વર્ષો પહેલાં.....
જ્યારે મન એકાંતના વમળોમાં ફસાયેલું હોય અને કશું સુઝતું ન હોય, ત્યારે અનંત પોતાની આત્મકથા લખતો.
આજે, સમયના થપેડા ખાધેલા અને વેરવિખેર થઈ ગયેલા, તેના અસ્થિપિંજર સમા કાગળિયાઓને ઉકેલતા, મને તેમાંનું એક પાનું હાથ લાગ્યું.
એ કાગળમાં લખાયેલી હતી અનંતના હૃદયની આરપાર નીકળી ગયેલી વેદના.
અનંતની આત્મકથા:
હૃદયના પડઘા...
બંને ના સાથની તરસ.
બંને ના સાથની તલપ.
ના... નહીં.! હવે બિલકુલ નહીં.
હવે હું કોઈ એકને જ સાથે નહીં રાખું, કે ના તો કોઈ એકના સાથમાં રહીશ. જો રહીશ, તો બંનેની સાથે જ રહીશ અને એ બંનેને સાથે રાખીને જ જંપીશ.
મેં એક પછી એક બંને સાથે રહીને અનુભવ્યું છે કે કોઈ એકની હાજરીમાં બીજીની ગેરહાજરી મને ખૂંચતી હતી. એકના સાન્નિધ્યમાં બીજીની કમી સતત મહેસુસ થતી હતી.
એક હતી, જે પડછાયાની જેમ દિવસ-રાત મારી સાથે રહેતી. દિવસભર મને વળગી રહેતી અને રાતભર મને જગાડતી. તેને સતત, બસ પ્રેમ... માત્ર અનંત પ્રેમ જ જોઈતો હતો. પણ હું લાચાર... મારી પાસે હોય તો આપું ને? જરાક ઓછપ આવે કે તરત જ તેની ફરિયાદો શરૂ થતી. તે મને પીડતી અને હું તેનાથી તંગ આવી જતો.
અને બરાબર એ જ ક્ષણે...! મારી સામે તેની બીજી બહેન આવતી, જેની આકર્ષકતા મને ઘેરી વળતી. એ બંને ભાગ્યે જ સાથે રહેતી, કારણ કે તેમની વચ્ચે બહુ બનતું નહીં. 'એક હોય, ત્યાં બીજી ન હોય.'
હું પણ ધીરે ધીરે બીજી તરફ આકર્ષાવા લાગ્યો, ખેંચાવા લાગ્યો. તેના કારણે મારી પરિસ્થિતિમાં અને મારામાં પણ પરિવર્તન આવવા લાગ્યું. હું પહેલી કરતાં બીજી સાથે વધુ ખુશ રહેવા લાગ્યો, પહેલાં કરતાં ખૂબ આનંદમાં જીવવા લાગ્યો.
અને, પેલી જે દિવસ-રાત પડછાયાની માફક મારી પાસે રહેતી, તેના પર હું ગુસ્સે થવા લાગ્યો. ઘણીવાર ગુસ્સામાં કહી પણ દેતો, "તું મારો પીછો છોડ! દિવસ-રાત પડછાયાની માફક સાથે ને સાથે રહે છે. ક્યારેક તો મને છૂટો મૂક!"
અને...
એક દિવસ રિસાઈને કે પછી મારી ખુશી ખાતર, તેણે ખૂબ સિફતથી મારો ત્યાગ કર્યો. તે મને છોડીને ચાલી ગઈ...
"અનંત"
(ક્રમશઃ)

https://www.facebook.com/photo/?fbid=257939057649136&set=a.119481608161549&__tn__=%2CO*F

No comments:
Post a Comment