(3)
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ક્રમશ ઉત્ક્રાંતિ બાદ.......
અન્યાય સામે અસંખ્ય વાર ક્રાંતિ થઈ....
કઈક ક્રાંતિ વીરો પેદા થયા. અને સૌ પોત પોતાના હિસ્સાનું અન્યાય સામે લડી લડીને
ને શહિદ થઈ ગયા ....
ને આપણને આઝાદી દઈ ગયા ...
પણ હવે કદાચ ક્યારેય ક્રાંતિ નહીં થાય કે ના તો ક્રાંતિ વીરો પેદા થશે....
કારણ કે..
અન્યાય સામે જંગ લડવાનું જનૂન એનામાં જ પેદા થાય છે ...
જે પ્રજા લાંબો સમય સુધી ચૂપ ચાપ સહન કરે છે...
અને મનોમન રિબાય છે ...
આવા રિબાતા અસંખ્ય લોકોનું મન સતત અન્યાય કરનાર સામે જંગ છેડવાનું અને
બદલો લેવાનું એ પાપીઓની શાન કેમ ઠેકાણે લાવવી એ વિચારતું રહે છે....!
આખરે એક દિવસ એના મનમાં સતત ચાલતા વિચારો જ એને બદલો કેમ લેવો જંગ
કેમ કરવી અન્યાય સામે કેમ લડવું એના માટેની દિશા બતાવે છે .
અને એક દિવસ એ લોકોના ક્રાંતિકારી વિચારો વિશ્ફોટક રૂપ ધારણ કરી-
યા હોમ કરી એ અન્યાય કરનાર જે પણ હોય તેની સામે કૂદી પડે છે ...!
એ લોકો દેખીતી રીતે ખૂબ નાના હોય છે, ( પણ વિરાટ થવા સક્ષમ હોય છે)
એ ગરીબ હોય છે, લાચાર હોય છે, મજદૂર કે મજબૂર હોય છે...
એ ઉપર મુજબ બધુ જ હોય છે ...
પણ એમાથી કોઈ પણ હિન્દુ,મુસ્લિમ ,શીખ,ઈસાઈ,કે પારસી નથી હોતા...
એ લોકો એ માત્ર ને માત્ર ગરીબ હોય છે, પીડિત હોય છે ...
જે એક હદ સુધી ચૂપ ચાપ અન્યાય સહન કરે છે....
આપણી માફક એ ગરીબો ફાલતુની બકવાસ નથી કરતાં.... ( હવેની વાત જુદી છે )
બલ્કે જ્યારે અન્યાય સહન કરી કરીને થાકે છે, ત્યારે એક ઘા 'ને અનેકના કટકા કરે છે..!
એક હદ પછી સતત અન્યાય સહન કરતું એનું મન મક્કમતા થી વિચારે છે કે...
રોજ તીલ તીલ મરવા કરતાં કે બાયલાની મૌત મરવા કરતાં....
એક વાર મર્દ ની મૌત મરી ફીટવું બહેતર છે...
જો બસો પાંચસો ના અન્યાય સામે લડીને મરી ફિટવાથી ....
બાકીના હજારો લોકોનું કલ્યાણ થતું હોય તો મર્દ ની મૌત મરવું બહેતર છે...
પણ હવે ક્યારેય એ ક્રાંતિ નહીં આવે ...
કારણ કે હવે અન્યાય કે ભ્રસ્ટાચારી સતાધિસોની ....
નકટાઈ , નફટાઈ બેવકૂફી , નાગડદાઈ , હલકાઇ લુચ્ચાઈ જોઈ જોઈને સહન કરી
કરીને ભીતર લાગતી આગ કે મનમાં આવતો ગુસ્સો ...
વિકરાળ થાય એ પહેલા, અહી વરાળ થઈને ઊડી જાય છે...
અહી બળતરા ઠાલવી સૌ કોઈ હળવા ફૂલ થઈ જાય છે ...
ને પછી સૌ પોત પોતાનમાં મશગુલ થઈ જાય છે....
મોટી મોટી વાતો કરીને અહી સૌ કોઈ મનોમન મહાન થઈ જાય છે,...
ખૂબ શરમિંદગી સાથે કહું છું કે કદાચ મે પણ અત્યારે એજ કર્યું છે....:( :( :(
હું જાણું છું કે માત્ર એક આંગળી કોઈ પણ વ્યક્તિ તરફ કરતાં....
હજારો આંગળી સાથે મારી ખુદની પણ ચાર આંગળી મારી સામે ઉઠશે...
બની શકે કદાચ થોડી જ ક્ષણો બાદ આ કહેવા બદલ હું વધુ શરમ અનુભવું ...
કેમકે હું જાણું છું આ નક્કર પ્રવૃતિ નથી ....
આમ અહી બકવાસ કર્યે કશું ઉકળવાનું કે હાંસિલ થવાનું નથી જ ...
અહી આભાસી દુનિયામાં આવી તેવી વેવલી ગાલાવેલી કે પછી-
અન્યાય સામે અવાજ ઉઠાવતી કોઈ પણ વાત પર જમા થઈ જતી ભીડ...
જો બહાર એકઠી થઈ ના શકતી હોય તો ...
તો મહેરબાની કરી માત્ર સૌ સૌનું મનોરંજન કરો...
હું ભીડ નથી ઈચ્છતો....
( કાલ ઊઠીને કદાચ હું પણ ફરી એજ કરીશ. )
આ બૌ બધુ અઘરું છે , એકલાનું આમાં કામ નથી...!
એકલા એકલા અન્યાસ સામે લડવા જતાં કેટલાય ઊકલી ગ્યાં ...
મુજકો રખે રામ મુજકો અલ્લાહ રખ્ખે ....
એક દિ' હું પણ આમ ને 'આમ' ઊકલી જવાનો ....
*બ્લાસ્ટ*
મે કિસીકા ભી કઠ પૂતલા નહીં...!
ભક્ત મે ભી હું લેકિન, અંધા નહીં..!
મુજે વો ભી દિખતા હૈ જો દિખતા નહીં..!
જે દેશમાં અન્યાય સામે ઉઠતાં અવાજ ને, યેન કેન પ્રકારે દબાવી દેવામાં આવતો હોય..
જે દેશમાં જાગતા નાગરિકને ચીર નિંદ્રામાં પોઢાડી દેવામાં આવતા હોય...
જે દેશમાં સરહદ પરથી નિવૃત થઈ આવેલા સૈનિકને હોસ્પિટલના પટાંગણમાં સારવાર લેવી પડતી હોય...
જે દેશના નેતાઓ સત્ય સાંભળવાને બદલે સાચ સામે આંખ આડા કાન કરતાં હોય...
જે દેશમાં માત્ર ભાષણ સમયે પૈસા આપીને ટોળાં એકઠા કરવા પડતાં હોય...
જે દેશમાં માત્ર વડાપ્રધાન પસાર થવાના હોય એજ રસ્તા,
હા, માત્ર એજ તૂટેલા રસ્તા રાતો રાત રીપેર થતાં હોય...
જે દેશના નેતામાં પગાર ચૂકવતા હોવા છતાં કામ ન કરતાં નીચલા અધિકારીઓને
આદેશ આપવાની આવડત કે તાકાત ના હોય...
જે દેશના નેતા ચંદ કરોડ પતિઓના પૈસે ચૂંટણી લડતા હોય ...
ને જીતી ગયા પછી માત્ર એ લોકોના ફાયદા નુકસાન નો જ વિચાર કરતાં હોય...
જે દેશના નેતાને ભ્રસ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં સંબંધો આડા આવતા હોય...
જે દેશના નેતા મોટા ભાગનો સમય પોતાના જ પ્રચારમાં વેડફતા હોય...
જે દેશમાં હોનહાર ઈમાનદાર અફસરને બિરદાવવાને બદલે શહિદ કરી નાખવામાં આવતા હોય....
જે દેશમાં એકતાની માત્ર વાતો અને અંદર ખાને અનેકતા પ્રવર્તતી હોય...
જે દેશના નેતા પ્રજાને રેડિયો,મીડિયા કે સોશિયલ મીડિયામાં સૂચન કરવાનું આહ્વાવાન
આપી, ને પછી જો એના રિપોર્ટ પેજ પર એની વાહ વાહી જેવી વાહિયાત પોસ્ટ ને બદલે
કોઈ ઠોસ સૂચન મૂકવામાં આવે તો ડિલીટ મારી દેતા હોય...
( જે નેતા તેના રિપોર્ટ પેજ પર સૂચન આપનારની પોસ્ટ ડિલીટ કરી શકે,
એ કોઈ સમયે એ પોસ્ટ કર્તાને પણ આ દુનિયામાં થી ડિલીટ કરી શકે છે ... )
જે નેતા પોતાની ઇજ્જ્ત સાચવી ના સકતા હોય...
જે દેશના નેતાની ગમે તે આલિયા માલિયા મશ્કરી કરી જતાં હોય....
તે દેશ પર કોઈ પણ આલિયો માલિયો ગમે ત્યારે આક્રમણ કરી શકે છે...
જરૂરી છે હવે નેતા ખુદ સતાના મદ અને નિંદ્રા માંથી જાગે ....
પ્રકૃતિનો નિયમ છે. સારી ચીજ જો સમય સર ખાય ને પચાવવામાં ના આવે તો....
ધીરે ધીરે સડે છે. અને સડેલી ચીજનો ધીરે ધીરે ખુદ પ્રકૃતિ નાશ કરે છે...
જો કે પછી તો એ વિનાશજ કરે છે...
હવે કદાચ પ્રલય એજ આખરી વિકલ્પ....
કભી કભી હી સહી,
લેકિન...
કતિરા.. જો દિખતા હૈ વો લીખતા હૈ...

No comments:
Post a Comment