વર્ષો પહેલાં...
ખંડેર મધ્યે રાતનાં ખંડેરના એકાંતમાં...
નીરવ શાંતિ વચ્ચે.....
નીરાંતે....
અમે ત્રણેય ભાઈબંધો...
મસ્ત ગરમાગરમ ચાયની ચુસ્કી
ભરી રહ્યા હતા.
ત્યારે...
જેના ચહેરા પર
પરમ શાંતિ પથરાયેલી હતી...
બારીમાંથી આવતા મંદ મંદ પવનમા
જેની દાઢી લહેરાતી હતી...
એ શખ્સ...!
એટલે કે અજ્ઞાની સામે જોઈ
મે એક સવાલ કર્યો.
મે પુછ્યું દોસ્ત..!
મને એક સવાલ થાય છે..!
એકદમ ધીમા અવાજે અજ્ઞાનીએ કહ્યું.
બોલ.!
મે કહ્યુ અજ્ઞાની મને તું એ કહે કે,
જીવન સાર્થક ક્યારે થયુ ગણાય..?
જીવનને જીવતા જો આવડે
જીવનની એક એક ક્ષણને
માણતા જો આવડે પરીયા....
તો,
જીવન ક્ષણે ક્ષણ સાર્થક છે.!
ચાયની છેલ્લી ચુસ્કી ભરી હં એમ કહી
અનંતે કહ્યું
મગર એથી વીષેશ..?
જેને જીવન માણતા ન આવડે એવા લોકોને
જીવનની સાર્થકતા નો અનુભવ ક્યારે થાય..!
જવાબ મા અજ્ઞાનીએ કહ્યું.
"અજ્ઞાની" જ્યારે વ્યક્તિ અને વસ્તુની નીરર્થકતા
સમજાય જાય ત્યારે જીવન સાર્થક થયુ સમજવુ.
આટલુ કહીને અજ્ઞાની મૌન થઈ ગયો.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
આપણી ઈચ્છા મુજબ "અનંત"
જીવનમાં કૈજ નથી થતુ.
થઈ જાય તો આપણે માની લઈએ છીએ
આપણી ઈચ્છા મુજબ થયુ.
"અનંત"
*બ્લાસ્ટ*
સુંગધ આવે છે એનો અર્થ એજ કે
ક્યાંક ફુલ છેજ.!
"અજ્ઞાની" ઈશ્વર હોવાનો ગુઢ પુરાવો
ફુલ પણ આપે છે સુગંધ પણ આપે છે...!
"અજ્ઞાની"
No comments:
Post a Comment