અચાનક મધ રાતે મારી આંખ ખૂલી ગઈ ...
ખબર નૈ કેમ !
ખૂલી તો ખૂલી પછી બંધજ ના થાય ....
અર્થાત્ નીંદરજ ન આવે એમ..!
કોઈ વાંધો નૈ મને તો મજા આઈ ગઈ...
કારણ કે બૌ દિવસ થયા મે અનંત ના કાગળિયા ને હાથ નહોતો લગાડ્યો ...
એટલે હું તો સીધો જ ઉપરના રૂમમાં પહોચી ગયો ...
એ રૂમના એક કબાટમાં અનંતે વર્ષો પહેલાં લખેલા ના અઢળક કાગળિયાઓ ભર્યા છે ...
એ કબાટ ખોલી એમાંથી કાગળો નો એક થપ્પો લઈ હુતો બેસી ગયો ઉકેલવા ...
ઉકેલતા ઉકેલતા મને ટુકડે ટુકડે જે મળ્યું એ..
આ રચના ...
જે વાંચતાં વાંચતાં ...
મને યાદ આવી ગઈ....
વર્ષો પહેલા અનંત સાથે ઘટેલી ઘટના ...
જોકે એક એનિજ નહીં કોઈ પણ રચના કારની રચના પાછળ ...
એક ના એક ઘટના છુપાયેલી જ હોય છે ...
એ ઘટના જ રચના લખવા માટે ની પ્રેરણા બનતી હોય છે જોકે...
અનંત ની આ રચના પાછળની ઘટના હું અત્યારે નૈ કૌ કેમકે હવે …
મારી આંખો ઘેરાય છે ..!
અનંતના એજ જૂના ઝર્ઝરિત પીળા પળી ચૂકેલા કાગળિયા ઉકેલતા જે મળેલી એ રચના ...
“ ઝણ ઝણાટી”
“ આ કેમ હું ફરી ઝણ ઝણી રહ્યો...”
સગી આંખે જેને જોઈ હું ઝણ ઝણું...
આસ પાસ કોઈ દેખાતું તો નથી એવું ...
તો પછી આ કેમ હું અહી ઝણ ઝ્ણુ !
નક્કી કોઈ દૂર દૂરથી મારા મનને
મનથી સ્પર્શતું લાગે છે...!
મારી જ માફકજ
નક્કી કોઈ દૂર દૂર ઝણઝણે છે.!
કોઈક ના શબ્દોના સ્પંદનો કદાચ ..!
મને સ્પર્શે છે ..
મે અને જોઈ નથી એ વાત નક્કી છે !
પણ એણે મને
ક્યાક જોઈ લીધો છે એ હકીકત છે !
નૈ તો આમ અચાનક અચાનક
સાવ અમસ્તો કૈ હું ઝણ ઝણું નૈ ...
ક્યાં જોયો હશે એને મને ?
એણે મને જોયો..!
તો મે કેમ એને જોઈ નહીં ?
શું એને મને છુપાઈને જોયો હશે ..?
કે પછી....
ઓહ..!
કેટ કેટલા સવાલો ઊભા થઈ ગયા
જરીક અમથુ ઝણ ઝણવાથી...
કોણ હશે ?
કેવી હશે ?
ક્યાં હશે ?
એ શા માટે મનથી મને સ્પર્શે છે. ?
ખૈર ...
આ સવાલોમાં નથી પડવા જેવુ ...
સુખ નથી કોઈ બીજું
એમનેમ ઝણ ઝણવા જેવુ ...
નથી જાણવું મારે
એ ક્યાં છે , કોણ છે , કેવી છે ...!
જ્યાં હોય ત્યાં, જેવી હોય તેવી, , જે હોય તે
માત્ર મનથી નહી
તન સમેત સામે આવે તો ખબર પડે ...
પણ આમ તો જોકે
એ તન સમેત સામે ના આવે એજ સારું છે...
મારે કશુજ નથી જાણવું એના વિષે ...
એણે પણ ક્યાં જાણ્યું છે કશું મારા વિષે...
એ પણ જાણ્યા વિનાજ ઝણ ઝણે છે -
તો હું પણ જાણ્યા વિના જ ઝણ ઝણીશ ...
એ જે હોય તે આમ તો જોકે ...
એ કોણ હશે ?
એ શા માટે દૂર રહી મનથી મને સ્પર્શે છે. ?
આ સવાલો ના જવાબ ના મળે એજ સારું ...
કે જાણ્યા પછી ને જોયા પછી,
દૂર રહેવું વસમું વસમું લાગે. !
યા તો નજીક જવુ અઘરૂ લાગે.!
એથી તો બહેતર છે કે
એ દૂર દૂર રહી ઝણ ઝણે ...
અને હું પણ એના અદ્રશ્ય સ્પર્શથી
“અનંત” ઝણ ઝણું...
“અનંત” આટલું સુખ કાયમ રહે તોય ઘણું ....
“અનંત”
એને ન જોવા પાછળ પણ એક કારણ છે કે,
જોયા વીના જે જેવુ જોવુ હોય તેવુ દેખાય છે.
જોયા પછી જે જેવુ જોયુ હોય તેવુ ન દેખાય તો..?
બ્લાસ્ટ :-वही पुराना ...
उम्रभर नहीं मिटती “अनंत” ये दो भूख !
एक प्रेमी की इच्छा और दूजे प्रेमी से हूंफ !
“अनंत”
*બ્લાસ્ટ*
સતત આ ઝણઝણાટી "અનંત"
ખબર નૈ કેમ બંધજ નથી થતી.!
"અનંત"
https://www.facebook.com/share/p/NkyXBCx7ZtdtnPv3/?mibextid=oFDknk


No comments:
Post a Comment