"મારૂ તો બસ આવું જ છે જીવન "


જીવન જીવવાની આ જ અસ્સલ રીત છે.
ગુંજે છે મારી અંદર એ ખુશીનું જ ગીત છે.
ગમતું ના જે આપણને કોઈકને એ ગમે છે
હોય બધુજ ગમાડવું એજ સાચી પ્રીત છે.
મંગલમય લાગે બધુ!બધુ! બધુજ એને.
આત્મા જેનો સ્વચ્છ, શુંધ્ધ જેનું ચિત છે
છોડી દ્યો બધુ, "વશમાં રાખો એક મન!"
મળી જશે બધુ એ જ સાચો મનમીત છે.
પ્રયાસોથી થાકે, અજ્ઞાની એની જ હાર છે
"હારે એની જ હાર બાકી, જીત જ જીત છે "
~અજ્ઞાની

જીવન જીવવાની આ જ અસ્સલ રીત છે.
ગુંજે છે મારી અંદર એ ખુશીનું જ ગીત છે.
ગમતું ના જે આપણને કોઈકને એ ગમે છે
હોય બધુજ ગમાડવું એજ સાચી પ્રીત છે.
મંગલમય લાગે બધુ!બધુ! બધુજ એને.
આત્મા જેનો સ્વચ્છ, શુંધ્ધ જેનું ચિત છે
છોડી દ્યો બધુ, "વશમાં રાખો એક મન!"
મળી જશે બધુ એ જ સાચો મનમીત છે.
પ્રયાસોથી થાકે, અજ્ઞાની એની જ હાર છે
"હારે એની જ હાર બાકી, જીત જ જીત છે "
~અજ્ઞાની
No comments:
Post a Comment