વર્ષો પહેલા ખંડેર મધ્યે જ્યારે અમે ત્રણેય ભાઈબંધો મળ્યા ત્યારે...
ચાય પીતા પીતા અમારા વચ્ચે મળવા છુટા પડવા વીષે ચર્ચા થઈ.
મે કહ્યું ભાઈબંધો હું તો અહીંજ રહું છું.! પણ તમે બંને અલગ અલગ દિશામાંથી મારે ત્યાં આવ્યા અને આપણે એકબીજા સાથે એમ હળીમળી ગયા જાણે પહેલેથીજ એકબીજાને ઓળખતા હોય.
ત્યારે...
ભાઈબંધ અજ્ઞાનીએ કહ્યું કે,
આપણું અહીં આમ મળવું કૈ પહેલી વારનું નથી !
અને છેલ્લી વારનું પણ ! નહીં જ હોય!
આ પૃથ્વી પર આપણે સૌ સદીયોથી, અનંત યુગોથી એક બીજાને મળતા જ રહીએ છીયે...
મગર હાં.,
આપણી મળવાની જગ્યા , મળવાની રીત ,
આપણા રૂપ રંગ, બદલી જતાં હોય છે !
તેમ છતાં એ હકીકત છે કે આપણે સૌ અવારનવાર એક બીજાને મળત રહીએ છીયે.
આ વખતે આપણે સૌને અહીં ખંડેરમાં મળવાનું થયું અને મળી ગયા...
સદીયોથી અનંત યુગોથી એક બીજાથી છૂટા પડેલા "અજ્ઞાની" આપણે સૌ ....
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
અનંત યુગોથી મળતા છુટા પડતા
છુટા પડતા ફરી મળતા આપણે સૌ...
સદીઓ છૂટા પડેલા આપણે સૌ.
"અનંત" યુગો પછી આજે મળ્યા.
"અનંત"
https://www.facebook.com/share/p/1Y4Vjsw5mi/
No comments:
Post a Comment