ક્લાઈમેક્સ
શું પરીયા તું એવુ ઈચ્છે છે કે,
આ તમામે તમામ
જે પ્રેમની વાતો, ગીતો ગઝલો યા કવીતા મા લખાય છે.
પછી કોઈ ગાયક ગાઈકા ના મધુર કંઠે ગવાય છે.
જેવા પ્રેમ ની કહાની નવલકથાઓમાં લખાય વંચાય છે.
જેવો પ્રેમ નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
તે બધુ સદંતર બંધ થઈ જાય...?
જન્મ અને જીવન ખત્મ થઈ જાય.?
પ્રેમ નો અંત આવી જાય.?
અને પૃથ્વી લુપ્ત થઈ જાય..?
&&&
ક્લાઈમેક્સ બાદ
થોડી મધ્યાંતર પહેલાંની વાત
એક છોકરો છોકરી, એક સ્ત્રી પુરૂષ,
એક પતિ પત્ની...
આ તમામ ની આંખમાં એક સપનુ હોય છે.
એક ઝંખના હોય છે.
વાસ્તવમાં તો અંદર હોયજ છે.!
મગર મોટા ભાગે બહાર વાંચેલી યા જોયેલી હોય છે.
જો કે આમ તો એ પણ
અંદરથીજ બહાર આવી હોય છે.
કવીતા, ગીત, ગઝલ, નાટક કે ચીત્ર કે ચીત્રપટ
કોઈ પણ રૂપે કોઈ પણ સ્વરૂપે બહાર આવતી
એ એજ ઝંખના એજ ઈચ્છા હોય છે.
જે યા તો શરૂ ન થઈ હોય,
યા તો અધુરી રહી હોય.
વાંચકો, શ્રાવકો, યા દર્શકો તમામ ના મનમાં
એના આધારે મનગમતી
એક મજબૂત ધારણા બંધાય છે.
કે, મારો પ્રેમી આવો હોવો જોઈએ.
મારી પ્રેમીકા આવી હોવી જોઈએ.
મારો પતિઆવો હોવો જોઈએ.
મારી પત્ની આવી હોવી જોઈએ.
પુછીએ કેવી.?
વર્તમાન માં પરમ ચરમ અખંડ અનંત આનંદ હતો અને ભવિષ્યની કોઈ ખાસ ચીંતા નહોતી ત્યારે પણ.!
અને અત્યારે પણ..!
તેથી મુડ હતો મૌજ હતી તેથી ઉપલા મજલે એકાંતમાં ભાઈબંધો ના કાગળિયા નો થપ્પો લૈને હું તો બેસી ગયો.
એક પછી એક કાગળ ઉથવતો જતો હતો, અને મારી જાણ બહાર મારો જીવ ખંડેર માં પહોંચી ગયો...
શિયાળાની હાડ થીજાવતી ટાઢા જામતી જતી હતી.
ઘોર અંધારી રાત જામતી જતી હતી.
અને, ચાયની ચુસ્કી ભરતા ભરતા...
અમારી વચ્ચે વાત જામતી જતી હતી.
વર્ષો પહેલાં....
વાત નો વીષય હતો
*પ્રેમ*
જે ગીતો, ગઝલો યા કવીતા મા લખાય છે.
વાર્તા યા નવલકથાઓમાં વંચાય છે.
નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
તેમાં તમામ માં પ્રેમ પાયાનો વીષય હોય છે.
મીલન બાદ
ત્યાગ બલીદાન વીરહ વેદના વ્યથા પીડા...
આ તમામ તબક્કા જે પ્રેમની આડ પેદાશ હોય છે.
પરીયા...
ગીતો, ગઝલો યા કવીતા વાર્તાઓમાં નવલકથાઓમાં
નાટક યા ફિલ્મોમાં હંમેશા
ઉત્કૃષ્ટ પ્રેમ નુ દર્શન યા પ્રદર્શન થાય છે.!
અમુક ખાસ દિવસોમાં પ્રેમીઓ એકબીજાને
કિંમતી ભેટ સૌગતો આપી પોતાનો
એકબીજા પ્રત્યેનો અતુટ પ્રેમ
અને લાગણી વ્યક્ત કરે છે.
એ પ્રેમ પ્રચુર યુવક યુવતી યા
પ્રેમ ના અંતે થયેલા પતિ પત્ની
એક બીજા માટે સતત અતુટ લાગણી
એવં પરમ ચરમ અખંડ પ્રેમ દર્શાવે છે.
બંને સામા પાત્ર ની ખુશી માટે
યા તો યેનકેન પ્રકારે એકબીજાને ખુશ કરવા
સુખી કરવા તત્પર હોયછે.
અને જરૂર પડ્યે એક બીજા માટે
પ્રેમ થી પોતાના સુખનો ત્યાગ કરવા પણ
તૈયાર હોય અને કરે છે.
આવો પ્રેમ જે અનંત અનંત યુગોથી
ગીતો, ગઝલો યા કવીતા મા લખાય છે.
વાર્તા યા નવલ કથા ઓમાં વંચાય છે.
નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
ચાયની પીયાલી હાથમાં લઈ
અનંત બોલતો જતો હતો.
અજ્ઞાની ચુપચાપ સાંભળતો હતો.
મગર મારા મનમાં યક્ષ પ્રશ્ન સળવળતો હતો.
જે આખરે મે અનંત ને કર્યો.
એ બધુ તો બરોબર અનંત મગર
તારી વાત સાંભળી ને મને એક પ્રશ્ન ઉદભવે છે.
સુર્રરરરરર કરતાક ચાયનો છેલ્લો ઘુંટ ભરી,
ખાલી પીયાલી ટીપોય પર મુકતા અનંતે કહ્યું.
બોલ.!
મે અનંત ને પુછ્યું કે શું અનંત
જે પ્રેમની વાતો, ગીતો ગઝલો યા કવીતા મા લખાય છે.
જેવા પ્રેમ ની કહાની નવલકથાઓમાં લખાય વંચાય છે.
જેવો પ્રેમ નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
તેવો પ્રેમ એક યવક યુવતી વચ્ચે
એક સ્ત્રી પુરૂષ વચ્ચે અને અંતમાં
એક પતિ પત્ની વચ્ચે
તેના જીવનમાં આવોજ ઊતમ અને ઉત્કૃષ્ટ પ્રેમ
વાસ્તવમાં હોય છે.?
મારો સવાલ સાંભળી અજ્ઞાનીએ
પોતાની દાઢી પર આંગળી ઘુમાવતા
મુછમા ગુઢ હાસ્ય કર્યું.
અને અનંતને પણ ગુઢ બ્લાસ્ટ કર્યો...
પરીયા...
તો ફરી જીવન જન્મેજ નહીં.!
અપવાદ બાદ કરતાં કરોડો લાખો માં
કોઈ એવા પ્રેમી યા પતિ પત્ની
આ જગતમાં હોય પણ શકે છે.!
મગર એ સીવાય આ તમામ
કેવળ મસ્ત મધુર કલ્પના છે.!
અલૌકિક ભ્રમ છે.!
મે કહ્યું અનંત તો પછી આ બધુ
જે પ્રેમની વાતો, ગીતો ગઝલો યા કવીતા મા લખાય છે.
જેવા પ્રેમ ની કહાની નવલકથાઓમાં લખાય વંચાય છે.
જેવો પ્રેમ નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
એ બધું શું.?
અનંતે ફરી બ્લાસ્ટ કરતાં
સાવ ટુંકમાં કહ્યું.
મનમાં ધારેલી ધરબેલી "અનંત" અધુરી ઈચ્છા.!
&&&&&
ક્લાઈમેક્સ
શું પરીયા તું એવુ ઈચ્છે છે કે,
આ તમામ
જે પ્રેમની વાતો, ગીતો ગઝલો યા કવીતા મા લખાય છે.
પછી કોઈ ગાયક ગાઈકા ના મધુર કંઠે ગવાય છે.
જેવા પ્રેમ ની કહાની નવલકથાઓમાં લખાય વંચાય છે.
જેવો પ્રેમ નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
તે બધુ સદંતર બંધ થઈ જાય...?
જન્મ અને જીવન ખત્મ થઈ જાય.?
પ્રેમ નો અંત આવી જાય.?
અને પૃથ્વી લુપ્ત થઈ જાય..?
&&&
ક્લાઈમેક્સ બાદ
થોડી મધ્યાંતર પહેલાંની વાત
એક છોકરો છોકરી, એક સ્ત્રી પુરૂષ,
એક પતિ પત્ની...
આ તમામ ની આંખમાં એક સપનુ હોય છે.
એક ઝંખના હોય છે.
વાસ્તવમાં તો અંદર હોયજ છે.!
મગર મોટા ભાગે બહાર વાંચેલી યા જોયેલી હોય છે.
જોકે એ પણ આમ તો જો કે
અંદરથીજ બહાર આવી હોય છે.
અને એના આધારે એક મજબૂત ધારણા બંધાય છે.
મારો પ્રેમી આવો હોવો જોઈએ.
મારી પ્રેમીકા આવી હોવી જોઈએ.
મારો પતિઆવો હોવો જોઈએ.
મારી પત્ની આવી હોવી જોઈએ.
પુછીએ કેવી.?
તો બંને પોત પોતાની એકજ સરખી ઝંખના
જણાવતા કહે છે કે,
જે પ્રેમની વાતો, ગીતો ગઝલો યા કવીતા મા લખાય છે.
પછી કોઈ ગાયક ગાઈકા ના મધુર કંઠે ગવાય છે.
જેવા પ્રેમ ની કહાની નવલકથાઓમાં લખાય વંચાય છે.
જેવો પ્રેમ નાટક યા ફિલ્મોમાં ભજવાય છે.
બસ્સ એવી..!
અનંતે કહ્યું.
મગર એ વાત નોખી છે કે,
પ્રેમ વીષે લખાતું, પ્રેમ વીષે ગવાતું યા
પ્રેમ વીષે ભજવાતું હોય છે.
શું ખરેખરા જીવનમાં
એવુ પ્રેમમય જીવન વાસ્તવમાં જીવાતું હોય છે.
જેવુ કલાકારો દ્વારા કવીતા માં લખાય છે.
જેવુ કલાકારો દ્વારા ગીત ગઝલોમા ગવાય છે.
જેવુ અદાકારો દ્વારા નાટકોમાં ફીલ્મોમા
બખૂબી ભજવાય છે.
એવુ પ્રેમમય જીવન વાસ્તવમાં જીવાતું હોય છે.
એવો વાંચકોને શ્રાવકોને તેમજ દર્શકોને,
ભ્રમ હોય છે.
ભાગ્ય થી કોઈ સમયે એક ક્ષેત્ર મા
એક યુવક એક યુવતી.
એક સ્ત્રી એક પુરૂષ
જે પ્રેમ વીષે સાથે બેસી લખતા હોય,
એ પ્રેમ ના ગીતો સાથે બેસી ગાતા હોય,
ઉત્કટ પ્રણય દ્રશ્યો જે સાથે મળી ભજવતા હોય,
સમય જતાં વધુ નીકટ થતાં
સાચેજ સાથે જોડાઈ જતા હોય છે.
પછી વીકટ સ્થીતી અને
વીપરીત પરીસ્થતી નું નુર્માણ થતું હોય છે.
આવુ એ તમામ ના વાસ્તવીક જીવાતા
જીવન માં જોયુ જાણ્યું છે.
અપવાદ બાદ કરતા
તેઓ તમામ દ્વારા
જેવુ લખાયુ કે લખાતુ હોય તેવુ જીવાતુ નથી હોતું.
જેવુ ગવાયુ કૈ ગાયું હોય તેવુ જીવનમાં ગવાતુ હોતુ.
જેવુ નાટકોમાં યા ફિલ્મોમાં ભજવાયુ હોય,
તેવુ વાસ્તવમાં નથી ભજવાતું હોતું.
અગર ગીતો ગઝલો નાટકો ફીલ્મોમા પ્રેમ કેવો હોવો જોઈએ ખરા પ્રેમી કેવા હોવા જોઈએ.
પતિ પત્ની બન્યા પછી લગ્ન જીવન કેવુ હોવુ જોઈએ
આવા તમામ જીવન લક્ષી ઉત્કૃષ્ટ ઉદાહરણ
વાર્તા નવલકથા નાટકો ફિલ્મમાં આપવામાં આવે છે.
આવી ફીલ્મો જોઈને અગર કોઈ યુવક યુવતી
કોઈ પતી પત્ની એ પ્રમાણે ઉતમ પ્રેમ કરવા નો યા
લગ્ન બાદ એ પ્રમાણે જીવવાનો નીર્ધાર કરે અને ખરેખર એ પ્રમાણે જીવે તો એ પગલુ આવકાર દાયક છેજ..!
મગર અપવાદ બાદ કરતા
વાસ્તવમાં એવી શક્યતા ઓછી છે.
એટલે જ તો વર્ષો પહેલાં
આ દુનિયાના પ્રેમ કરતા યુગલો ના પ્રેમ બાદ
પ્રભુતામાં પગલાં પાડી રંગેચંગે લગ્ન બંધનમાં બંધાયા પછી થોડા જ સમયમાં લડતા ઝગડતા અને અંતે
કોઈ સમયે એકબીજાને અનહદ પ્રેમ કરતા
પતિ પત્ની ને છુટા પડતાં જોયા પછી
વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે લખેલી
કડવી વાસ્તવિકતા આજે પણ સાર્થક લાગે છે.
* બ્લાસ્ટ*
ક્ષણ માં જે મજા હોય છે
તે સતત માં નથી હોતી.
"અનંત" કલ્પના માં જે મજા હોય છે
તે હકીકત માં નથી હોતી.
"અનંત"
પહેલા તો ટેરવા ના સ્પર્શ માત્ર થી
ઝણ ઝણતુ "અનંત" આખુય શરીર.
અને હવે આખુય શરીર આલિંગન માં
તોયે ટેરવું ના ઝણઝણે લગીર..
"અનંત"
જો કે આ તો આ જગતના લોકો ના જીવનની વાસ્તવિકતા છે.
જ્યારે અનંત ખુદની વાત કરતા કહેતો કે
મને તો ક્ષણ માં જે મજા આવે છે.
મજા એજ સતત માં પણ આવે છે.
"અનંત" કલ્પના માં જે મજા આવે છે.
મજા એજ હકીકત માં પણ આવે છે.
"અનંત"
મારૂ તો પહેલા પણ ટેરવા ના સ્પર્શ માત્ર થી
ઝણ ઝણતુ હતું "અનંત" આખુય શરીર.
આજે પણ જ્યારે આખુય શરીર આલિંગન માં
આવે છે ત્યારે ઝણઝણે છે મારૂ ઝમીર.
"અનંત"
અંતમાં અનંતે
મારા સવાલનો જવાબ આપતા કહ્યું હતું કે,
અપવાદ બાદ કરતા,
પ્રેમ ના વીષય માં
જે કૈ પણ લખાય છે, બોલાય છે,
ગવાય છે, ભજવાય છે.
તે તમામ કેવળ
ભીતર રહેલી "અનંત" અધુરી ઈચ્છાઓ
"અનંત" અધુરી ઝંખનાઓનુ
પરીણામ હોય છે.
પડઘો હોય છે,
અને પ્રતીબીંબ હોય છે.
"અનંત"
આગળ નો તાંતણો અહીં સંધાય છે.
https://pkatira.blogspot.com/2014/08/blog-post_15.html
No comments:
Post a Comment