પંગતમાં બેસી
ને જમવાની મજા કંઇ ઓર હોય!
"એયયય....જાંબુ નથી આઇવા આયા.."
"દાળવારો..દાળવારો..દાળ કોણ ફેરવે છે?"
"એલા મારાજ ને કીયો બટેટાવડા કાચા નીકરે છે કાચા!"
"એયયય....જાંબુ નથી આઇવા આયા.."
"દાળવારો..દાળવારો..દાળ કોણ ફેરવે છે?"
"એલા મારાજ ને કીયો બટેટાવડા કાચા નીકરે છે કાચા!"
છેલ્લે વરનો બાપ, હારે એક આસીસ્ટંટ હાથમાં બરફી ની થાળી! "અરે..એમ તો હાલતા
હૈશે?
મારા સમ્મ...એક એક..."
મારા સમ્મ...એક એક..."
ત્યા પાછળથી અવાજ
આવે"દિયો..દિયો..સુરા ભાઇ ને દિયો ઇ આખો થાર ઉલારી દેહે.."
એક મજા હતી!!!
બુફે મા જાઉ ને"ગમાણ"
યાદ આવે...
બળુકા હોય એ ને
જ ભરપુર ખાણ મળે!
હાં હો પ્રવીણ ... બૌ બધુ બદલાઈ ગયું છે...
ત્યારના જમણવારમાં અને અત્યારના જમણવારમાં બસ આટલો ફર્ક છે ...
તે'દિ' કેદિ જેવુ નોતું લાગતું અત્યારે એવું લાગે છે...
ક્યારેક તો n.c.c નો કેમ્પ યાદ આવી જાય બોલ !
" બસ આટલો જ ફર્ક !!" ના યાર આ બસ માં મોટો મસ ફર્ક પડી જાય
છે..
પહેલા નો જમણવાર ઉત્સાહ ,લાગણી અને પ્યોર પ્રેમથી ભરપૂર હતો....
અત્યારે માત્ર ઉપરછલ્લો દેખાવ છે , ના પ્રેમ છે ના પહેલા જેવો પ્રેમનો ભાવ છે..!
ના સબંધીઓ પ્રત્યે પહેલા જેવો લગાવ છે ...!
પીરસનાર ભાડૂતી માણસો છે , જેના ઘેર પ્રસંગ તેના સ્વજન
પાસે સમયનો અભાવ છે . લગ્ન પણ માત્ર એક બનાવ છે ... !
હોય હવે એ તો ચાલ્યા કરે....
એ બહાને પ્રેક્ટિસ થઈ જાય... :) :) :)
તો શું અસ્સ્લ એવું જ લાગે....
!
!
!
!
!
!
!
!
!
!
!
પણ સાવ એવુય નૈ...
એવું હોય તો પણ યોગ્ય કહેવાય ...
એન.સી.સી. માં ડિસિપ્લિન પણ હતી ને અહી...
ફરીવાર લાઇનમાં ઊભવું ના પડે એટલે .....
જરૂર થી બધુ વધુ ને વધુ લઈને પછી .....
બગાડ.................
હાં યાર પાછો ખાય જાય તોય પેલાના વસૂલ થાય ... !
આ તો ખાયય નૈ ને ખાવાય નો દે બોલ ..!
મોદી સૂત્ર સાર્થક કરે ...
અર્થાત :- જે સૂત્ર મોદી સાર્થક નથી કરી શક્યા ....
એ સૂત્ર આ લોકો સાર્થક કરે... :)
પ્રવીણ
મિયાત્રા હા
પરેશ..
ખાવુ નૈ ને ખાવા દેવુ નહી એ બહુ ભયંકર સમસ્યા છે આપણા સમાજની..
મને જૈન લોકો પ઼ત્યે વિશેષ સન્માનભાવ થાય કે એ લોકો એમના જમણવાર સમયે એંઠી થાળી પણ ધોઇ ને પી જાય..અન્ન નો જરાય બગાડ ન કરે ને દાન ની હાકલ પડે તો એ જ થાળી ધોઇ પીનારો લાખો કરોડો ના દાન કરવામા એક મીનીટ નો વિચાર ન કરૈ!!!
ખાવુ નૈ ને ખાવા દેવુ નહી એ બહુ ભયંકર સમસ્યા છે આપણા સમાજની..
મને જૈન લોકો પ઼ત્યે વિશેષ સન્માનભાવ થાય કે એ લોકો એમના જમણવાર સમયે એંઠી થાળી પણ ધોઇ ને પી જાય..અન્ન નો જરાય બગાડ ન કરે ને દાન ની હાકલ પડે તો એ જ થાળી ધોઇ પીનારો લાખો કરોડો ના દાન કરવામા એક મીનીટ નો વિચાર ન કરૈ!!!
હાસ્તો બૌ ભયંકરસમસ્યા ....
પણ પછી એવોય વિચાર આવે હો પવલા કે, એ લોકો અજાણતાંમાં બૌ મોટું
પુણ્યનું કામ કરતાં હોય છે !
જે ફરી વાર લાઇનમાં ઊભું ના રહેવું પડે,
એમ વિચારી ભરપૂર થાળી ભરીને બેસી જાય છે, હું એ લોકોની વાત કરું છું....
એ લોકો અજાણતાંમાં બૌ મોટું પુણ્યનું કામ કરતાં હોય છે !
કેમકે એની થાળીમાં બચેલા મીઠાઇના આખે આખા બટકા....
પેલા ઠામ ઉટકવ વાળા ગરીબ લોકો અલગ તારવી લે છે...
પછી ઠામ ઉટકવાનું કામ પતાવી જ્યારે ઘેર જાય ત્યારે એ બચેલા મીઠાઇના
બટાકા પોતાના બાળકો માટે કોથળીમાં ભરીને લઈ જાય છે...!
જો કે આ દ્રશ્ય જોઈને મારુ હૈયું હચમચી ઊઠે છે ..! આંખો ભરાય જાય
છે ..!
ત્યારે હું એના કરતાં પણ વધુ લાચાર મને મહેસુસ કરું છું ..!
અને ત્યારે વિચાર આવે કે એ લોકો આમના બાળકોને પણ જમવા બોલાવી લેતા
હોય તો ! એમને કેટલું સારું લાગે ભલેને બધા સાથે નહીં રસોડામાં
જમાડે ...
અને બીજું પુણ્ય એ કે એ લોકોની થાળીમાં વધેલું અડધું પડધું
એઠવાડમાં જે -
જાય છે તેનાથી ગાય,કુતરાના પેટ ભરાય છે ...!
આમ તો કોઈ કરોડ પતિ સામે ચાલીને એ ગરીબોને કે ગાય કૂતરાને....
ક્યારેય ચોખ્ખા ઘીના જમણ ના કરાવે પણ....
પેલા આળશુ લોકોને કારણે એમનેય જલ્સા જલ્સા થઈ જાય....
પહેલા હું ક્યારેય જરૂરથી વધુ ના લેતો .
પણ ઉપલી હકીકત ધ્યાનમાં આવ્યા પછી હું જાણી જોઈને થોડું વધારે લેતા
શીખ્યો અને એ એ રીતે સાઇડમાં રાખું કે જરા પણ એઠું ના થાય ...
અને પેલા ગરીબના ભાગે એકાદ ટુકડો વધારે આવે ....
આમ ગામના જમણવાર પૂરતી મારામાં દાન વૃતિ ખીલી જતી....
આખરે આ બધો હિસાબ છે .!
એવું પછી મને સમજાય જાય છે..!
હિસાબ મુજબ જ અહી બધુ થાય છે...
કોઈ તાજું ને ગરમા ગરમ ઠૂસે છે ...
તો કોઈ ગરીબ બચેલા બટકા ખાય છે ...
આ બધો હિસાબ છે પવલા...હિસાબ છે....
પલ પલ હિસાબ થાય છે.... :)
પ્રવીણ મિયાત્રા ....
પવલા તારી પીરસવા બાબતે થતી પડાપડી વાળી વાત પરથી યાદ આવ્યું ...
કે એ પડાપડી પાછળ બે મહત્વના કારણ હતા ...
ભાઈ બધ "અજ્ઞાની" એ લખ્યું હતું કે.....
"અજ્ઞાની"હું ક્યાં કૌ છું કે ના, લગીરે સ્વાર્થ હોવો જોઇયે...
પણ સ્વાર્થ પાછળ પણ કોઈ છુપો પરમાર્થ હોવો જોઇયે...
"અજ્ઞાની"
******************************************************
એ ન્યાયે પીરસવા બાબતે પડાપડી કરવા માટે પણ મહત્વના બે કારણ હતા
...
એક તો શુધ્ધ સેવા ભાવ અને બીજો છુપો છતાં જાહેર સ્વાર્થ ....
જોકે તું એ સ્વાર્થ ક્યો એ સમજી જ ગયો હશે ...
હાં તું જે સમજ્યો એજ...!
યુવાની ની એક માત્ર ઝંખના કોઇ સુંદર યુવતીની નજરમાં વસવું ..
પીરસવામાં હું બૌ ઓછો ભાગ ભજવતો મને ના ફાવતું . પણ....
જ્યારે પરાણે પીરસવાનું આવે ત્યારે હું પૂરી પીરસવાનું પસંદ કરતો ...
શા માટે એ હમણાંજ તને સમજાઈ જશે....
પુરીની તાસક લઈને જ્યારે હું પંગતમાં પૂરી પીરસતો ત્યારે....
બે અર્થમાં બોલતો મોટી ઉમરના બાઈ કે ભાય ને પૂછતો પૂરી આપું ?
અને જેવી કોઈ જુવાનડી નજરે ચડે મો માથી આપો આપ બીજો અર્થ સરી પડે.!
પૂરી દઉં...? પછી "મનમાં બોલતો મારા હૈયામાં" ..વળી પાછો પૂરી દઉં..?
એમાં એક વખત એવું બન્યું એક છોકરીએ 'હાં' પાડી દીધી ને મને ક્યે ક્યારે બોલ
હું તો ક્યારની પુરવા તૈયાર છું...! 'ને મુંજાઈ ગ્યો ..!
કેમકે મને એ બૌ ગમતી નહોતી...
અને ત્યારે એમ પણ થયું કે કોઈ ગમતીલી એ હાં પાડી હોત તો .....
માત્ર એ છોકરી જ નહીં એની 'માં' પણ બાજુમાં બેઠી હતી જાણે એ પણ એવિજ
રાહ જોતી હોય, એવું મને પાકકે પાયે લાગ્યું કે, મારી નજર એની છોકરી પર ઠરે,
એવું એ છોકરીની 'માં' પણ ઇચ્છતી હતી...!
પણ ના ઠરી તો હું શું કરું..!
અને પછી જ્યારે હું એની પંગતમાં બીજી વાર પૂરી લઈને નીકળ્યો ત્યારે
મે ..
પૂરી દઉં ? ની જગ્યા એ પૂરી આપું એવું પૂછ્યું ...
એટલે માં દિકરી બંને સમજી ગયા કે ભાઈ ને પૂરી દેવામાં રસ નથી...
"ત્યારે ઉનાળો હતો કેરીની સીજન હતી એટલે જમણ માં રસ પૂરી હતું
"....
એ પછી એનું મો ચાડી ખાતું હતું કે અને માઠું લાગ્યું છે મજા નથી
આવી...
એ પછી તો એણે બૌ સમય નિહાકા નાખ્યા....
એવા રિપોર્ટ મને નાતમાથી મળેલા ....
આ એક સત્ય ઘટના છે, હો પવલા ખોટું નથી બોલતો .... !
પ્રવીણ મિયાત્રા પરેશ એક એક પ઼સંગ એક નવી જ કેડીયો પય લૈ જાય છે..
જીંદગી ની વિટંબણા છે..જેને આપણે ગમતા હોય એ આપણ ને ન ગમે ને જે આપણ ને ગમે તેને આપણે ન ગમતા હોય..ચક્કર આગળ આગળ ચાલતુ હોય ...
પ્રવીણ મિયાત્રા ......એ પણ ! હિસાબ નો જ એક ભાગ..... :)
No comments:
Post a Comment