લોકોને આદત છે. ગ્રંથોમાં લખેલા, વાંચેલા 'ને વંચાઈ વંચાઈ ને ચવાઈ ચવાઈ ને ચૂથો થઈ ગયેલા,
કે પછી વાંચી વાંચી ને એજ સૂત્રો સંતો એ કથા પ્રવચનોમાં બોલી બોલીને બ્રેઇનમાં ઠસાવી દીધા હોય,
એ આ જીવન દોહરાવ્યે રાખવાના ...
પોતાની બુધ્ધિની ચારણી થી ચારવાના નૈ...
બસ માત્ર ચર્યે રાખવાના.
અને એના એજ ઘીસા પિટા સૂત્રો નો, જ્યાં ત્યાં ઉપિયોગ કરીને
પોતે મોટા સંત પ્રકૃતિના , મોહ માયા વિનાના છે.
એવું સાબિત કર્યે રાખવાનું ....
"ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાનું છે.."
એક દિવસ જ્યારે અમે ત્રણેય ભાઈબંધો રાત્રે મળ્યા ત્યારે વાત વાતમાં મારાથી પણ એજ સૂત્ર બોલાઈ ગયું ....
મે કહ્યું યાર આપણે ખોટી ફિકરો કરીયે છીયે....
આપણે ક્યાં કશું લઈને આવ્યા હતા હે...
અને કશું લઈ પણ ક્યાં જવાના હે..
ત્યારે અજ્ઞાની એ ગુસ્સે થઈને મને ઘઘલાવી નાખ્યો...
એણે કહ્યું.
શું યાર પરિયા....
તું પણ આમ મૂર્ખાઓ જેવી સોચ ધરાવે છે .
મે કહ્યું કેમ એમાં મે ખોટું શું કહ્યું ... ?
તો એણે કહ્યું. તો તે સાચું પણ શું કહ્યું બોલ..!
લે બોલ.. આખી દુનિયા સ્વીકારે છે .
એમજ તો ગ્રંથોમાં લખ્યું છે,
એજ તો સંતો એ કહ્યું છે.!
તો, મે કહ્યું એમાં ખોટું શું કર્યું કે તને વાંધા પડે છે..!?
ત્યાં અનંત વચ્ચે બોલ્યો...
પરિયા વાત વાંધા પડવા, પાડવાની નથી...
તું તારી બુધ્ધિનો ઉપયોગ ના કરીને-
એજ જૂના કોઈના ચાતરેલા ચિલ્લે ચાલે છે એ ઠીક નથી...
ગ્રંથોમાં લખેલી કે કોઈએ કહેલી કોઈ પણ વાતને-
એમ વેવલાની માફક સ્વીકારી ના લેવાય ...
મે કહ્યું પણ લે એમાં ખોટું શું છે ! કોઈએ કહ્યું એ સાચું હોય તો સ્વીકારવામાં વાંધો શું ....
મારી અને અનંત ની મગજમારી દરમ્યાન મૌન બેઠેલો અજ્ઞાની
બોલ્યો . પરિયા એ સાચું નથી..!
શું સાચું શું ખોટું એ જાત અનુભવે સમજાય ...
હું કંટાળ્યો એટલે મે કહ્યું ચાલ તો હવે તુજ સમજાવ કે એ સૂત્રમાં શું ખોટું છે...
અચ્છા તો સાંભળ એ સૂત્ર અર્ધ સત્ય છે.
કઈ જ લઈ નથી આવતું કોઈ એ વાત બરાબર છે.
કઈ લઈ નથી જતું એ પણ બરાબર ...
લે બોલ બધુ બરાબર જ છે તો પછી હું બોલું એમાં વાંધો શું છે..?
બૌ ઉતાવડો ના થા નાહક ભોંઠો પડીશ હજુ મે વાત પૂરી નથી કરી . એ મને વઢયો.
હશે ભૂલ થઈ હવે આગળ સમજાવ. મે કહ્યું .
એટલે એણે આગળ ચ્લાવ્યું ...
જો પરિયા , ખાલી હાથે આવેલું એક બાળક,
આવતા વેંત અસંખ્ય સંબંધોમાં બંધાય છે...
સમય જતાં એ ખુદ નવા નવા સંબંધો બાંધે છે..
અને એ ખાલી હાથે આવેલું બાળક મોટું થતાં ...
પત્ની, સંતાન અને સંપતિ મેળવે છે ...
હવે એ ખાલી હાથે આવેલો બાળક હિસાબ મુજબનું જીવન જીવીને -
જ્યારે મૃત્યુ પામે છે ત્યારે...
ખાલી હાથે આવેલો એ માણસ જતાં જતાં, -
પોતાની પત્ની,બાળકો અન્ય સંબંધો એ સિવાય -
ઘર , બાંગ્લા ગાડી જેવી અઢળક સંપતિ આ બધુ -
એક ખાલી હાથે આવેલો માણસ કેટલું બધુ છોડી જાય છે ...!
મે માથું ખંજવાળતા કહ્યું ...
હાં.. યાર આવું બધુ તો મારા ધ્યાનમાં જ નહોતું મે તો આવું કશું વિચાર્યું જ નહોતું ...
ખરે ખર યાર હું તારા કહેવા મુજબ બુધ્ધિ વગરનો જ છું ...
ત્યારે એણે ફરી કહ્યું . હાં હજુ પણ પ્રદર્શન ચાલુ જ છે...
હે...! મે આશ્ચર્ય સહ કહ્યું. યાર હવે શાનું પ્રદર્શન..?
તે કહ્યું એ માન્યું તોય તકલીફ..!
હા..! કેમકે તું હજુ એજ ભૂલ દોહરાવે છે ...
પેલું સૂત્ર સાવ ખોટું હોવા છતાં, મે કહ્યું એ મુજબ તું માની ગયો .
લે બોલ ! આ તો અઘરું.!
અઘરું કાય નથી પરિયા જો સમજાય જાય તો ...
ના સમજાય ત્યાં સુધી જ બધુ અઘરું લાગે .અનંતે કહ્યું.
અચ્છા તો હવે પૂર્ણ સત્ય શું એ સમજાવો..
એટલે અજ્ઞાની બોલ્યો ...
પૂર્ણ શું છે એ હજુ મને શું કોઈને પણ નથી સમજાયું ...
એ સૂત્ર ઉપર છલ્લું છે અને બિલકુલ ખોટું છે ...!
કેમકે ખાલી હાથે કોઈ નથી આવતું...
અને ખાલી હાથે કોઈ જતું પણ નથી જ..!
મે કહ્યું . એ કેવી રીતે... ? શું લઈ આવે છે ? શું લઈ જાય છે..?
એ એવિ રીતે કે યુગોની આ આવન જાવનમાં લોકો ...
પોતાના કર્મો નો અધૂરો હિસાબ લઈને આવે છે ...
ને જતાં જતાં એ અધૂરો હિસાબ લઈને જાય છે...
અહી આવીને...
લીધેલું દેવાનું હોય છે .
અને દીધેલું લેવાનું હોય છે ..!
લે પણ આમને આમ ક્યાં સુધી ચાલે ..?
અને એ નક્કી કેવી રીતે થાય ...?
કે શું લીધું હતું , શું દેવાનું છે ..?
અને આ હિસાબ સરભર ક્યારે થાય કેવી રીતે થાય....?
મે એક સાથે અનેક સવાલ કર્યા...
એણે જવાબ આપ્યો ...
શું દીધું હતું., એ શું મળે છે એના પરથી-
અને શું મળ્યું હતું, એ શું આપીએ છીયે તેના પરથી નક્કી થાય.
અંતમાં અજ્ઞાની એ કહ્યું
આખરે તો કોણ કેવું જીવે છે -
એના પરથી ઘણું બધુ નક્કી થઈ જતું હોય છે ...
હવે અનંત બોલ્યો ...
અને પરિયા આટલું સમજ્યા સમજ્યાવ્યા પછી પણ ...
અંત સુધી કોઈ એ નથી સમજી શકતું કે....
હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત...
પછી ???
પછી તમારા જેવો જ પ્રશ્ન મને થયેલો...
પણ પછી મને ઊંઘ આવતી હતી...
એટલે વાત આટલેથી પૂરી કરી હું ઘેર જઈને પોઢી ગ્યો...
*બ્લાસ્ટ*
અંત સુધી એ નથી સમજાતું કોઈને "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે કે નવા ચડત.
"અનંત"
*બ્લાસ્ટ*
“અજ્ઞાની” કોઈ કઇજ લઈને નથી આવતું ,આ દુનિયામાં .
તેમ છતાં , જતાં જતાં , કેટલું બધુ છોડી ને જવું પડે છે..!
“અજ્ઞાની”

No comments:
Post a Comment