Bhavin 'shikhar' :)
4 hrs ·
સંબંધોની ડોર એક વાર તૂટે પછી ફરીથી જોડાઈ તો શકે, છતાંય ગાંઠ તો રહી જ જાય છે.
.
.
એ જ રીતે,
.
.
ફેસબુક પર એક વાર પોસ્ટ મૂકાઈ ગયા પછી તે 'edit' તો થઇ શકે, પણ 'edit history' તો રહી જ જાય છે.
Bhavin 'shikhar'....
@@@@@@@@@
સંબંધોની ગાંઠ અને 'એડિટ હિસ્ટ્રી'
ભાવિન 'શિખર' લખે છે:
"સંબંધોની ડોર એક વાર તૂટે પછી ફરીથી જોડાઈ તો શકે, છતાંય ગાંઠ તો રહી જ જાય છે. એ જ રીતે, ફેસબુક પર એક વાર પોસ્ટ મૂકાઈ ગયા પછી તે 'Edit' તો થઈ શકે, પણ 'Edit History' તો રહી જ જાય છે."
તો હું એમ કૌ છું કે,
સંબંધોમાં તૂટેલી ડોર સાંધવી, એ જ તો સૌથી મોટી વાત છે. તૂટેલા સંબંધને ફરી જોડવા માટે પહેલી પહેલ એ જ કરી શકે જે પોતાની ભૂલ સ્વીકારી શકતા હોય અથવા ક્ષમા આપી શકતા હોય.
અને ક્ષમા એ જ આપી શકે જેનું હૃદય વિશાળ હોય...
(જોકે મારું તો નથી જ! :))
જો કે માર્રો ભાઈબંધ "અનંત" તો ન્યા સુધી કેતો કે,
"હ્રદય વીશાળ તો દુનિયા નીશાળ"
ખૈર...
તૂટેલા સંબંધમાં ગાંઠ બાંધવી એટલે કરેલી ભૂલ સ્વીકારવી અને સુધારવી.
તો હું એમ પૂછું છું કે જ્યારે કોઈ સંબંધોની તૂટેલી ડોરને સાંધે છે, યાને ફરી ગાંઠ બાંધીને જોડે છે, તો એમાં ખોટું શું છે???
સંબંધોમાં તૂટેલી ડોર સાંધવા મારેલી ગાંઠ તરફ ફરી-ફરીને જોવાથી સંબંધ ગાઢ ના થાય. અગર એ રીતે તૂટીને કોઈ સંબંધ ફરી બંધાતો હોય, તો એમાં ખુશ થવું જોઈએ! નહીં કે સામે વાળાને વારેઘડીએ એ ગાંઠ યાદ અપાવીને એને ઢીલી કરવાનો પ્રયાસ કરવો.
બની શકે કે તૂટ્યા પહેલાના સંબંધ કરતાં, તૂટ્યા પછી જે ગાંઠ બંધાય એ વધુ ગાઢ હોય અને સંબંધ પહેલા કરતાં વધુ મજબૂત બને! જો પ્રેમ વધુ ગાઢ કરવાના પ્રયાસરૂપે ગાંઠ બાંધવામાં આવે, તો ગાંઠ કરતાં 'ગાઢ સંબંધ'નું મૂલ્ય વધી જાય છે. અને ત્યારે એ ગાંઠ પણ મૂલ્યવાન થઈ જાય છે, કારણ કે એ ગાંઠથી જ 'ગાઢ' બનવાની પ્રક્રિયા શરૂ થઈ હોય છે.
એડિટ (Edit) નું એવું જ છે...
ધન્યવાદ કહો ઝુકરબર્ગને કે જેણે જીવનમાં ભૂલ સુધારવા જેવી જ સુવિધા અહીં પણ આપી! બાકી મોટા-મોટા લેખકો અને ગુજરાતી ભાષાના રખેવાળો પણ શબ્દો અને જોડણીમાં ગજબની ભૂલો કરતા હોય છે. ક્યારેક તો ઉતાવળમાં અર્થના 'ગંદા અનર્થ' થતા પણ મેં જોયા છે!
ઘણીવાર પોસ્ટ કર્યા પછી લેખકને વધુ સારા શબ્દો મળે, અથવા એને અહેસાસ થાય કે ઉતાવળમાં કંઈક એવું લખાઈ ગયું છે જે કોઈની લાગણી દુભાવી શકે છે. ત્યારે આવનારી હર એક નબળી ક્ષણને રોકવાનો ઉત્તમ રસ્તો એટલે "Edit".
થયેલી ભૂલ મનોમન સ્વીકારીને ચૂપચાપ સુધારી લેવી, એમાં જ શાણપણ છે. જેમને માત્ર ગાંઠ જોવામાં જ રસ હશે, એ જ લોકો ગામની 'ઈ-સ્ત્રી' સોર્રીઈઈઈ (History) જોયા કરશે! :)
ચિરાગ નામના એક અજાણ્યા મિત્રની વાત પણ અહીં નોંધવા જેવી છે:
"સંબંધોમાં રહેલી ગાંઠ અને ફેસબુકમાં 'Edit History' બંને એ વાતનો પુરાવો છે કે આપણી ભૂલ હતી અને આપણે તેનો સ્વીકાર કર્યો. એમાં ખોટું શું છે? ભૂલ સ્વીકારવી એ તો બહાદુરી છે. એનાથી આપણું મહત્વ ઘટતું નથી, પણ આપણા આધ્યાત્મિક પાસાનો ખ્યાલ આવે છે!"
ખાસ નોંધ:
જ્યારે પણ મને ભાન થશે કે મારાથી કંઈ 'બફાઈ' ગયું છે, કે કાચું કપાઈ ગયું છે, અને એને કારણે મારું નાક કપાય એમ છે ત્યારે, નિજ સ્વાર્થે (તમારા નહીં, પણ મારા નાકને બચાવવા માટે) પોસ્ટ ચોક્કસ 'Edit' કરવામાં આવશે! :)
ભાવિન ભાઈ, યાર્ર તમે તો મને પણ લેખક બનાવી દેશો! પણ ભાઈ, આપણને એ નહીં ફાવે... :)
*બ્લાસ્ટ*
ભૂલ સુધારવાની તક મળવી એ તો આશીર્વાદ છે, પછી એ સોશિયલ મીડિયા હોય કે સંબંધો....
અગર જો તને સમજાય...
તુટેલા સંબંધ ફરી બંધાય...
ગાંઠ થી સબંધ ગાઢ થાય...
"ક, તીરા"
https://www.facebook.com/share/1DJigEf9h8/


No comments:
Post a Comment