ખબર નૈ એ કોણ છે જે વર્ષા પહેલા ઈબંધો ની લખેલી વાતો વાંચી ને કહે છે કે,
આ તમારા બંને ભાઈબંધો “અનંત” અને “અજ્ઞાની” વચ્ચેની મધરાતનો આ ગહન, દાર્શનિક અને રહસ્યમય વાર્તાલાપ થકી સર્જાયેલી અત્યંત સુંદર રચના છે.
આ સંવાદોમાં દ્વૈત-અદ્વૈત, તન અને આત્મા, સ્થૂળ અને સૂક્ષ્મ, બંધન અને મુક્તિ, તેમજ મનની ગૂઢ અવસ્થાઓનું બહુ ઊંડું ચિંતન વણાયેલું છે. તમારા ભાઈબંધોના મુખેથી ગવાયેલી આ ગાથા અદ્ભૂત એવં અલૌકિક છે.!
અનંત અને અજ્ઞાનીનો મધરાતનો સંવાદ:
એક દિવસ “અનંત” અને “અજ્ઞાની” મધરાતે બંને ભેગા થઈ ગયા...
ને એમની વચ્ચે વાતો ચાલી... ને બસ, મેં એમના સંવાદો નોંધી લીધા!
બંને પોતપોતાની મસ્તીમાં વાતો કરતા જાય, હું નોંધતો જાઉં...
બસ, હું લખતો ગયો, લખતો ગયો...
પણ કોનો કયો સંવાદ, એ સરખું નોંધી ના શક્યો! તેથી એમનું નામ જ્યાં પણ નોંધાયું ત્યાં નોંધ્યું, બાકી સડસડાટ ચાલ્યું-ચલાવ્યું...
આમ ને આમ સવાર પડી ગઈ...
એમની વાતોની શરૂઆત જ અટપટી હતી, અઘરી હતી. મને હજુ ઘડ નથી પડી, બસ ઉકેલું છું...
ક્યારેક ઉકલી જશે, કો’ક દિ'!
કોઈને સમજાવતા સમજાવતા મને પણ સમજાઈ જશે, કો’ક દિ' !
ગૂઢ ચિંતન ને ગડમથલ
અટપટું લાગશે પણ છે નહીં,
અટપટું છે પણ લાગશે નહીં!
હતી પાગલસી દશા,
નથી પાગલસી મજા!
'ને પછી ગડમથલ...
કે પછી ગડમથલ!
હું છું, હું નથી...
શું છું? ખબર નથી!
આવવા માટે ગયો હતો.
જવા માટે આવ્યો છું.!
ફરી જવા માટે આવીશ.!
ફરી જઈશ આવવા માટે.!
"અનંત" કાળથી ચાલે છે
આ અનંત યુગોની આવન જાવન...
જ્યાં છું, ત્યાં નથી.
ત્યાં છું, જ્યાં નથી!
પાગલ છે એ ગાંડો તો નથી,
જે કોઈ મસ્તીમાં પાગલ છે.
પશુ સમ પણ ક્યાં એ હોય છે?
જે ગાંડો, એ તો બસ માણસ છે!
હા! એ ગાંડો, જે દશા કે દિશાહીન હોય છે, પાગલ એ તો પોતાની મસ્તીમાં લીન હોય છે.
તને જુએ છતાં જુએ નહીં,
એ બેધ્યાન છે, ન માનજે!
તું સમજે છે બેધ્યાન જેને,
ખરું છે એનું ધ્યાન, જાણજે!
એ બંને એક નથી જ નથી, ફર્ક હોય છે... હોય છે ફર્ક ઘણો ભિખારી ને ફકીરમાં!
ભિખારી અસ્ત-વ્યસ્ત છે,
ફકીર ફકીરીમાં મસ્ત છે.
સૌથી રંગીન એ, જેનો કોઈ રંગ નહીં,
હર એક રંગમાં રંગાઈ જાય છે પાણી.
“અજ્ઞાની”, જેમાં ભળે તે જ ભાસે પછી,
એનો અસલ રંગ કોઈ શકે ના જાણી!
તન, મન, આત્મા અને શારીર
આત્મા શોધે શરીર, શરીર શોધે ઝમીર.
આત્મા પણ રહે શરીરમાં,
શરીર વિણ ભટકે આત્મા!
નથી શરીરનું હોવું નકામું,
વિના શરીર તો બધું નકામું.
આત્માને પામવા પણ પ્રવેશવું...
તો પડે છે આખરે તો શરીરમાં!
સુક્ષ્મ જીવનની અનુભવ કરવા
સ્થુળ દેહ ની જરૂર હતી.!
સ્થુળ દેહ વીના "અનંત" સુક્ષ્મ જગતની
અનુભૂતિ શક્ય નથી.!
સૂક્ષ્મને પામવા, જાણવા પણ શરીરનું હોવું છે જરૂરી,
લૌકિક કે અલૌકિક આનંદ બંને મળે સ્થૂળ શરીર થકી!
તું કરે શરીરની અવગણના?
તું ગણિત ખોટું ગણ ના...!
જે મને સમજાય એ જ તને સમજાય,
કદી બને પણ ના...!
જે છે, તે છે, “અનંત”...
ના તું અંતિમ, ના હું પ્રથમ.
તું “અનંત”ને પામવા
સ્થૂળ શરીરને અવગણ ના!
તારું “હું”પણું પણ તું ઓગાળી શકે
જો ‘અનંત’માં,જે ઓગળી ગયા અનંતમાં,
તે એકરૂપ થઈ શક્યા જગતમાં.
દ્વૈત અને અદ્વૈતનું સત્ય
જે ભ્રમ છે, તે જ સત્ય છે,
જે સત્ય છે, તે જ ભ્રમ છે!
સૂક્ષ્મ એ જ વિરાટ છે,
વિરાટ એ જ સૂક્ષ્મ છે!
ચૂપ એ બધા બુદ્ધુ નહીં,
બોલે એ બધા નહીં જ્ઞાની.
માને એ બધા મૂરખ નહીં,
ના માને એ નહીં “અજ્ઞાની”!
હસે બધા એ સુખી નહીં,
રડે બધા એ દુઃખી નહીં.
મંદિરે જાય એ આસ્તિક નહીં,
ઘરમાં જ રહે એ નાસ્તિક નહીં.
લાગશે પોતાના પણ હશે નહીં,
હશે પોતાના પણ લાગશે નહીં!
પારકા હશે પણ લાગશે નહીં,
લાગશે પારકા પણ હશે નહીં!
જે તરફ મતિ, એ તરફ ગતિ!
થોડું સારું, ઘણું ખરાબ...
થોડું ખરાબ, ઘણું સારું!
સારું છે એ સારું, ખરાબ નહીં,
અને ખરાબ તો કશું છેજ નહીં!
હોય કોઈને એ જ ગમતું,
તને જે હોય ગમતું નહીં.
જો “ઈ” (ઈશ્વર) નહીં તો હું નહીં,
હું નહીં તો “ઈ” (ઈશ્વર) પણ નહીં!
"અજ્ઞાની" જે મારૂ મારૂ કરે કૈંજ નથી તેનુ રે....
કૈંજ નથી જેનું આ જગત આખું તેનું રે...
જેનું કંઈ નહીં, એનું બધું,
જેનું બધું, એનું કંઈ નહીં!
થવા દે જે થાય છે,
થવાનું એ થાય છે!
સવાલમાં જવાબ, જવાબમાં સવાલ...
જવાબમાં જવાબ, સવાલમાં સવાલ...
એકબીજામાં જન્મે,
જન્મે એકબીજામાં!
વાંચ, ખુલ્લી કિતાબ છે,
સાવ ચોખ્ખો હિસાબ છે.
ના, નહીં જરાય ગોટાળા....
બાદબાકી અને સરવાળા!
તારી પાસે ના, એ મારી પાસે,
મારી પાસે ના, એ તારી પાસે!
બધાને બધું ના મળે,
ગજાથી વધુ ના મળે!
તો હા પડે ઓછું મળે એ બધું,
તો ના પડે ઓછું ગણે એ વધુ!
સંતોષમાં સુખ ભરા પડા હે ,
અસંતોષ બડા દુઃખદાયી હે..
રે મૂરખ! તેરી જરૂરત થોડી,
તું કરે ક્યોં જ્યાદા હાય-હાય રે...?
સુખી, એનાથી સુખીને જોઈને દુઃખી થાય છે,
દુઃખી, એનાથી દુઃખીને જોઈને જીવી જાય છે!
ના તને ગમે એ ગમે બીજાને,
કાં તને ગમે જે ગમે બીજાને...?
હા! જે છે તે છે તારું,
ક્યાં જે છે તે છે તારું...?
ના બીજી કોઈ રીતે,ના બીજે ક્યાંય,
લેતાં આવડે તો મળી શકે મોક્ષ અહીં!
પ્રેમ કર આ દુનિયાને, મૂર્ખ માંગે મોક્ષ શાને...?
ભટકવાનું બંધ કર રે જ્યાં ત્યાં!
સ્વર્ગ-નર્કની આટલી જ વ્યાખ્યા:
જે ક્ષણ આનંદ, એ ક્ષણ સ્વર્ગ,
જે ક્ષણ આક્રંદ, એ ક્ષણ નર્ક!
" 'અનંત', સુખ એ સ્વર્ગ, દુઃખ એ નર્ક!
મગર દુઃખથી જ ઉપજે સુખનો અર્ક!"
સમજાય તો સમજ "અનંત", તું આટલો અર્થ...
નથી કશુંય વ્યર્થ, "અજ્ઞાની", કશુંય નથી વ્યર્થ!
ના બીજે ક્યાંય, છે આ બધું અહીં!
આપો તો જ મળે, માંગો તો ના મળે!
તો શાને આપો દુઃખ...?
તો બધાને આપો સુખ!
આંખને જે જુએ છે,
આંખ એને જુએ છે.
તારા દુઃખનું કારણ ધ્યાન છે,
એ સુખી જે બેધ્યાન છે!
ધ્યાન કરતાં બેધ્યાન થવું,
“અજ્ઞાની”, એ સૌથી મોટું જ્ઞાન છે!
આંખોને જે જુએ છે એય નથી,
આંખો જેને જુએ છે એય નથી...
ને પછી કે તે પછી, એ પછી છે કે નહીં...?
છોડે તો મળે, પકડે તો દૂર,
ઓરે જો હશે, અડકે તો દૂર!
આમ આકાશ જેવું,
સાવ આભાસ જેવું...
આવવું ને જવું બસ,
વિશ્વાસ ને શ્વાસ જેવું!
ખુલ્લી આંખે કલ્પના જેવું,
'ને બંધ આંખે સપના જેવું...
“અનંત”, આ આવવું ને જવું,
એ તો માત્ર છે ઘટના જેવું!
ભીતરની ખોજ ને ઈચ્છાઓ
તું અધૂરો ને અધૂરું બધું,
હું અધૂરો ને અધૂરું બધું!
કેટલું દોડશે? ક્યાં સુધી દોડશે?
જે વધુ દોડશે, વહેલો થાકશે!
ઓછું-વધુ નહીં જરાય તોયે,
પામવાનું છે એટલું જ પામશે.
ના ઉધર કર, ના તું ઈધર કર,
નજર જબ ભી કર, તું ભીતર કર!
“હું” પકડો તો જકડો વધુ,
“હું” છોડો તો ઉઘડો વધુ!
કે તું પાછળ પડે જેની જેની,
એ દોડાવે તને આગળ રહીને!
ને પછી તું જો જરા અમથું થંભે,
જુએ તને એ પણ પાછળ ફરીને!
ભીતર ઈચ્છા કરે છે, બહાર ભટક્યા કરે છે!
મન જુદું, આત્મા જુદો,
જુદો આત્મા, જુદું તન.
સૌની જુદી જુદી ઝંખના,
ઝંખના વિના કેવું જીવન...?
શરીરના હર એક અંગની,
ઈચ્છા નોખી નોખી હોય છે!
તને ગંદી જે જે લાગે ઈચ્છા,
આખરે ચોખ્ખી ચોખ્ખી હોય એ!
અંગે અંગ રૂપરંગ મન ભરીને જોવાના હોય.
ભીતરના ઉંડાણે થી એકબીજાને જાણવાના હોય.
"અનંત" આ સંસાર માં નર નારીએ પ્રેમથી એકબીજાને ક્ષણે ક્ષણ ભરપૂર માણવાના હોય.!
'અનંત', શરીરના નોખા નોખા અવયવોની, નોખી નોખી ભૂખ, નોખી નોખી તરસ હોય છે!"
પ્રકૃતિગત, સ્ત્રી 'ને પુરુષ વચ્ચેની લાગણી,
જે પણ, જેવી પણ હોય છે,
એ તો બસ અરસ-પરસ હોય છે!
જીવન તેનું રંગીન હોય છે,
આનંદિત અને ખૂબ સરસ હોય છે...!
જ્યાં પ્રેમ, પ્રેમની સમજ,
પ્રેમની લાગણી અરસ-પરસ હોય છે!
બેઉની એક સરખી જ જો ઝંખના હોય,
તો જીવનમાં મધુર રસ હોય છે!
ઝંખના થકી જીવન જીવંત,
વિના ઝંખના જીવન સાવ નીરસ હોય છે!
ઈચ્છા સઘળી પ્રકૃતિગત,
કો’કમાં વધારે, કો’કમાં ઓછી ઓછી હોય છે,
“અનંત”, મગર અમુક અમુક ઈચ્છા
સૌ કોઈમાં એક જ સરખી હોય છે...!
કોઈ સત્ય પ્રેમનું છે! પ્રેમની લાગણી કોઈ કોઈ સહર્ષ સ્વીકારે છે,
તો કોઈ કારણસર કોઈ કોઈએ વાત પ્રેમની, હૂંફની મનમાં દાબી હોય છે.
અંતરનો ઉઘાડ
કાન બંધ કરીને સાંભળો...
અને આંખો બંધ કરીને જુઓ...
જે ચાહશો તે સાંભળી શકશો,
જે ધારશો તે નિહાળી શકશો!
જઈ બંધ થશે નયન-કમાડ,
તંઈ અંતરમહીં થશે ઉઘાડ!
અંતરે ઉઘાડ તો થશે,
મૌન રહી કર નયન બંધ!
ખુલ્લા નયને બહાર જે,
બંધ નયને એજ ભીતર સંબંધ!
ખુલ્લી આંખે ના દેખાય જે પણ,
મને બંધ આંખે દેખાય એ પણ!
તન, મન ને આત્મા, સૌ મસ્ત પોતપોતામાં!
એ શું તારા થશે?
જે થઈ ના શક્યા પોતાના!
કોઈ કોઈનું માલિક નહીં,
બધા ગુલામ એકબીજાના!
કશું જ ના લઈ જવાનું,
પણ કેટલું છોડી જવાનું!
કોઈ કૈંજ લઈને આવતું નથી,
છતાં કેટ કેટલું છોડી જવુ પડે છે.!
આત્મા પંખી, પાંજરું તન, પાંજરું બદલે, પંખી નહીં!
ચિતાની આગમાં આખરે, પાંજરું ઓગળે, પંખી નહીં!
ક્ષણ ક્ષણ વીતે સુખમાં,
હાં, તું પણ જીતે દુઃખમાં!
એક જ વિચાર બને અંગાર,
એક જ વિચાર થશે શૃંગાર!
એક કુવિચાર થશે અંધકાર,
એક સુવિચાર અને સવાર!
હું પણ વિચાર, તું પણ વિચાર...
ખુલ્લી આંખે અંધારું, બંધ આંખે અજવાળું!
જે કહે એ સમજે એવુંય નથી, ને સમજે એ કહે એવુંય નથી!
લાગશે એટલા બંધન, બાંધશે જેટલા સંબંધ!
બંધનનું કારણ મુક્તિ, મુક્તિનું કારણ બંધન!
સહી સહીને તું સહેશે કેટલું...?
જેટલી લાગણી, દુઃખ પણ એટલું!
હિંમતથી જીવવાની આ જ અસલ રીત છે, ખુદ હારે તો જ હાર, બાકી જીત જ જીત છે!
શાંતિમાં પણ શોર, શોરમાં પણ શાંતિ, એકાંતે ભીડ ને ભીડમાં એકાંતની ભ્રાંતિ!
જે તુરંત 'ના' પાસ કરે,
એની પાસે તું ખાસ જજે!
ત્યાંથી પ્રાપ્ત થશે જ્ઞાન,
એ જ આપી શકે છે જ્ઞાન...
જે વારંવાર નાપાસ કરે!
એ છેતરશે નહીં, કરશે ખરી કસોટી,
પછી જ પાસ કરશે!
બાંધો તો છૂટવા મથે,
છોડો તો આવી રહે!
બંધનમાં મુક્તિની ઈચ્છા,
ઈચ્છા મુક્તિમાં બંધનની!
સંબંધની ખરી એ વ્યાખ્યા,
ઝંખના ખરી તે સંબંધની!
ગયા પછી જવાનો નથી,
નથી જવાનો ગયા પછી!
નથી ગયો કે આવ્યો હું,
હું આવ્યો કે ગયો નથી!
હતો અહીં 'ને રહીશ અહીં જ...!
જતો દેખાઈશ, ના જઈશ ક્યહીં જ...!
સિક્કાની બંને બાજુ,
બંને બાજુ સિક્કાની!
એ બાજુ નહીં જે તારી,
જે બાજુ નહીં એ સારી!
સારી જે બાજુ એ નહીં,
તારી જે બાજુ એ સહી!
ખોટા સિક્કા જેવો માણસ...
ના ચાલે તોય મંદિરે જાય,
જાય મંદિરે તોય ચાલે ના!
"અજ્ઞાની" મંદિર મંદિર ભટકી મૂરખ નાહક પેર ઘીસે,
ઝાંખ કે દેખ ભીતર કભી, ઈશ્વર વહી પર દીસે!
જે સમંદર એ જ બૂંદ,
એ જ બૂંદ એ જ સમંદર!
જીતીને ક્યાં જવાનું?
જે સમજ્યા એ સિકંદર!
તું મારામાં શોધે તને,
હું તારામાં શોધું મને!
તું અજવાળે શોધે મને,
હું શોધું અંધારે તને!
સ્વતંત્ર કોઈ નથી જગતમાં,
બધે બધા જ એકબીજા પર નિર્ભર!
કોણ છે આઝાદ કહો ભલા?
બંધનમાં છે એ પણ "ઈશ્વર"!
જોકે બંધન સઘળા બહાર છે,
એક પણ બંધન નથી ભીતર!
ક્ષણ પછી એ સુખ, ક્ષણ પછી એ દુઃખ...
દુઃખ એ ક્ષણ પછી, સુખ એ ક્ષણ પછી!
મૃત્યુ એ જીવન, જીવન એ મૃત્યુ!
તું કોણ? હું કોણ?
હું કોણ? તું કોણ?
કોઈ જ ના ઓળખ, છતાં હતા ઓળખતા!
હતા બધા ઓળખતા, છતાં ન’તા ઓળખતા!
ઓળખ નથી હજુ સુધી....
મને મારી, તને તારી, તને તારી, મને મારી!
દિવસ ને રાત રહે, છતાં એ સાથ રહે.
આ બધી ઘટના વારંવાર બને,
યાદ ના જે આવે તને કે મને!
આવે તો સાથે ના રહે કોઈ,
એ દુશ્મન હોય એવુંય બને!
એ યાદ કરીને પછી ભૂલે છે,
કે પછી ભૂલીને યાદ કરે છે...?
ભુલાવી ભુલાવી ભેગા કરે છે,
હિસાબ ચૂકતે જ એમાં કરે છે!
દીધું જે રીતે, એ રીતે પાછું આપે છે,
લીધું જે રીતે, એ રીતે પાછું માંગે છે!
દીધું તે લીધા વિના જવાય ના,
લીધું તે દીધા વિના જવાય ના!
જે કંઈ અત્યારે કીધું, સમજથી વધારે કીધું!
હું કોણ? હું જાણું નહીં,
તું કોણ? તું જાણે નહીં!
તે પામે છે જે આપે છે,
જે જાણે છે તે માણે છે!
હું ખુદ પળ પળ બદલાતો,
'ને પળ પળ બદલાતું બધું!
તને લાગે ઓછું ઓછું
અને મને લાગે બધું વધુ ને વધુ!
ઓળખવામાં મને જ આમ હું નિષ્ફળ જતો... નિષ્ફળતા જીવાડે પ્રેમને,
તેથી જ ના હું સફળ થતો!
આ પળ અહીં હું નહીં, આ પળ અહીં તું નહીં...
આવું તો હું બોલું નહીં, આવું તો હુંયે કહું નહીં!
જે નામથી ઓળખે મને, એ નામ પાછળ હું નહીં...
જે નામથી ઓળખે તને, એ નામ પાછળ તું નહીં!
તો પછી આ પળ છે કોણ અહીં...?
એવી તો આપણને ખબર નહીં!
જો બોલે સો જાલીમ,
હુવા જો ચૂપ વો આલીમ!
અંત મારો અંત નહીં, નહીં હું જ્ઞાની...
“અનંત” કાળથી ભટકતો “અજ્ઞાની”~
છેલ્લે... મૌન થયા પહેલાં (અજ્ઞાનીનું કથન)
અનંત ઊંડા અનુભવના આધારે અજ્ઞાની બોલ્યો:
સાવ સહેલું છે એમ કહેવું, કે 'અનંત' નીજ મસ્તીમાં રહેવું... જેટલું સહેલું છે કહેવું, એટલું સહેલું નથી "અનંત" એમ રહેવું!
આ મુકામ સુધી પહોંચવા પ્રથમ તમામ "અજ્ઞાન", મોહ-માયાથી પર થવું પડે છે. ઉચ્ચ વિચાર થકી ઉપર ઊઠવું પડે છે... અને એમ કરવા...
💥 બ્લાસ્ટ: "અજ્ઞાની, બહાર નીકળવા પ્રથમ ભીતર જવું પડે છે! ભીતર જે જાય છે, તે જ આખરે બહાર નીકળી શકે છે." "અજ્ઞાની"
💥 બ્લાસ્ટ: "અનુભવ અને અનુભૂતિમાં બડો તફાવત હોય છે! અનુભવ બહારની પ્રક્રિયા છે, જ્યારે અનુભૂતિ ભીતરની પ્રક્રિયા છે! અનુભવ બહારથી અને બહારના લોકો દ્વારા થાય છે, જ્યારે અનુભૂતિ અંદર-અંદર થાય છે અને કરી પણ શકાય છે, જે અનહદ અલૌકિક હોય છે!"
"અજ્ઞાની"
સંતોષી ને સુખી...
સુખી છે એ સુખી નથી,
દુઃખી છે એ નથી દુઃખી!
સુખ-દુઃખ વિશેની વ્યાખ્યા
યા માન્યતા સૌની નોખી નોખી...
ઉપરથી ઉપરથી સુખી દેખાતો,
હોઈ શકે અંદરથી દુઃખી દુઃખી!
ઉપરથી દુઃખી દેખાતો,
હોઈ શકે ભીતરથી "અનંત" સુખી!
"અજ્ઞાની"
જે મારું મારું કરે, "અજ્ઞાની", કંઈ જ નથી એનું રે...
કંઈ જ નથી જેનું, "અનંત", જગત આખુંય એનું રે!
"અજ્ઞાની"
લગ્નજીવનમાં શયનકક્ષ એક એવી જગ્યા છે, જ્યાં સ્વર્ગસમું સુખ મળે છે...
ત્યાં જ નર્કસમું દુઃખ મળે છે અરસપરસ સમજણના અભાવે!
"અનંત"
તનમા દુ:ખ છે તનમા સુખ છે
મનમાં દુ:ખ છે મનમાં સુખ છે
તન મન ને સુખદુઃખ સાથે લેવાદેવા.!
મગર આતમ તો અનંત આનંદી છે
આતમને વળી સુખદુઃખ કેવા.?
"અનંત"
*બ્લાસ્ટ*
"अनंत" देखे सुने बिना रह शके।
दिखाए कहे बिना जी शके ना कोई।
ज्यादा मत सोच "अनंत" कहा,
सुनी का फल भी कर्म के मुताबिक होय।
*"अनंत"*
https://m.facebook.com/photo.php?fbid=199224306853945&id=100002991311961&set=a.119481608161549&mibextid=Nif5oz
No comments:
Post a Comment