ભુલ કોણ નથી કરતુ.?
ખામી કોનામા નથી હોતી.?
આ "અનંત" બ્રહ્માંડમાં સંપુર્ણ કંઈજ નથી.! સંપૂર્ણ કોઈજ નથી.!
એ સહજતાથી સ્વીકારવુજ રહ્યુ.
વાત એ છે કે, બીજાની પંચાત કર્યા વીના.!
બીજાની ખામીઓ શોધવા કરતા, ખુદમા રહેલી ખામીઓને શોધો અને સુધારો...
બીજાની ભુલો શોધવા કરતા, પોતાની ભુલો જુવો .! ખુદની ભીતર ઝાંકો.! અગર ખુદને ખબર પડે કે જાણે અજાણે ભુલ થઈ ગઈ છે.!
તો, સહજતાથી સ્વીકારો...
ક્ષમા માંગો.!
અને ફરી, જેવી થઈ તેવી ભુલ ક્યારેય નહીં થાય એવુ જાતને અને જાણકારને વચન આપો.!
આ બધુ વીના દંભે કરો..!
માત્ર નીજ સ્વાર્થે નહીં.!
બલ્કે ખુદના અને સૌના ભલા માટે કરો...
બાકી તમે દુનિયા ભરના ધર્મ ગ્રંથો વાંચો કે મહાન સંતો ના પ્રવચનો સાંભળો..
ત્યાં સુધી મારા તમારા કે અન્ય કોઈમા કોઈજ પરીવર્તન નહીં આવે.!
કૈંજ ફર્ક નહીંજ પડે.!
જ્યાં સુધી તમે ખુદ નક્કી નહીં કરો કે,
"હાં.! મારે બદલવું છે.! "
મારે મારી મારાથી થયેલી ભુલો અને એ ભુલો ને બદલાયેલા અનહદ જુઠ બાદ, થયેલી ભુલો છુપાવવાના લાખ પ્રયાસ બાદ
સાબીત થયેલી ભૂલોને સ્વીકારવી છે.!
મારી ભુલો થકી દુભાયેલી વ્યક્તિની માફી માંગવી છે.!
મારી ભુલો થકી સામેની વ્યક્તિએ કરેલી ભૂલોને પણ માફી આપવી છે.!
મારા મા જે અઢળક ખામી છે.!
તેને દૂર કરવી છે.!
ટુંકમાં મારે હવે બદલવું છે.! મારે જાતેજ મારી જાતને બદલવી છે.!
એવું જ્યાં સુધી તમે ખુદ નક્કી નહીં કરો.!
ત્યાં સુધી.! કોઈના સુવીચારો, કોઈના ઉપદેશો.!
ધર્મ ગ્રંથો ના વાંચનો કે ધર્મ ગુરૂઓ સંતોના મુખેથી મધુર વાણીમાં નીકળતા પ્રવચનો.!
પણ.!
તમને મને કે, કોઈને પણ.!
બદલી નહીંજ શકે..!
સંતો ગ્રંથો ના શબ્દો તો શું.!
ઈશ્વર પણ તમને બદલી બદલાવી નહીં શકે.!
જ્યાં સુધી તમે જાતેજ જાતને બદલવાનુ નક્કી નહીં કરો, દુનિયાની કોઈ તાકાત મને તમને કે કોઈને બદલી નહીં શકે.!
"અજ્ઞાની" તારા સિવાય તને કોઈ બદલી નહીં શકે.
અને મને મારા સિવાય કોઈ બદલી નહીં શકે.
આવું કાં'ક,
વર્ષો પહેલાં...
મારા ભાઈબંધ
"અજ્ઞાની " એ મને અને અનંત ને મધ રાતે ખંડેરના એકાંતમાં...
ચાયના ઘુંટડે ઘુંટડે,
ટુકડે ટુકડે...
સમજાવતા કહ્યું હતું..!
"અજ્ઞાની"
ઉવાચ.!
અર્થાત્ :-
"અજ્ઞાની"
ઉપર વાંચ..!
No comments:
Post a Comment