May 6, 2012
ભા....ગ (6)
ઘોઘી : ઘોઘા આજ તો રવિવાર હે ને ?
ઘોઘો : ખબર નૈ ....
ઘોઘી : કેમ ખબર નૈ ?
ઘોઘો : તે સવાલ કાં કર્યો ?
ઘોઘી : ચાલ આજે કોઈ નિર્જન જગ્યાયે ફરવા જઈયે.
ઘોઘો : આવા ઉનાળાના બળબળતા તાપમાં .. ?
અને એ પણ નિર્જન જગ્યાએ.. ક્યા ઇરાદે ?
ઘોઘી : તપાસ કરવા ?
ઘોઘો : મનોમન ..... પોસ્ટ મોર્ટમ ના કરે તો સારું ...
ઘોઘો : ચાલો ત્યારે .....
નિર્જન જ્ગ્યાએ પહોંચીને....
ઘોઘી : કેવું લાગે છે અહી ?
ઘોઘો : હતા ત્યાને ત્યાં હોય એવું.
ઘોઘી : મો કેમ બગાડે છે ?
ઘોઘો : એક ને એક જગ્યાએ મને ના ફાવે.
ઘોઘી : ખરેખર ? તો વસ્તી શોધીશું ?
ઘોઘો : આસપાસ જો ક્યાય ઉકેળો છે.
ઘોઘી : કેમ એમ પૂછ્યું ?
ઘોઘો : ઘોઘી.....! તો ગામ નજીક હોય શકે.
ઘોઘી : પણ ઉકેળો તો ......! ઘોઘો વચ્ચે જ .... એ કામનો.....!
ઘોઘી : એ કેવી રીતે....?
ઘોઘો : એ જ ખાતર.
ઘોઘી :મને તો વાસ આવે છે.
ઘોઘી : સુવાસ પ્રથમ તબક્કામાથી પસાર થઈ રહી છે.
ઘોઘી : તો દુર્ગંધ ?
ઘોઘો : સુગંધનું બીજા તબક્કામાથી પસાર થવું.
ઘોઘી :તે તો મારી રજા બગાડી ....
ઘોઘો : તે પણ મારી મજા બગાડી .....
ઘોઘો : હજુ ઘણી વાત અધૂરી રહી ....
ઘોઘો : કાલે હોં .. !
રવિવારની રજા પૂરી થઈ .......
(ક્રમશ)
No comments:
Post a Comment