"પરદેશ જવાની આ તૈયારી છે"
કરી દૂર મને, પરદેશ જવાની તારી આ તૈયારી છે,
હાં, જો સાથે જીવવું, તો જવું પડશે... લાચારી છે!
જેમ વૃક્ષને વેલ, એ રીતે મને તું બાહોમાં ભરી લે,
તને પ્રેમથી ભીંજવૂં હું, મને પ્રેમથી તું ભીંજવી દે.
કોણ જાણે કેટલા યુગોનો ભાર સહ્યો વિયોગે!
આવ આજ એ હળવો કરીએ, આંસુ ઠાલવી લે.
તારા નાજુક ખભાને હું ભીંજવૂં આંસુથી,
મારોય ખંભો તું આજ આંસુથી ભીંજવી દે.
કોણ જાણે ફરી કેટલાય યુગોનું છેટું થશે!
છેલ્લી થોડી ક્ષણોમાં, પ્રેમ યુગોનો કરી લે.
"અનંત" સાચવીને રાખજે આંસુ આંખોમાં
હું આવું ત્યાં સુધી, આજ મન ભરીને રડી લે..!
"અનંત"

"અનંત"
"અનંત"
No comments:
Post a Comment