फिर वही पुरानी बाते "अनंत"की..........
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જે મજા હોય છે ! એ સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે ! એ હકીકતમાં નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જ મજા હોય છે ! સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જ મજા હોય છે ! હકીકતમાં નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કિન્તુ....અંતે તો વિચારો 'ને કલ્પના જ વાસ્તવિકતનુ રૂપ ધરતી હોય છે.
"અનંત" જગતનું નિર્માણ પણ કોઈકની અલૌકિક કલ્પના જ કરતી હોય છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"એ વાત કદિ નથી કરતો જેની ખપત નથી હોતી.
ભીતર કોઈ ગૂઢ અર્થ છુપાયો હોય છે ખોટી લપ નથી હોતી.
પ્રેમ શું ચીજ છે એ પણ જેને ખબર નથી હોતી.
એ તો પથ્થર છે. જેને પ્રેમની ખપત નથી હોતી.
એ તો કહો ભલા મને જરા કે આ જગતમાં એવું,
કોણ છે ? જેને પ્રેમની ઝંખના કે તડપ નથી હોતી.
હોય તો હોય કદાચ નફરત કોઈને કોઈ વ્યક્તિથી.
મગર પ્રેમથી કોઈને કદી પણ નફરત નથી હોતી.
હાં એવું બને કે પ્રેમમાં જો ઠોકર ખાધી હોય તો..!
એ દૂ:ખીને પ્રેમની તડપ થોડો વખત નથી હોતી.
પછી ફરી એને પ્રેમ જાગે ને ફરી પાછો પ્રેમ માંગે.
ફરી ફરી એજ અસર હોય છે.! અલગ નથી હોતી.
જોયું છે અકસર મે પ્રેમમાં, ઘણું બધુ એ ગુમાવે છે.
જે અતી અધિરો છે. ધીરજ જેનામાં સખત નથી હોતી.
આખરે કિંમત ચૂકવવી જ.! પડે છે હર એક ચીજની
આ જગતમાં કોઈ પણ ચીજ સાવ મફત નથી હોતી .
"અનંત" પ્રેમ પ્રેમ જ હોય છે કોઈ રમત નથી હોતી.
અને એવું તે કોણે કહ્યું કે પ્રેમમાં શરત નથી હોતી ?
એવું કહેનાર માત્ર ને માત્ર કોઈક દંભી હશે, બાકી,
સ્વાર્થ વિનાની જગતમાં કોઇ જ મમત નથી હોતી.
પ્રેમ આપવા સામે માત્ર પ્રેમ પામવાની જ હોય જો
શરત, તો એ શરત પણ બિલકુલ ગલત નથી હોતી.
જો અરસ પરસ ઝંખના હોય એક સરખી તો માનજો.
"અનંત" ત્યાં લાગણી પણ અલગ અલગ નથી હોતી.
શું નજરથી નજર મળ્યા બાદ ,શબ્દ કે શ્વર થકી થોડી
લાગણી વ્યક્ત થયા પછી,મળવાની તડપ નથી હોતી ?
અંતમાં. ખરા હ્રદયથી બસ એટલુ તો કબૂલો "અનંત"
શું આત્માને પણ શરીરના સ્પર્શની ખપત નથી હોતી?
"અનંત"
"અનંત"પ્રેમ અનુભવવાને આત્માને શરીરની જરૂર હોય છે.
તો કહો ભલા શું શરીરને આત્માના પ્રેમની તડપ નથી હોતી ?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
પ્રેમથી જ જન્મે છે સૌ. જન્મતા જ જન્મે છે પ્રેમ.
ને તોયે તમે નફરત કરો પ્રેમને ! એવું ચાલે કેમ.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
સમજાય છે એને પણ ભાષા પ્રેમની
જેને બીજી કોઈ સમજ નથી હોતી.
"અનંત"આંખો મળે ને વંચાઈ જાય છે.
પ્રેમને કોઈ ભાષાની ગરજ નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&
શું સમજાવવું એને ...!
જેને આટલી ખબર નથી હોતી.
કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી.
શરરી ને અસર થાય છે માત્ર...!
પ્રેમને ઉમરની અસર નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"ક્યાં જીવે છે એ જેનામાં ચાહત નથી હોતી.
બસ, રોજ મરે છે એ જેને પ્રેમની આદત નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
“અનંત” પછી વગોવે છે પ્રેમને સૌ આદત વશ.
જેને ખરો પ્રેમ કરવાની સાચી ફાવટ નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કબુલ !એક સરખી જીન્દગી કૈ હર વખત નથી હોતી.
હોય તોય એ લાશ બરાબર છે . જે કરવટ નથી લેતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કહો ભલા એ કેમ થાય સફળ જેનામાં લગન નથી હોતી.
"અનંત" સોનું તો બનવું હોય છે પણ અગન નથી જોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"

1 comment:
this is the best one that anant has written...each word of his is just a fact...each word has to be felt...it cant be just understood !!
awesome..
Post a Comment