ઈશ્વર નામે દાખલો.
પોત પોતાની સમજ મુજબ ઈશ્વરને ગણ્યા કરે હર કોઈ.
'ને પછી જે મળ્યો જે જવાબ ખુદને ઈશ્વર એજ અંતિમ હોય.
આમ જુવો તો આ દાખલો સાવ સરળ છે.
જો સમજાય,નહીં તો અઘરો ને અકળ છે.
નિસદિન નવો દાખલો માંડે હર કોઈ.
“અનંત” જવાબ કોઈનો આખરી ના હોય.
"અનંત"

No comments:
Post a Comment