આજે પણ ફરી ઘોઘી બોલી શું ફર્ક પડે..!
ઘોઘી વાતે વાતે કહેતી મને કોઈજ ફર્ક ના પડે ..!
ઘોઘો કહે કે જેને ચાહતા હોઈએ એ દૂર જાય
તો તકલીફ તો થાય ..
તો ઘોઘી કહેતી,
ના ..! એ આવે કે જાય મને તો કોઈ ફર્ક ના પડે ..!
ઘોઘી એ વાત વજન દઈને કહે છે ...
હવે મને કોઈજ વાતનો કઈ ફર્ક પડતો નથી.!
ત્યારે સોફા પર સીધા બેઠેલા ઘોઘાએ ટીપોય પર પગ લંબાવી ...
બેઉ હાથના આંગળા ભેગા કરી માથા પાછળ હાથ રાખતા,
સોફાને ટેકે માથું ઢાળી
આળસ મરડતા મરડતા આળસુ સ્વરે કહ્યું .
ઘોઘી તું ભલે પોતાને બૌ હોશિયાર સમજે ..!
અને વાત વાતમાં કહે કે મને કોઈજ ફર્ક નથી પડતો .
પણ ,
ઘોઘી પળમાં સમજી ગઈ કે હમણાં ભૂત પ્રગટ થશે જ ...
કેમકે ઘોઘો ખરેખર નામ મુજબ ગુણ ધરાવતો હતો.
સમજોને નામ બરાબરનું સાર્થક કરતો હતો. કાયમ ..!
એનામાં પોતાનામાં બુધ્ધિ જેવુ ખાસ કૈજ નૈ અકલે જ્યારે જ્યારે...
ઘોઘી તરફથી કોઈ સવાલ આવે ત્યારે ત્યારે....
પોતાની પણ નહીં ..! પોતાના ભાઈબંધની પણ નહીં .!
પણ છેક ભાઈબંધના ભાઈબંધની ઉછી ઊધારીની બુધ્ધિ વાપરે ...
અને વર્ષો પહેલા એણે જે કહ્યું હોય એજ દોહરાવે ...
આટલા વર્ષે ઘોઘી એ વાત બરોબર પામી ગયેલી .
અને સાચે એવુજ થયું જેવુ ઘોઘીએ વિચાર્યું હતું મનમાં .
આળસુનો પીર ઘોઘો આળસ મરડતા મરડતા
આળસુ સ્વરે તરતજ બોલ્યો .
ઘોઘી મારા ભાઈબંધનો ભાઈબંધ કહેતો કે ..!
આમ કહી ઘોઘાએ ભાઈબંધના ભાઈબંધની વાત કરતાં .
પોતાની મેળે એળે જાય જાય એવું
ગુજરાતી શબ્દોનું ભાષાંતર કરીને અકલે કે ,
પ્યોર અંગ્રેજીમાં કન્વર્ટ કરીને ઘોઘાએ ઘોઘીને કહ્યું ..
ઘોઘી તું ભલે વાતે વાતે કહ્યા કરે કે તને હવે..!
કોઈ વાતે કોઈજ ફર્ક નથી પડતો...
પણ ભાઈબંધ ના ભાઈબંધે વર્ષો પહેલા...
તારા જેવી અક્કલ મઠ્ઠી એની કોઈ ચહીતિને,
જ્યારે એ પણ તારીજ માફક હુશિયારી મારતી ત્યારે...
ચોખ્ખુને ચટ્ટ કહી દીધેલું કે,
ઘોઘો જટ મૂળ વાત પર નહોતો આવતો અકલે ,
ઘોઘી ગુસ્સે થઈ ગઈ . અને ઘોઘા પર ચિડાઈ ચીલ્લાઈને કહ્યું .
શું ક્યારનો ભાઈબંધ ના ભાઈબંધે કહેલું ,
ભાઈબંધ ના ભાઈબંધે કહેલું કરે છે .!
એને જે કહ્યું હોય એજ તારે કહેવું હોય તો લાબુ ખેંચ્યા વગર જટ બોલને ...!
ઘોઘિયુને ઘોઘા કરતાં ઘોઘાના ભાઈબંધના ભાઈબંધે શું કહ્યું હતું ,
એ જાણવા સાંભળવામાં કાયમ દિલચસ્પી રહેતી .
ઘોઘો નફ્ફટાઈ થી બોલ્યો .
"હું સ્ત્રી નથી સમજી ..!"
ખરેખર ઘોઘી કશુજ્જ ના સમજી .
કે, જટ બોલવા સાથે સ્ત્રીને શું લાગે વળગે .
પણ જો સવાલ કરે તો મૂળ મુદો છૂટી જાય ..!
અને આ નમૂનો ભળતીજ વાતે ચડી જાય ..
એના કરતાં વચ્ચે ના બોલવામાં મજા .!
એમ વિચારી બિચારી ઘોઘીએ .
ઘોઘાને પ્રેમથી પપલાવતા સમજાવાતા એટલુજ કહ્યું .
"ઘોઘા જરા સરખું સમજાય એમ સીધી રીતે વાત કરને ..! "
"કેમ ..?" ઘોઘાએ ઘોઘી સામે વેધક નજર ફેંકી કહ્યું "કેમ ..?"
અકલે ઘોઘીએ ખૂબ હળવા સ્વરે કહ્યું.
કેમ શું ઘોઘા ...તારું બોલેલું અડધું તો ઉપરથી ટપી જાય છે ..!
ઘોઘાએ ગુસ્સે થઈ સામે ને સામે જોતી ઘોઘીને કહ્યું .
તો આંખો ફાડી ફાડી ને સામે નો જોવાય ...
હું બોલું ત્યારે વાતોમાં ધ્યાન અપાય ...
તો અંદર જાય...
કઈ સમજાય છે...!!!
"થોડું થોડું, પણ સમય આવ્યે થોડું વધુ સમજાઈ જશે...
ભાગ્યમાં હશે તો બધુ સમજાઈ જશે .! તું વાત તો કર કે ,
આખરે તારા ભાઈબંધના ભાઈબંધે શું કહ્યું હતું ..! "
પણ જરા સમજાય એમ સીધુ બોલજે હો ઘોઘા..
પણ જરા સમજાય એમ સીધુ બોલજે હો ઘોઘા..
ઘોઘીએ સાવ ધીમેકથી કહ્યું .
છતાં ઘોઘાએ ધીમેકથી જવાબ ના આપ્યો .
એ ચિલ્લાયો...
નૈ ફાવે મન આથી વધુ સીધુ બોલતા, નૈ ફાવે..!
" અચ્છા ચાલ તને જેમ ફાવે તેમ બોલ બસ..!
"બોલ હવે તારા ભાઈબંધ ના ભાઈબંધે શુ કહ્યુ હતુ.? "
નૈ ફાવે મન આથી વધુ સીધુ બોલતા, નૈ ફાવે..!
" અચ્છા ચાલ તને જેમ ફાવે તેમ બોલ બસ..!
"બોલ હવે તારા ભાઈબંધ ના ભાઈબંધે શુ કહ્યુ હતુ.? "
ઘોઘી ... મે તો તને કેટલીય વાર એ વાત કહેવાની કોશિશ કરી .
પણ તું છે કે વચ્ચે ને વચ્ચે બીજી વાતો ઘૂસેડે છે ..!
"ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે "
ઘોઘી આ જૂનું ને જાણીતું વાક્ય મનોમન બબડી .
બાકી, ઘોઘીના મનમાં તો ક્યારનો ગુસ્સો ધૂંધવાતો હતો .
છતાં સાંભળવાની જિજ્ઞાસાને કારણે ,
ઘોઘીએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને ઘોઘાને કહ્યું .
"ચાલ હવે હું વચ્ચે નહીં બોલું બસ !
હવે તું બોલ શું કહેતો હતો તારા ભાઈબંધનો ભાઈબંધ...?"
ઘોઘો કહે .
" હવે શું બોલે ..! હવે તો હું ભૂલી ગયો "
અને ઘોઘીનો પીતો ગયો .
અંગુઠોને આંગળી ભેગા થવા લાગ્યા .
ઘોઘાના પગની બાજુમાં ટીપોય પર થોડી જગામાં ,
ઘોઘા સામે બેઠેલી ઘોઘીએ એક તીખી નજર ઘોઘાના પગના પંજાથી,
ધીરે ધીરે છેક સાથળ સુધી ફેરવી પછી ઘોઘા સામે જોયું .
ઘોઘીના હાથની નાજુક અંગૂઠા ને આગળીના,
તીણા તીખા ચીટીયાનો સ્વાદ અનેક વખત ચાખેલો ઘોઘો સમજી ગયો .
હવે જોખમ સાથળ પર છે.
ઘોઘી ચીટિયો ભરશે અને ફરી જૂના ઘાવ ચચરશે ....
એટલે જેવુ ઘોઘીએ ઘોઘાના પગના પંજાથી સાથળ પર ,
નજર કરતાં કરતાં ઘોઘા સામે જોયું કે તરત ઘોઘો બીકનો માર્યો
ભોળા ભાવે બોલ્યો .
આમ ગુસ્સાથી શું જુવે છે ..! વાત કરું છું ને .! કરું છું વાત .!
પણ ..!
પેલ્લા એક કામ કરને..! ઘોઘી ,
તું એક કામ કર, આજ મારે ચાય નથી પીવી ,
ખાલી એક અડધો ગ્લાસ પાણીનો ભરતી આવ જા .
અટલે પાણી પી ને પછી હું તને નિરાંતે
ભાઈબંધના ભાઈબંધે વર્ષો પહેલા કહેલી વાત કૌ .
"અબ આયા ઊંટ પહાડ કે નીચે "
ઘોઘા જેવા માણસો માટે રચાયેલું બે નામી આ જૂનું ને જાણીતું વાક્ય,
ઘોઘી મનમા બોલી હોઠમા મુશ્કુરાતી પાણી લેવા પાણિયારે ગઈ ...
પાણી ભરીને આવીને પાછી ઘોઘાનો પગ ,
ટીપોય પરથી ઉપાડી ઝટકો મારી નીચે ઉતારી પોતે બેસી ગઈ .
અને પાવરથી ઘોઘાને કહ્યું .
"ચાલ બોલ હવે શું કહેતો હતો તારા ભાઈબંધનો ભાઈબંધ..? "
"કૌ છું પણ એમાં આમ આવી રીતે શું બોલે છે ..!"
ઘોઘાએ આંખો ચોળતા ચોળતા કહ્યું.
"ઊંઘવાનું નથી..!"
" હાં ભૈ હાં હવે કોઈ સૂતું નથી આંખોય ના ચોળાવી કે મારે..! વાત કરે છે તે "
"ચોળાઈ ગઈ...! તો હવે વાત શરૂ કર.."
ઘોઘાએ વાત શરૂ કરી ...
પણ વાત શરૂ કરતાં પહેલા ઘોઘાએ ઘોઘીને પૂછ્યું .
ઘોઘી સાચું કહેજે ખરેખર તને કોઈની ગમતી ના ગમતી વાતો જાણીને ,
કે પછી કોઈના સારા ખરાબ શબ્દો વાંચીને ,
કે પછી, સૂર બસુરું સંગીત સાંભળીને ,
કે પછી કોઇની સારી હલકી વર્તુણાકને કારણે ,
કે પછી કોઈ પણ સારી ખરાબ ઘટનાથી
તને ખરેખર કોઈજ ફર્ક નથી પડતો ..!?
ઘોઘી મુંજાઈ ગઈ કેમકે હુશિયારીમાં ને હુશિયારીમાં બોલતા તો બોલી ગઈ
કે, મને કોઈ ફર્ક નથી પડતો હવે,
પણ હવે ઘોઘી પાસે ઘોઘાના અઢળક સવાલોનો જવાબ નથી .
અકલે ઘોઘાના સવાલોનો જવાબ આપવાનું ટાળતા ઘોઘીએ ઘોઘાને કહ્યું.
" આ બધા સવાલો સાથે તારા ભાઈબંધના ભાઈબંધોની વાત સાથે શું લેવા દેવા .?"
"અને ઘોઘા મે તને , મને આટલા બધા સવાલો કરવાનું નથી કહ્યું. "
"ઘોઘી તો હું એમ સમજુ કે તને ફર્ક પડે છે ..?
"ના ..!"
ઘોઘા તું મારા મોઢે એક ના એક જાવાબ શા માટે સાંભળવા માંગે છે.!
"કાચું કપાય ના જાય અને બોલવામાં બફાય ના જાય માટે "
"તને એક વાત પૂછું ઘોઘા ..!"
ના ઘોઘી હવે તું ચુપજ રે'
વાત ત્યાથીજ શરૂ થઈ છે.
જ્યારે તે કહ્યું કે તને કોઈજ ફર્ક નથી પડતો ..!
"હાં તો નથી જ પડતો "
ઘોઘાને ઘોઘીની વાત પર હસવું આવ્યું .
અકલે મનમાં જ હસી લીધું.
અને પછી ફરી ઘોઘીને પૂછ્યું .
" તો હજુ તું એજ વાત પર અડગ છે .!
કે તને ફર્ક નથીજ પડતો..!?'
"હાં ..!"
"એટલે ફર્ક પડે છે એમ ને ..? "
"ના..!"
"અચ્છા.. તો સાંભળ ઘોઘી ..!"
એમ કહી .
સોફા પર સીધા બેઠેલા ઘોઘાએ ટીપોય પર ઘોઘી બેઠી હતી અકલે
બાજુમાં બધેલી થોડી અમથી જગા પર પગ લંબાવી ...
બેઉ હાથના આંગળા ભેગા કરી માથા પાછળ હાથ રાખતા,
સોફાને ટેકે માથું ઢાળી
આળસ મરડતા મરડતા આળસુ સ્વરે કહ્યું .
ઘોઘી તું ભલે પોતાને બૌ હોશિયાર સમજે ..!
અને વાત વાતમાં કહે કે મને કોઈજ ફર્ક નથી પડતો .
પણ ..!
ઘોઘી મારા ભાઈબંધનો ભાઈબંધ કહેતો કે ..!
આમ કહી ઘોઘાએ ભાઈબંધના ભાઈબંધની વાત કરતાં .
પોતાની મેળે એળે જાય જાય એવું
ગુજરાતી શબ્દોનું ભાષાંતર કરીને અકલે કે ,
પ્યોર અંગ્રેજીમાં કન્વર્ટ કરીને ઘોઘાએ ઘોઘીને કહ્યું ..
વર્ષો પહેલા મારા ભાઈબંધના ભાઈબંધે
તારા જેવી અક્કલ મઠ્ઠી એની કોઈ ચહીતિને,
જ્યારે એ પણ તારીજ માફક હુશિયારી મારતી ત્યારે...
ચોખ્ખુને ચટ્ટ કહી દીધેલું કે,
આંખો પટપટાવતી ઘોઘી ઘોઘાની સામે ને સામે જોયા કરે છે.
અને ઘોઘો કહે છે ..!
"જ્યારે કોઈ એમ કહે છે કે મને કોઈજ ફર્ક નથી પડતો..!"
"હકીકતમાં ત્યારેજ બૌ મોટો ફર્ક પડી ચૂક્યો હોય છે "
અને , એ પડેલો ફર્કજ એને એમ બોલવા મજબૂર કરે છે કે ,
"મને કોઈજ ફર્ક નથી પડતો"
"બસ આટલુજ કહ્યું હતું તારા ભાઈબંધના ભાઈબંધે ,
એની મારા જેવી અક્કલ મઠ્ઠી ચહિતી ને .?"
"ના .!
આમ તો જો કે આટલામાજ બધુ આવી જાય છે પણ ..!"
આમ તો જો કે આટલામાજ બધુ આવી જાય છે પણ ..!"
ભાઈબંધના ભાઈબંધે એની ચહિતીને ,
એની વાતો મુજબ ઘણું કહ્યું હતું .
એણે એમ પણ કહ્યું હતું કે ...
હવે ઘોઘાએ
પોતાની મેળે એળે જાય જાય એવું
ગુજરાતી શબ્દોનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને અકલે કે ,
પ્યોર અંગ્રેજીમાં કન્વર્ટ કરીને ઘોઘાએ ઘોઘીને કહ્યું ..
ઘોઘી ફર્ક એને ના પડે જે આર્ટિફિસિયલ હોય ,
પ્લાસ્ટિકના ફૂલ જેવુ .
પણ જે નેચરલ હોય એને જરૂર ફર્ક પડે..!
સુગંધિત ફૂલ જેવુ .
અર્થાત :- જડ હોય એને કોઈ અસર ના થાય ..
પણ જીવંત હોય જે જીવતું હોય એને તો ફર્ક પડે પડે ને પડેજ ..!
અગર જેને, જે કોઈને ફર્ક ના પડતો હોય તે
જીવંત છેજ નહીં એમ માની લેવાનું .
હામ્મ ..! ઘોઘીએ કૈ બોલી નહીં ખાલી હામ્મ કર્યું.
પછી ઘોઘાએ આગળ ચચલાવ્યું .
સાંભળ ઘોઘી .
એજે તારા જેવી ઘોઘી હતીને ...
"હં " ઘોઘીએ ઘોઘા સામે એકીટસે જોતાં જોતાં હકાર ભણ્યો .
હાં એ તો બૌ અધ્યાત્મિક ઊંચાઈએ પહોચેલી માયા હતી.
અકલે ભાઈબંધના ભાઈબંધે જ્યારે એને એમ કહ્યું કે ,
મને કોઈજ ફર્ક નથી પડતો ત્યારે કહેલું .
"અક્કલ વગરની તું જે ઊંચાઈએ પહોચેલી છે ને ..!
એને તો કોઈનામાં કે પોતાનામાં નાનામાં નાનો એટલેકે ,
શૂક્ષ્મમાં શૂક્ષ્મ ફેરફાર થાય તો અન મન હ્રદય ઝણઝણી જાય .!
અકલે કે વાયબ્રેશન આવે ..!
બૌ હુશિયારી ના માર .. !
"હ્રદયની વિશાળતા હોય એટલે અસર જાજી ના કરે એ વાત નોખી છે "
"બાકી ભીની માટી થોડી સૂકી થઈ જાય અને સૂકી થોડી ભીની .! સમજી .! "
"તું મને પૂછે છે ..?"ઘોઘીએ ઘોઘાને પૂછ્યું .
"અહ હું તને નથી પૂછતો ઘોઘી.."
"એ તો પેલા એ પેલીને આવું કહેલું એ કૌ છું ."
"અચ્છા.. પણ ઘોઘા આ ભીની સૂકી માટી વાળી વાત મને ના સમજાણી ."
"એ તો ઓલિનેય નો'તી સમજાણી .."
"એને તારી જેમજ કહેલું . "
" હાં પણ તો પછી તારા ,, "
ઘોઘી ને વચ્ચેજ અટકાવી ઘોઘાએ કહ્યું .
"હું એજ કૌ છું ..! તું શાંતી રાખ્ખ .!
વચ્ચે બોલ બોલ ના કર નૈ તો હું પાછો ભૂલી જઈશ ..."
"ભૂલક્ક્ડ ભૂત જેવો " આવું ઘોઘીએ મનમાં કહ્યું.
"ઓકે ચાલ હવે નૈ બોલું તું કે પેલા એ પેલીને શું સમજાવ્યું . ?"
ઘોઘો જાણે કશું યાદ કરી રહ્યો હોય એમ છત સામે તાકી રહ્યો હતો.
અરે આમ છત સામે શું તાકે છે ઘોઘા..!
બોલ હવે તું શું કહેતો હતો .. ?
બોલ હવે તું શું કહેતો હતો .. ?
"મને છતમાં આકાશ દેખાય છે " ઘોઘએ ઘોઘી સામે જોઈ કહ્યું.
" હાં પણ ..!" પછી ..? "
" હાં પછી, ભાઈબંધના ભાઈબંધે પેલીને કહ્યું . "
ભીની માટીનો નાનકડો લોંદો અગર જમીન પર પડે ,
અને પછી એને કોઈ ઉપાડે તો
એ માટીના જમીન પર પડવા ને ઉપાડવા દરમિયાન
વચ્ચે એક આખી ઘટના સર્જાઈ જતી હોય છે .
એ ભીની માટીનો નાનકડો લોંદો જ્યારે સૂકી જમીન પર પડે છે ..!
ત્યારે જમીનમાંથી થોડી સૂકી ધૂળ ભીની માટીમાં ચોંટે છે એટલે
એ ભીની માટી સૂકી થાય છે સૂકી જાય છે .
અને સૂકી જમીન થોડીક અમથી પણ ભીની તો થાયજ છે ને ..?
" હાં ..!" ઘોઘી એ હાં ભણી એટલે ઘોઘાએ કહ્યું
"હં તો પછી ..!"
"શું તો પછી ..?" ઘોઘીએ પૂછ્યું .
અક્કલ વગરની તો પછી ફર્ક પડ્યો કેવાય કે નૈ ..!?
"હાં પણ .! " પછી પેલીએ શું કહ્યું .
હોશિયાર ઘોઘીએ "હાં પણ " કહીને સ્વીકાર પણ કરી લીધો,
અને સવાલ પણ પૂછી લીધો ..!
એ વાત ઘોઘાને ધ્યાનમાં ના આવી .
એ તો બસ એકધારો બોલવામાં મશગુલ હતો.
ઘોઘો કહે.
પછી પેલી કૈ બોલી નૈ ..
છતાં પેલાએ પેલીનો થોડોક અમથો પક્ષ લેતા કહ્યું.
તું સાચી છે .! તારું જે લેવલ છે , તારી પાસે અનુભવ છે ...
અને તારામાં ઊંડી સમજણ પણ છે ..!
એ કારણે કદાચ .! તને બીજા જેટલો જાજો ફર્ક ના પડે..!
જેમ જમીન વિશાળ હોય અને એમાથી ચપટીક ધૂળ માટી લઈ લે
તો જમીનને બૌ ફર્ક ના પડે પણ માટીના એ નાનકડા લોંદાને તો
ઘણો બધો ફર્ક પડી જાય ને ..!! કે નૈ ..!?
ભીની માટીની ભીનાશ તો ધરતીમાં સોસાય જાય કે નૈ... !?
ભીનાશ જેટલી સોસાય એટલી માટી પણ સુકાય જાય કે નૈ .. !?
અને પછી જમીનને પણ થોડો ઘણો ભીનાશનો અહેસાસ થાય કે નૈ ..!
"થાય થાય અહેસાસ તો થાયજ ઘોઘા ..."
ઘોઘીએ કબૂલાત કરી લીધી પણ એ વાત,
ભાઈબંધના ભાઇંધની વાત કરવામાં મશગુલ ઘોઘાએ કાને ના ધરી અકલે
ઘોઘાને ધ્યાને પણ ના આવી . .
એ તો બસ બોલ્યેજ જાય છે .!
અગર જો ભીની માટીના લોંદો સૂકી જમીન પર પડતાં ઊપડતાં
વચ્ચે આટલી મોટી ઘટના સર્જાઈ જતી હોય તો...!
તો અને ફર્ક પડ્યો કહેવાય કે નૈ ..! ?
"હાં , હાં , કહેવાય કહેવાય ઘોઘા ફર્ક પડે જરૂર ફર્ક પડે..!"
એકધારું બોલ્યા પછી ખામોશ થયેલા ઘોઘાને ધ્યાને આવ્યું .
કે જવાબ ઘોઘીએ આપ્યો .
ઘોઘીએ જવાબ આપ્યો અકલે ઘોઘો ગુસ્સે થઈ ગયો .
અને ઘોઘીને કહ્યું .
"અક્કલ વગરની આ સવાલ મે તને નથી પૂછ્યો ..!"
" તો..?"
"તો શું..! એ તો ભાઈબંધના ભાઈબંધે તેની ચહિતીને પૂછ્યું હતું .!"
"અચ્છા ..! મને એમ કે તું મને કહે પૂછે છે .! "
ઘોઘી એ ચાહી ચાહીને ઘોઘાને ગુસ્સે કરવા અને તાગ મેળવવાજ
પેલી વતી જવાબ આપેલો .
પણ ઘોઘો લાગમાં ના આવ્યો .
"હાં તો પછી શું થયું પેલીએ સ્વીકાર્યું ..? કે ફર્ક પડતોજ હોય છે ..!
"એ સ્વીકારે ના સ્વીકારે ના સ્વીકારે એનાથી મને શું ફર્ક પડે ..! "
ઘોઘાએ બાફી માર્યું ..! ઘોઘીના કાન ચમક્યા ..!
તે હમણાં શું કહ્યું ઘોઘા ..! બોલતો ફરીથી બોલતો ..!
સોફા પર ટટ્ટાર થતાં ઘોઘાએ ઘોઘીને કહ્યું .
જા હવે જા ઘર ભેગી થા..!
બ્લાસ્ટ :-
"અનંત"ફર્ક તો પડેજ છે..! જે જીવતા હોય તેને...
મદડાને શું ..! હોય પીડા ..!
કાપો , દાટો કે બાળો મૃતને
કોઈજ ફર્ક ના પડે ..!
"અનંત"
બાકી ફર્ક તો પડવોજ જોઈએ જે જીવતું હોય તેને ...
જે માત્ર બહારથીજ નહીં બલ્કે ભીતરથી પણ જીવતું હોય અનંત
એને ફર્ક પડવોજ જોઇયે અને પડતોજ હોય છે ..!
કોઈ ના સ્વીકારે તેથી શું ..!
"અનંત"
બાકી ફર્ક તો પડવોજ જોઈએ જે જીવતું હોય તેને ...
જે માત્ર બહારથીજ નહીં બલ્કે ભીતરથી પણ જીવતું હોય અનંત
એને ફર્ક પડવોજ જોઇયે અને પડતોજ હોય છે ..!
કોઈ ના સ્વીકારે તેથી શું ..!
"અનંત"

No comments:
Post a Comment