સંવાદ કરશો તો વીવાદ નહીં થાય.
વીવાદ કરશો તો સંવાદ નહીં થાય.
સંવાદ લાગણી અને વાણી નો વિષય છે.
"અનંત" પ્રેમ સંવાદ કરવા પ્રેરે છે.
ગુસ્સો વિવાદ કરવા મજબૂર કરે છે.
આપી ને પામવા ની ઝંખના હોય એ સંવાદ કરે છે.
પામી ને આપવા ની ઈચ્છા હોય એ વીવાદ કરે છે.
મારી જ ભીતર અવતરણ થતાં "અનંત"
જ્ઞાન ને હું આચરણમાં ન ઉતારૂ તો શું કામનું.?
"અનંત"
*બ્લાસ્ટ*
આમ તો જોકે તન ના રસ્તે થી નયનથી નીરખી આંખો ના દ્વારે થી પહોંચવાનું હતું છેક એકબીજાના મનથી "અનંત" હ્રદય સુધી.
"અનંત" મગર અંત સુધી આ દુનિયાનાં લોકો અને લોકી તમામ વ્યક્તિ માત્ર તન પર સફર કરતી રહી..!
"અનંત"
કોઈ બહાર ભટકે,
ભટકે કોઈ ભીતર.
"અનંત" અટકે ના
આ ભટકવાનું સદંતર....
કોઈ બહાર ભટકે,
ભટકે કોઈ અંદર અંદર...
"અનંત"
No comments:
Post a Comment