અર્રે યાર્ર એ ક્યાં આપણાં હાથમાં છે.!
હિશાબ જુના પુરા કરવા કે નવા શરૂ,
એ આપણાં હાથમાં હોય તો તો જોઈએ શું.!
ખૈર વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે
એની કોઈક ચહીતીને કહેલી વાત..!
તું પણ વાંચવી હોય તો પ્રેમ થી વાંચ.!
એ સારી વાત છે કે,
તું તારા માં ડુબી રહી છે આજકાલ,
કદિ' મારા માં પણ ડુબી હતી તું..!
આમ તો જો કે હું પણ.!
ખૈર...
ડુબવુ બંને રીતે બરોબર છે, સારૂજ છે ડુબવુ.!
જગ્યા ભલે અલગ અલગ હો ડુબવાની,
રસ્તા પણ છો હોય અલગ અલગ મગર
આખરે એકજ જગા પર ભેગા થાય છે.!
અધ્યાત્મ પણ પ્રેમ સુધી જાય છે..!
અને પવિત્ર પ્રેમ અધ્યાત્મ સુધી.!
માટે મને આનંદ છે.
અહીં નહીં તો તહીં મળીશુ..!
મગર મળવાનું નીશ્ચીત છે.!
આપણું.!
એ વાત નોખી છે કે વાત નો તાર તુટી ગયો છે,
કોઈ કારણસર જે અગમ તો નથીજ.!
અને એ કારણ ખબર છે..!
તને પણ અને મને પણ..!
પણ,
વાત અહીં હીશાબ ની છે.!
જે કૈ થયુ, થઈ ગયુ! થઈ રહ્યુ છે જે કૈ પણ.!
એ પણ એક હિશાબ નો જ હીસ્સો છે..!
તો દુ:ખી થવા કરતાં
એ હિશાબ ને હીશાબ મુજબ
હસતા હસતા જ સ્વીકારી લેવામાંજ
ખરી સમજદારી છે.!
મને આટલું સમજાય છે.!
તને પણ આ હકીકત સમજાય તો,
શું ફર્ક પડે વાત થાય કે ન થાય.
તને,
હાં મને થોડો ફર્ક પડે અને,
એ મારા પુરૂષ હોવાની સજા છે..!
જે આમ તો જો કે મજાની જ છે.!
હવે આખરી વાત "અનંત"
કે,
હિશાબ તો
મારી પ્રીય ઈશ્વર પણ બદલી નથી શકતી.!
તો,
હું કે તું કહું તો શું કહું
હું કીસ ખેત કી ગાજર
ઔર તું કીસ ખેત કી મુલી.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે આવુ કાં'ક
એની કોઈ પરમ ચહીતીને કહ્યું હતું.
* ભેદી બ્લાસ્ટ*
"અનંત" તને કૈ ફર્ક નથી પડતો..
મગર...
મને પડે છે કારણ કે,
માર્રો વાંક્ક એ છે કે હું નર છું.!
"અનંત"
* બ્લાસ્ટ*
ઘણું કહ્યું છે.
ક્હ્યું છે ઘણું.
ઘણું કહ્યું નથી.
ઘણું નથી કહ્યું.
કહ્યું એના કરતા નથી કહ્યું એ ઘણું છે.!
અર્થાત્ "અનંત" કહ્યું નથી એ વધુ છે.!
"અનંત"
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે જે મળ્યા પછી
મળી નહીં એ પરમ ચહીતીને આવુ કાં'ક કહ્યું હતું. की,
ईस बार नहीं मीले तो क्या हुआ।
"अनंत" अगली बार फिर मीलेंगे।
ये आना और जाना कहां पहेली बार
या आखरी बार का है।
आना जाना तो यहीं लगातार लगा रहेगा।
ईस बार नहीं मीले तो क्या हुआ।
"अनंत" अगली बार फिर मीलेंगे।
"अनंत"
વર્ષો પહેલાં ખુદની બાબતે સ્પષ્ટ
ભાઈબંધ અનંત...
મહોલ્લા નાં એકાંતમાં....
આ ગીત દ્વારા પોતાની સ્પષ્ટતા
ભીતરની વ્યથા ને વેદના કરતો બયાં.

No comments:
Post a Comment