હું તારા શબ્દોમાં મને શોધું છું.
તું મારા શબ્દોમાં તને શોધે કે?
@@@@@@@@@@@@@@@@@
ક્યાં સુધી આમ શબ્દોમાં એક બીજાને શોધ્યા કરીશુ ?
ક્યાં સુધી શબ્દોથી આપણે એક બીજાને તોલ્યા કરીશું?
નક્કર મુલાકાત કદિ થશે કે ?કે પછી બસ આમજ,
હું ને તું રોજ રોજ શબ્દોમાં સંતા કૂકડી રમ્યા કરીશું.
ચાલો સ્થૂળ દેહે મળીએ કે ના મળીએ.પણ એટલો,
સંબંધ સાચવીશું શબ્દ દેહથી સતત મળ્યા કરીશું.
રૂબરૂ મળ્યા સમી મજા છે . શબ્દોમાં મળવાની પણ.!
તો આમજ શબ્દોમાં ખીલશું ને શબ્દોમાં ફોર્યા કરીશું
શબ્દ દેહે મળવાનો પણ એક અલૌકિક આનંદ હોય છે.
રૂબરૂ જ્યાં સુધી ના મળી સકીએ શબ્દ દેહે મળ્યા કરી શું .
તું ને હું હું ને તું આમ તો બન્ને સરખા જ જિદ્દી છીયે કે નૈ?
મચક નહીં આપીએ પણ ...! ભીતર પ્રેમથી ટળવળ્યા કરીશું.
કહું છું..! હવે મને ગુસ્સો આવે છે.ચાલ તુંયે થોડી ગુસ્સે થા.!
“અનંત” ગુસ્સામાં પ્રેમ કરીશું 'ને પછી પ્રેમથી જગડ્યા કરીશું.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
"અનંત"
.jpg)
No comments:
Post a Comment