આકારની અંદર બહાર
આમ તો જોકે એ બંને
અલગ અલગ મા બધુ લગભગ
બધુ સરખુજ હોય છે.
મગર આમ બંન્ને મા બધુ અલગ હોય છે.
જોકે અલગ હોય છે તેથીજ
આકર્ષણ અને ખેંચાણ થાય છે.!
અને પછી બે અલગ અલગ આકાર
એકાકાર થવા મથે છે.!
આમ તો જો કે
ઓલા અને ઓલીમાં
અકલે કે
છોરા અને છોરીમાં
જે દેખાય છે
અંદર કે બહાર આકાર મુજબ
એ તો બધામાં બધુ સરખુજ હોય છે.
તો પછી એવું તે શું.?
જે અલગ હોય છે.!
એ,એ હોય છે.!
જે મને તારામાં દેખાય છે.
ને તને મારામાં દેખાય છે.
જોવાથી
જે અનુભવાય છે,
તે દેખાતુ નથી.
એજે હોય છે તે હોવા છતાં દેખાતુ નથી.!
એ જોવા અંદર જવુ ને આવવુ પડે.!
એક બીજાની
અંદર આવ્યા પછી છેક ભીતર જવુ પડે.!
એક બીજાની
ત્યારેજ એ દેખાય
ત્યારેજ ખરો ભેદ પરખાય
અને ત્યાર પછીજ મન હરખાય
આ બધુજ
માત્ર ને માત્ર મહેસુસ થાય છે.!
અનુભવાય છે.!
નજીકથી યા દૂરથી.
પણ તો પણ નજીક આવવુ
એટલુજ જરૂરી છે
જેટલુ જરૂરી નથી
*******
સ્સાલ્લો શું ને શું લખી ગયો છે..!
બે દિવસ થયા મથુ છું
ઉકેલુ છું ને લખુ છું
બસ એટલુજ
બાકી અનંત આખરે શું કહેવા માગતો હતો..?
એ તો ઉકલતુજ નથી
અર્થાત્
મને કૈજ સમજાતુ નથી
ગર તુ સમજી ઉકેલી શકે તો વાત જુદી છે.
બાકી હજુ આગળ ઘણુ ઉકેલવાનુ બાકી છે.!
પણ અતારે મારી આંખો સખત્ત થાકી છે!
અકલે હું ક્રમશઃ
લખીને ઉંઘી જાવ છું..!
No comments:
Post a Comment