https://www.facebook.com/photo.php?fbid=685972464845791&set=a.119481608161549.20378.100002991311961&type=1
ઘોઘી ઊભી થઈ ચુપ ચાપ રવેશ તરફ જાય છે.
જઈને જુવે છે તો....
હવે આગળ... :)
(2)
ઘોઘો રવેશમાં બહાર તરફ મો કરી,
ઊભો ઊભો ફૂલઝડી સળગાવી નાના બાળકની જેમ ગોળ ગોળ ફેરવે છે.
ઘોઘી પાછળ આવીને ઊભી છે એ ઘોઘાને ખબર નથી એ તો એની મસ્તીમાં ફૂલઝડી ફેરવ્યા કરે છે.
મને લાગે છે ઘોઘાનું ચસકી ગયું છે આમ વિચારતી ઘોઘી વિચાર મગ્ન અવસ્થામાં
ઘોઘાને જોયા કરે છે.
ઘોઘો રવેશની પાળી પર મૂકેલા ફૂલઝડીના ખોખામાથી ,
એક માથી બીજી બીજીમથી ત્રીજી એમ વારા ફરતી વારા ફૂલઝડી સળગાવ્યા કરે છે.
અને ગોળ ગોળ ફેરવ્યા કરે છે.
અંતે ઘોઘીની ધીરજ ખૂટે છે. અને ચીલલાઈને ત્રાડ પાડીને બોલે છે.
ઑ....ય....આંટાલાલ હવે હૌ કર તારો ડોહો દિવાળી ક્યારની વૈ ગઈ.....!
ઓચિંતા ઘોઘીની ત્રાડ સાંભળી ઘોઘો ભડકી ગયો ને હાથમાથી ફૂલઝડી છટકી ગઈ.
અક્કલ વગરની આમ હોય.! શું મગજની પથારી ફેરવે છે...!
ઘોઘીને એમ કે આદત વશ હમણાં ઘોઘો આમ કહીને સામો ચિલ્લાસે.
પણ ઘોઘીની ધારણા ખોટી પડી.
ઘોઘો બિલકુલ ગુસ્સે ના થયો ઘોઘીની ત્રાડ સાંભળી તેથી,
પાછું ફરી ઘોઘો ઘોઘી સામે જોઈને માત્ર હોઠમાં હસ્યો.
ફરી ખોખામાથી ચાર ફૂલઝડી કાઢી એમાથી બે ફૂલઝાર ઘોઘી સામે ધરી ઇશારામાં કહ્યું લે બે તું પકડ હું સળગાવું છું.
ઘોઘી વિચારે ચડી ગઈ.
ઘોઘો ગુસ્સે પણ ના થયો , માત્ર હસ્યો. કશું બોલ્યો પણ નહી !! સાલું કઈ સમજાતું નથી.
વિચારે ચડેલી ઘોઘીએ પણ અભાન અવસ્થામાં ફૂલઝાર પકડી લીધી.
ઘોઘાએ બપોરિયાની માચીસ વડે,
ઘોઘીના હાથમાં રહેલી બન્ને ફૂલઝાર વારા ફરતી વારા સળગાવી.
અને પછી બે ફૂલઝાર પોતે પકડી ઘોઘીની ફૂલઝારમાથી સળગાવી...
અને રવેશની બહાર તરફ ફરી , ફરી નાના બાળકની જેમ ફૂલઝડી ગોળ ગોળ ફેરવવા લાગ્યો.
ઘોઘીને પણ ઇશારથી કહ્યું તું પણ મારી જેમ ફૂલઝરને ગોળ ગોળ ફેરવ.
ઘોઘીએ ઘોઘાના ઇશારાનું અભાન અવસ્થામાં જ પાલન કરવા લાગી ઘોઘી પણ રવેશ તરફ મો
કરી ફૂલઝર ગોળ ગોળ ફરાવવા લાગી. ઘોઘી થોડી થોડી વારે ઘોઘા તરફ જુવે છે.
ઘોઘો પણ એની સામે જુવે છે ને હસે છે.
ઘોઘો કશુજ બોલતો નથી. અને ઘોઘી બોલવા કરતાં લડવા અધિરી છે.
ત્રાસી આંખે ઘોઘા તરફ જોતી ઘોઘી મનોમન વિચાર કરે છે.
કેમ આ અક્કલ વગરનો આજે કશું બોલતો નથી ?
કેમ આજે આમ ઘોઘો મુંગે મોએ માત્ર હસે છે, ને ઇશારાથી જ વાત કરે છે ?
બન્નેના હાથમાં રહેલી ફૂલઝર પૂરી થઈ જાય છે એટલે ખાલી ખોખાનો ડૂચો વાળી,
રવેશની બહાર ફેંકી બે હાથ ઊંચા કરી ઘોઘી જાણે નાની બાળકી હોય એમ,
હાથના ઇશારથી ઘોઘી સામે જોઈ હસતાં હસતાં ઘોઘો કહે છે. ખતમ...!
અને પછી અંદર રૂમમાં જતાં જતાં ઘોઘીને પણ રૂમમાં આવવા ઈશારો કરે છે.
અને રૂમમાં જઈને સામે પડેલી ટીપોય પર પગ લંબાવી બે હાથ માથા પાછળ ટેકવીને
આરા... મ, થી.. સોફા પર બેસી જાય છે.
ઘોઘી સોફા પાસે આવી ઘોઘા સામે ઊભી રહે છે.
ક્યારની ઘોઘાની હરકતને સહન કરતી ઘોઘીના મનમાં જોરદારનો ગુસ્સો છે.
ઘોઘીને ઘોઘાનું ગળું દબાવી દેવાનું મન થાય છે.
પણ પછી પોતાને પોતાનેજ ગૂંગણામણ થશે ...
એ વિચાર આવતા ઘોઘી ઘોઘાનું ગળું દબાવવાનો વિચાર માંડી વાળે છે .
ઘોઘાના હાથ માથા પાછળ હોય, સામે આવીને ઊભેલી ઘોઘીને, ધોધાએ ડોકી ડાબી તરફ નમાવી પાંપણ
ઢાળી આંખના ઇશારે ઘોઘીને સોફા પર બેસવાનું કહે છે.
ઘોઘી જાણે હિપ્નોટાઈઝ થઈ ગઈ હોય એમ મનમાં ગુસ્સો હોવા છતાં ઘોઘો જેમ કહે તેમ કરે છે.
ઘોઘાના ઇશારે ઘોઘી સોફા પર બેસવા જાય છે ત્યા ફરી ઘોઘો માથા પાછળથી હાથ આગળ લઈ .
હથેળીની મૂઠી વાળી અંગૂઠા ને હોઠ આગળ ધરતા ઇશારા વડે ઘોઘીને પાણી આપવાનું કહે છે.
પાણીયારા તરફ આંગળી ચીંધતા કહ્યું જા પાણી ભરતી આવ ...
હવે ઘોઘીથી રહેવાતું નથી, સહેવાતું નથી.
ઓચિંતી ઘોઘી જાણે ઘોઘાના વશિકારણમાથી બાહર આવી ગઈ. અને તાડૂકી...
ઘોઘા બૌ થયું હો હવે કૈ દઉં છું... આ તારા નાટક બંધ કર અને ડાચામાથી ફાટને કે પાણી પીવું છે...
ઘોઘો સડક કરતો ઊભો થઈને.
એક હાથની એક આંગળી પોતાના અને બીજા હાથની એક આંગળી ઘોઘીના નાક પર રાખીને ...
સી.ઇ..ઇ...સ... પછી પોતાના હોઠ પર અને ઘોઘીના હોઠ પર હથેળી મૂકી ...
ઈશારો કર્યો ઇશારથી ઘોઘો જાણે ઘોઘીને કહેતો હતો ...
ચૂપ રે મને બોલાવમાં.... અને તું પણ બૌ બોલમાં....
પછી ઈશરાથી જ ઘોઘીને ઘોઘાએ કહ્યું તું બેસ હું જાતે પાણી પી લઇશ ...
પછી પોતાના ગળા પર હાથ ફેરવી ઘીઘીને દયામણી નજરે ઇશારથી કહ્યું બૌ તરસ લાગી છે....
ઘોઘી ગુસ્સે હોવા છતાં ઘોઘાની દયામણી હાલત જોઈ દયા આવી જાય છે...
પણ ગુસ્સો શમતો નથી.
પાણીયારા તરફ જતાં ઘોઘાનું બાવડું જાલી ઘોઘાને સોફા પર બેસાડતા ઘોઘીએ કહ્યું ..
બેસ બેસ હવે જાતે પાણી પીવા વાળી ... બેસ હું ભરતી આવું છું ભવ ભવ નો તરસ્યો તેમાં ...
આમ બોલી ઘોઘી પગ પછાડતી ઘોઘી પાણી યારા તરફ ગઈ. પાણીનો ગ્લાસ ભરી આવી. ને ...
લે...પી...ભવ ભવના તરસ્યા પી...ગુસ્સામાં આમ બોલતા બોલતા ઘોઘીએ પોતાના હાથેજ
ઘોઘાના મોમાં પાણી જાણે ધરાર ઠૂસતી હોય એમ પાણી ઠૂસ્યું ....
થોડું પાણી ઘોઘાના મોમાં થોડું નાકમાં અને અડધો અડદ પાણી ઘોઘાના શર્ટ પર ઢોળાવા લાગ્યું.
માણસ ગમે તેવો તરસ્યો હોય પણ જો આવી રીતે કોઈ મોમાં પાણી ઠૂસે તો છટપટાવા લાગે.
ને પછી તરસથી તરફડતો માણસ પછી પાણીથી તરફડવા લાગે .
ઘોઘાની હાલત પણ ઘોઘીના પાણી ઠૂસવાથી કફોડી ગઈ.
મો પરથી ગ્લાસ અને ઘોઘીનો હાથ આઘો કરવા ઘોઘો રીતસરનો છટપટાવા લાગ્યો...
અંતે બાકી બચેલું પાણી ઘોઘીએ ગુસ્સે થઈ ઘોઘના માથા પર રેડી દીધું ...
છતાં ઘોઘો ગુસ્સો નથી કરતો. પણ હસે છે.....
ઘોઘી વિચારે છે કે , હું આ અક્કલ વગરનાની પાસે ઉખાણા નો જવાબ લેવા આવી છું.
અને અત્યારે આ અક્કલ વગરનો ખુદ ઉખાણું થઈને બેઠો છે ....
ઘોઘી માથે હાથ મૂકીને બોલી .
હે .. ઈશ્વર..આ ઘોઘાનું કાં'ક કર...
મારા મગજમાથી એને પૂછવાનું ઉખાણું ભૂલાય જાય,
એ પહેલા આ જીવતા જાગતા કોયડાનું કાં'ક કર....
ક્રમશ...

No comments:
Post a Comment