વર્ષો પહેલા કોઈ સાવ અક્કલ વગરની અકડુ ચહીતી ને ફક્કડ ભાઈબંધે એ બૌ હુશીયારી મારતીતી ત્યારે આવું કાં'ક કહ્યુંહતું કે,
કેવળ રૂપાળા અંગોના કામણ શું કામના !
એવં હ્રદય જો હોય પાષણ શું કામના.!
હું પ્રેમની કિતાબ વાંચું મગર તું સમજે નહીં કૈંજ
તો પછી, ભેંસ તારી કને આ ભાષણ શું કામના.!
હાથમાં હોય અબીલ ગુલાલ મગર હૈયુ હોય ઉદાસ.
રંગો તમામ લાગે બેરંગ એવા આ ફાગણ શું કામના.!
તારો પ્રેમ જો મારા જીવનમાં જુસ્સો પેદા ના કરી-
શકે, તો રાત આખી તારા માટે જાગરણ શું કામના.!
અ કારણ તો આ બ્રહ્માંડમાં ક્યાં કશુંય થાય છે.?
મગર "અનંત" ભીતર ન ઝણઝણે એવા પ્રેમ પ્રકરણ શું કામના.!
"અનંત"
*બ્લાસ્ટ*
હું આવીશ હું આવીશની ચાહ માં...
છુપાઈને ઘેઘુર ઝાડવાઓની આડ માં..
તું દૂર ઉભી હોય છે મારી રાહ માં...
"અનંત" મગર જ્યારે હું તારી સામે
આવુ છું. તું કરતી નથી કૈં વાત આમ કાં..?
ક્યાં સુધી આમ ઝુરશે તું મારી ચાહમાં...
"અનંત"
*બ્લાસ્ટ*
જેને લાગણી યા "અનંત" પ્રેમ ની વાત, પ્રેમાળ શબ્દો યા પ્રેમાળ સ્પર્શ દ્વારા થતી અભિવ્યક્તિ સમજમાં આવતી ન હોય એવી વ્યક્તિ સાથે પ્રેમ અને લાગણી ભર્યા શબ્દોમાં વાત કરવી એટલે કીંમતી હીરા ઉકેળામાં ફેંકવા બરાબર છે..!
એવી ગટર જેવું મન ધરાવતી વ્યક્તિ આગળ ઉપર મુજબ વર્તવુ અને વાત કરવી એટલે તમારા કીંમત શબ્દો ગટરમાં ગંદવાડ વહેવડાવા બરાબર છે.
"અનંત"
No comments:
Post a Comment