અક્ષર....
અક્ષર ધોળા, કાળા અક્ષર.
તોયે કેવા રૂપાળા અક્ષર.
કલ્પના શૃંગાર કપડાં એના.
કલ્પના વિના ઉઘાળા અક્ષર.
જરાક જ જો માત્ર મેળ બગડે તો,
ફરે અર્થ, કરે ગરબડ ગોટાળા અક્ષર.
કોઈના ઝીણા કીડી સમા તો ,
કોઈના ફાંદ સમા દુંદાળા અક્ષર.
મીઠી યાદ આબાદ રહે કાયમ.
હાથમાં પિયુ નામે છૂંદાળા અક્ષર.
ચાલે કલમના સહારે "અનંત"
સાથે ચાલે પગપાળા અક્ષર.
"અનંત"
No comments:
Post a Comment