એવું તે શું જેને તમે તાબે છો? તમારા ભીતરમાં શું શક્તિરૂપે છે? શેના વડે તમને કાર્ય કરવા પ્રચંડ વેગ મળે છે?
.
તેને ઘણી બે’નો છે, કેટલીક નાનકી કે કેટલીક મોટકી. સગી બે’નોની હારે સાવકીયે એટલી જ.. એને લડાવીયે તો ખુશહાલી ’ને નારાજ કરીયે તો દુ:ખ ! છે કોણ એ? એ અનંત છે; સતત છે; અવિરત છે. છતાં તેની પૂષ્ટિયે તે શમીયે જાય છે ! અને જોવાની ખૂબી એ છે કે તરત નવી જન્મીયે જાય છે ! અને જોતજોતાંમાં જૂવાન જૂવતીની માફ઼ક જોબનીયૂં છલકાવતી ઉછળે પણ છે !

એ બીજું કોઈ નહીં માણસને સતત જીવંત રાખનારી; તેનાંમાં અવનવું જોમ ભરનારી; એ છે. એ જો સંતોષાય અને હકારાત્મક પરિણમે તો સઘળું અને સર્વસ્વ રાજીનું રેડ; નહીં તો સર્વત્ર તારાજી !
એ છે ઈચ્છા.
એ છે ઈચ્છા.
સૌની ઈચ્છા. પૂર્ણ-અપૂર્ણ ઈચ્છા. કોઈ આજીવન, કાયમી હોય છે તો કોઈ રોજેરોજ નવી. એને પંપાળી, બલકારી, મનાવી, પટાવીને જીવવું પડે. સાવ નાનકડાં બાળારાજાની જેમ. અને જો એ જીદ્દે ચડે તો પત્યું ! એ મનની મનમાં રહી જાય છે ત્યારે દેહે સહન કરવું પડે છે. અને જો તે મનમાંથી સરકીને વહે છે ત્યારે શરીર તરફ઼ વળે છે. એ ક્યારેક તનથી શોષાય તો ક્યારેક ધનથી. તન-મન-ધનની વચ્ચે હિલોળા લેતી એ નર-નારીને આરણકારણ છે.
આવી જ એક ઘણાં વખતથી સંકોરાઈને ગડી વળેલી મનનાં એક ખૂણાંમાં બેઠેલી “ઈચ્છા”એ એનાં શરીરને એક દિવસ કઈંક પૂછી લીધું:
.
એણે પૂછ્યું ,”તું કેમ મને અવગણે છે ? શું તારા માટે મારું કોઇ મહત્વ નથી ? શું તું મને તૃપ્ત કરી ખુશ નહીં થા ? મને કેમ પોષતી નથી ? ઊંડે ઊંડે મને ધરબીને કેમ જાતને રુંધે છે ? મને જરા મુક્તિ તો આપ, પછી જો તારું જીવન; કેવું હળવું ફૂલ થઈ જાશે ! કોઇ મનમાં ભાર નહીં હોય. નવી આશા, નવો ઉત્સાહ ભરી જોમ ભેર જીવી શકીશ. કેમ આમ કરે છે, હેં ?

દેહે ફક્ત સસ્મિત ફ઼કત એટલું કહ્યું, “મારા પોતિકાં માટે તું નથી.”
દેહે ફક્ત સસ્મિત ફ઼કત એટલું કહ્યું, “મારા પોતિકાં માટે તું નથી.”
.
જી, એવું જ કઈંક, ઈચ્છા આપણી પોતિકી હોવા છતાં એનાં પર ઘણીવાર માલિકી નથી હોતી. સમય, સંજોગ કે ક્યારેક નિયતી આ ઈચ્છા ઉપર સવાર થઈ તેને ધ્વંશ કરી દે છે. અને જોગાનૂજોગ આ જ ઈચ્છા જરાસંગની જેમ તેનાં દરેક ઝીણાં ઝીણાં ટૂકડા જરીવારમાં જોડાઈ ફ઼રી મૂળ કે નવું સ્વરૂપ ધારણ કરી જ લે છે !

કે’વાય છે કે કોઈની કોઈ ઈચ્છા મૃત્યુ પર્યત અધૂરી રહી જાય તો પોતાના જીવંત સ્વજનો પાસે પૂર્ણ કરાવવા મથે છે. મૃતાત્મા કનડગત કરશે એ બીકે લોકો નજીવી ઈચ્છાઓ પણ અંતિમ ચરણમાં તેમની હયાતીમાં જ પૂરી કરવા પ્રયત્ન થાય છે ! ગૂનેગારને પણ ફ઼ાંસી જેવી આકરી સજા આપવા પહેલાં તેની આખરી ઈચ્છા પૂછવામાં આવે છે. કેટલી તાકાત હશે આ ઈચ્છામાં !! કેટલી હદે અદમ્ય હશે આ ઈચ્છાઓ જે યેન કેન પ્રકારે પરીપૂર્ણ થતી હશે !! તેનું ખરું મૂલ્ય એ જ કરી જાણે જેને નાનકડી ઈચ્છાઓ પોસવામાં પણ આકાશ-પાતાળ એક કરવા પડે છે.
કલબલાટ :- “ઈચ્છાને એક જ ઈચ્છા હોય છે; તેની દરેક ઈચ્છા પૂરી થાય !”
લેખક :- કુંજલજી ....
-|{£@ 7.12.12 ૐ
No comments:
Post a Comment