હાં..! પ્રિયે ઘણા આંસુ સાર્યા મે ખોટી જગ્યાએ .
અને અંતે એક ટીપું જે બચ્યું હતું....
એ આખરે ....
સાચી જગ્યાએ.....
એક પ્રેમાળ ખભા પર સરી પડ્યું ....
હાં પ્રિયે, એ આંસુ તારા ખભા પર ટપકી ગયું છે..
બસ હવેથી આ રુદન પણ મારૂ અટકી ગયું છે.
હું જોઈ રહ્યો હતો ફરી એક સુંદર સપનું જ.!
અને જોઈ રહો છું... કે, એ પણ છટકી રહ્યું છે.
મે માન્યું... બધા જ પ્રશ્નોનાં ઉતર મળી ગયા.
છતાં.! એક પ્રશ્નાર્થ ચિહ્ન માથે લટકી રહ્યું છે.
હાં.! હવે જ્યાં અટક્યો એજ મંઝિલ માનું છું.
અને એ છે જ.! એવું કેવળ મે જ નક્કી કર્યું છે.
બની સકે આ મારો ભ્રમ હોય. તોયે આનંદ છે.
અને ત્યારથી જ ભટકતું આ મન અટકી ગયું છે.
હાં “અનંત” પ્રેમ તત્વ મારામાં હજુ જીવંત
છે.
એની સાબિતી એજ કે જીવન મારુ ટકી રહ્યું
છે.
હાં પ્રિયે એ આંસુ તારા ખભા પર ટપકી ગયું છે..
બસ હવેથી આ રુદન પણ મારૂ અટકી ગયું છે.
"અનંત"
.jpg)
No comments:
Post a Comment