મળે"
કે, આપોઆપ મળે ?
હું બાલીસ સવાલો કરતો હતો અનંત અટપટા જવાબ આપતો હતો.
મારા ક્યાં સવાલનો એણે શું જવાબ આપ્યો
મને તો એ પણ યાદ નથી
પણ , *આનંદ* વિષે અનંત અને હું આનંદથી વાતો કરતા હતા
સવાલો થતા હતા જવાબો મળતા હતા.
અઘરા સવાલ સહેલા જવાબ
સહેલા સવાલ અઘરા જવાબ
રાતભર ચાલ્યા
વાત કરતા કરતા અડધી રાત વીતી ગઈ.
વાત એટલીજ હતી કે આનંદ કેમ અને ક્યાંથી પ્રાપ્ત થઇ શકે...?
એમાં તો અડધી રાત વીતાવી દીધી અમે ।
જો કે અમને એમાં ખુબજ આનંદ પ્રાપ્ત થતો હતો.
અંતે ક્યારનો આંખ બંધ કરી ચુપચાપ બેઠેલો અજ્ઞાની જાગ્યો
અને પહેલા તો એ માત્ર એટલુંજ બોલ્યો।
હર એક સવાલ જવાબ સાથેજ જન્મ લેતા હોય છે !
પછી એણે કહ્યું।
તમે બોલીને પ્રાપ્ત કર્યો એ પણ *આનંદ*
મેં ચુપચાપ મેળવી લીધો તે *પરમ આનંદ*
અર્થાત :-
મેં તમારા માંથી પણ આનંદ મેળવી લીધો
અને મારામાંથી પણ મેં અનંત આનંદ મેળવ્યો...
અમને એમે કે અજ્ઞાની ક્યારનો સુઈ ગયો છે !
પણ એ માત્ર અમારો ભ્રમ હતો
અમે બંને અજ્ઞાની ને જાગેલો જાણી ચૂપ થઇ ગયા.
ત્યારે અજ્ઞાનીએ અમને પૂછ્યું । જવાબ મળી ગયો ?
અનંત કઈ બોલ્યો નહી.
નકદાચ હવે, એ ઊંઘી ગયો હતો..
એકલે મેં કહ્યું. યાર હું તો સવાલ શું હતો
એ પણ ભૂલી ગયો છું !
દાઢી પર હાથ પસારતા અજ્ઞાનીએ કહ્યું
ખૈર...
કાઈ વાંધો નહીં પરીયા કાયજ વાંધો નહીં
તું ભલે ભૂલી ગયો હોય,પણ મને બરોબર યાદ છે.
પરીયા ભૂલી જવું એ પણ એક જાતનું વરદાન છે.
અને મને ખુશી છે કે તમે પોતાની રીતે ગમે ત્યાંથી આનંદ શોધી લ્યો છો !
અંતમાં ચૂપ બેઠેલો અનંત અજ્ઞાનીને સંબોધતા બોલ્યો
હાં,
અજ્ઞાની શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે।
હર એક દિશામાંથી "અનંત" નવા વિચાર મળે છે !
"અનંત"
હવે મને ઊંઘ આવતી હતી એકલે ,,,,
https://fb.watch/lKsPAsTfWd/?mibextid=Nif5oz

No comments:
Post a Comment