May 6, 2012
ભા....ગ .. (5)
*****************
ઘોઘા : જાગે છે કે ? અંદર આવું ?
ઘોઘો : ના ...! સૂતો છું બહાર જ ઊભી રે .....
ઘોઘી :સીધી અંદર આવી ગઈ. કેમ ના પાડી?
જાગે છે તોય કેમ કહ્યું સૂતો છે ?
ઘોઘો : હાશ..... હવે બરાબર. અક્કલ વગરનું કામ કર્યું .....
ઘોઘી : તોયે તારા જેટલું તો નહીં જ . તું તો ઘોઘા નંબર વન છો તારું સ્થાન કોઈ અક્કલ વારો પણ ના લઈ શકે ...
ઘોઘી : તે એ તો ના જ લઈ શકે ને. તારામાયે દિવશે દિવશે સુધારો આવતો જાય છે .
ઘોઘી : મને તો બીક લાગે છે ક્યારેક મારાથી ભૂલથી કોઈ અક્કલ વારી વાત થઈ જશે તો .....!
ઘોઘો : છૂટા છેડા .....
ઘોઘી : પણ...
ઘોઘો ચૂપ ચૂપ ..કામની વાત કર.... ઘોઘી કશું કહે તે પહેલાજ ઘોઘએ તેને ચૂપ કરી દીધી .
ઘોઘી : ઠીક છે . તો મારે આજે વહેલું સૂઈ જવું છે માટે આવી છું.
ઘોઘો : તો શું આજે અહી મારે ઘેર સુવાનું છે ?
ઘોઘી : શરમાયને......"ને"? મારા એવા ભાગ્ય ક્યાં .....
ઘોઘો : તો પછી ? મને શાને જગાડવા આવી છે . જા ઘેર જઈને સૂઈ જા.
ઘોઘી : જાગેલાને ભલા શું જગાડવા .
હું તો બપોરે પૂછેલા સવાલનો જવાબ જાણવા આવી છું ..
મળ્યો ? તો કહે નહીં તો રવાની થાવ હું .
ઘોઘો : હા તને નિરાશ નહીં કરું . જવાબ શોધ્યો બપોરનો આરામ બગાડયો તારે ખાતર .
"અજ્ઞાની"ના લખાણો ઊથલાવ્યા .. ને મળી ગયો જવાબ .
ઘોઘી : લે તો હવે જલ્દી જણાવ ઊંચ નીચની વ્યાખ્યા .
ઘોઘી :સંપૂર્ણ સજ્જન તો કદાચ કોઈ જ નહીં હોય.
હોય તોય લાખે કોઈ એકા' દ અપવાદ રૂપ હશે.
અને આ જગતમાં આમેય હર એક વાતમાં સજ્જનો કરતાં દુર્જનોની નોંધ વધુ લેવાય છે .
પણ આપણે એ બધી લાંબી ચર્ચામાં નથી પડવું તને જવાબ આપી દઉં .
એટલે તું નિરાંતે ઘેર જઇ સૂઈ જા ....
એ નીચ છે. દુર્જન છે. જે ગરીબોને,
લાચારોને લૂંટે ,દુભાવે રિબાવે ,પિડે,
ને પછી એના વિશ્વાસનું ખૂન કરે છે.
એ અન ગિનત પાપ કરી ગંગા ઘાટે,
ધોવા જાય છે.દુર્જનતા પોતાની ઢાંકવા.
"અજ્ઞાની" પછી એ દાન પુન કરે છે.
*************************
"અજ્ઞાની"
ઘોઘી : ઘોઘા તારામાં આવું જ્ઞાન કેદી આવશે .... ?
ઘોઘો : છે એનામાંયે નથી . નામ તો વાંચ..!
શું તું મને વટલાવવા માંગે છે ?
આમ તો તે લખ્ખણ જળકાવ્યા. જા હવે ઘેર જઈને સૂઈજા.. નહીં તો તારી ...
ઘીઘો : સમજી ગઈ સમજી ગઈ . બા ...... વઢશે .. એમજ ને ... ?
હું જાઉં છું ..................
(ક્રમશ:)
No comments:
Post a Comment