અનંતનો અંતિમ પ્રેમપત્ર
આ એ જ કાગળનો ટુકડો છે જેમાં અનંતના હસ્તાક્ષર છે!
બસ, આવા જ અઢળક કાગળિયાં હું નવરા બેઠા ઉકેલું છું 'ને મારા પરનું ઋણ ઉતારું છું...
આજે પણ અનંતના આવા જ અસ્ત-વ્યસ્ત પડેલા, ફાટેલા-તૂટેલા, સડેલા, અનંતના અસ્થિપિંજર સમા કાગળિયાં ફંફોસતાં મને ફરી મળ્યો—એણે લખેલો એક અંતિમ પ્રેમપત્ર!
અક્કલ વગરનો ખુદ જાણતો હતો કે પ્રેમ અનંત છે, પ્રેમનો કોઈ જ અંત નથી! છતાં કેટલીય વાર લખ્યા એણે "અંતિમ પ્રેમપત્ર..."
આનો અર્થ એટલો જ કે એના જીવનમાં અનેક છોકરીઓ આવી અને ગઈ, કોઈ એની સાથે ટકી નહીં, અને એ હરેક માટે એણે લખ્યો અંતિમ પ્રેમપત્ર!
ચાલો, એની પીડાનો આપણે આનંદ ઉઠાવીએ...
"બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ..."
"નામ વિનાનો સંબંધ એટલે પ્રેમ..."

પત્ર:
પ્રિયે, આ મારો તને અંતિમ પત્ર છે...
અને તને પહેલાં જ કહી દઉં કે છેક લગી તારી આંખની કિનારી લગીર પણ ભીની ના થવી જોઈએ, નહીં તો મારી હાલત પણ ગંભીર થઈ જશે!
હા તો...
હવે કદાચ આપણે ફરી ક્યારેય મળી નહીં શકીએ.
સાથે મળીને હસી નહીં શકીએ, કે... એકબીજાના ખંભે માથું ઢાળી રડી નહીં શકીએ!
કેમ કે...
હું જાણું છું કે આપણું એક થવું હવે કોઈ જ સંજોગોમાં શક્ય નથી.
મારી ઈચ્છા તો ભવોભવ સાથે રહેવાની હતી. એવું નથી કહેતો કે તારી ઈચ્છા નથી, પણ તું તારા પરિવાર કે તારા સમાજની વિરુદ્ધ જવા તૈયાર નથી.
પહેલાં તું મને પામવા જેટલી મજબૂર હતી, એટલી જ કે એનાથીય વધુ તું મારાથી દૂર જવા—તારા સમાજ અને તારા પરિવારને કારણે મજબૂર છે.
હા, મારા કરતાં તું વધુ મજબૂર છે! કદાચ મજબૂત પણ—તારા ઈરાદામાં!
ખેર...
પણ હિસાબ મુજબ આપણે જેટલું પણ હળ્યા, મળ્યા, હસ્યા, રડ્યા... એ યાદોના સંભારણાં અંતિમ શ્વાસ સુધી મારી સાથે રહેશે.
તારી મને ખબર નથી, તું કદાચ ભૂલી પણ જાય એક અરસા પછી; પણ હું ભૂલી નહીં શકું તને વર્ષો સુધી!
છતાં આ સંબંધ હવે વેદના, પીડા અને થોડા દુઃખ પછી... સુખદ સુખડ-ચંદન થઈને મહેકતો રહેશે મારા શ્વાસોમાં.
હું તો હજુ પણ કહું છું, હિંમત કર, ચાલ આપણે એક થઈ જઈએ! પણ તું નહીં માને, એ હું જાણું છું. કેમ કે...
"તને તારા સંબંધો રોકે છે, મને મારા બંધનો રોકે છે,
ને તેમ છતાં આ પ્રેમ એ આમ તો ચંદન જેવો છે!"
" 'અનંત' બંધન ભીતરનું છે, બંધન નહીં છૂટે...
અનંત યુગો સુધી અંતરનો કે અંદરનો સંબંધ નહીં તૂટે!"
પણ હવે દૂરથી પ્રેમ-ચંદનની સુવાસ લેવી એ જ માત્ર વિકલ્પ છે.
ખેર...
તારા નામ પાછળ મારું નામ ના જોડાયું, મારા નામ આગળ તારું નામ ના જોડાયું... તો શું થયું?
શું તું જાણે છે...!? કે નામ વગરના સંબંધનું પણ એક નામ હોય છે!
એ અલૌકિક સંબંધનું નામ એટલે—પ્રેમ, પ્રેમ, બસ પ્રેમ...!
પ્રેમનું આયુષ્ય ત્યારે લંબાઈ જાય છે, ત્યારે જ પ્રેમ યુગો સુધી જીવંત રહે છે—જ્યાં સુધી પ્રેમ કોઈ અન્ય નામના બંધનમાં કે સંબંધમાં નથી બંધાતો, અને માત્ર ને માત્ર પ્રેમ જ રહે છે! ત્યારે પ્રેમનું જીવન અજર-અમર-"અનંત" થઈ જાય છે!
અને હા, હું સહજ સ્વીકારું છું કે મને પ્રેમ કરતાં શીખવાડનાર તું જ હતી. તેં જ તો મને પોતાની તરફ ખેંચ્યો હતો...
નહીં તો હું તો પહેલેથી સાવ શરમાળ હતો, સાવ બુદ્ધુ જ હતો!
હા, મસ્તી ખૂબ કરતો તારી સાથે, મનફાવે એમ બોલતો... આસપાસ કોઈ જુએ છે, સાંભળે છે, એ પણ ના વિચારતો! એટલે તો ઘણી વખત તું મારા પર ખીજાઈ જતી અને પછી—
"અક્કલ વગરનો, મૂર્ખ, બુદ્ધુ...!"
આવું બધું તું જ કહેતી મને, યાદ છે તને?
અને પછી એક દિવસ મોકો મળતાં તેં પ્રથમ વાર મારી સામે તારો રૂપાળો ગાલ ધર્યો હતો—ચુંબન માટે...
અને મેં મૂર્ખાએ તારા ગાલ પર માત્ર હળવી ટપલી મારી હતી!
ત્યારે તું બોલી હતી: "સાવ બુદ્ધુ જ છે!"
એમ કહી તેં મારા ગાલ પર ચીંટિયો ભરી લાલ કરી નાખ્યો હતો! અને પછી, તેં મને કોલરેથી પકડીને સાવ એટલે સાવ નજીક ખેંચીને મારા ગાલ પર ચોડી દીધું ચસચસતું એક જોરદાર ચુંબન... અને તારી બદલે હું શરમથી લાલ-લાલ...!
આજેય હું એવો જ છું.
પણ આજે જ્યારે છેલ્લી વાર નજીક આવીને ભીની આંખે, કંપકંપાતા હોઠે તેં આવું કહ્યું ત્યારે... કે:
"અનંત, મને માફ કરજે, આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ..."
પહેલાં મળતા ત્યારે જે ઝણઝણાટી થતી, એની જગ્યાએ મારા આખાય બદનમાં કંપારી છૂટી ગઈ હતી... મારા ગળે ડૂમો બાઝી ગયો હતો.
મરતા માણસને જેમ અંત ઘડીએ બધું યાદ આવે, એમ મને આજે એકાએક બધું યાદ આવે છે! પહેલાં કરતાં તું, તારો પ્રેમ અને તારી હૂંફ વધુ યાદ આવે છે...!
"મૃત્યુથી કમ નથી હોતી પ્રેમમાં વિખૂટા પડવાની ઘટના!
કદાચ નહીં, પણ સો ટકા મૃત્યુથી પણ વધુ પીડાદાયક હોય છે પ્રેમીથી વિખૂટા પડવું!"
શ્વાસ જ્યારે એક અંતિમ શ્વાસે છૂટી જાય છે, ત્યારે એક ઝાટકે માણસ અનેક યાતનામાંથી મુક્ત થઈ જાય છે.
જ્યારે પ્રેમીથી વિખૂટા પડવું ત્યારે... ના જીવાય છે, ના મરાય છે! બસ શ્વાસ સાથે પીડા ભીતર ને ભીતર ઘૂંટાય છે...
ખેર...
હું તને પરાણે કોઈ જ બંધનમાં બાંધવા નથી ઈચ્છતો, માટે જ હું તને તારી મરજી મુજબ મારા પ્રેમમાંથી મુક્ત કરું છું.
કિંતુ...! યાદ રાખજે, તારાથી છૂટ્યા પછી જ્યાં સુધી કોઈ મને તારી જ માફક પોતાની તરફ નહીં ખેંચે ને...! ત્યાં સુધી હું તારી યાદમાં તડપતો રહીશ, તરફડતો રહીશ; પણ પ્રેમમાં કદિયે પહેલ નહીં જ કરું!
તને યાદ છે? જ્યારે હજુ આપણા પ્રેમની શરૂઆત હતી, ત્યારે આગળ વધતાં પહેલાં મેં તને એક વાર બે અર્થમાં કહ્યું હતું કે:
"પ્રથમ જુદાઈમાં કેમ જીવવું, એ મારગ તું મને ચીંધી દે!
'ને પછી, તું તારે 'અનંત' પ્રેમથી આ હૃદય વીંધી દે!"
પણ તું એક પણ અર્થ કદાચ સમજી ના શકી...! અને તું મને એ મારગ ચીંધી ના શકી!
ખેર...
પણ હું એવું નહીં કરું, કેમ કે હું જાણું છું કે પ્રેમમાં એક વાર મળ્યા પછી જુદા પડવું કેટલું કઠિન હોય છે! છતાં આપણે જુદા થવું પડે છે... મજબૂરન મારે તારાથી દૂર જવું પડે છે.
હું જાણું છું વિયોગની પીડા, એટલે તને હું તારાથી દૂર જતાં પહેલાં—મારા દૂર ગયા પછી પણ મારી સાથે કેમ જીવવું એ મારગ બતાવું છું... જતાં પહેલાં તને આ અંતિમ પત્ર આપીને...!
તારા પ્રેમમાં ઓગળી ગયેલો હું પ્રેમ-પ્રકૃતિનો માણસ...
હવે કદાચ થીજી જઈશ, યા તો પછી હવામાં ઓગળી જઈશ, યા ધુમાડામાં વિલીન થઈ જઈશ!
હું પ્રકૃતિના અડાબીડ જંગલમાં કદાચ ક્યાંક ખોવાઈ જઈશ...
તેમ છતાં મારો પ્રયાસ સતત એ જ હશે કે તારાથી દૂર... દૂર... રહીને પણ...! હું તને સતત મારો અહેસાસ કરાવતો રહું. એમ કરતાં હું તને પણ પ્રકૃતિ તરફ દોરી જઈશ...
હું જાણું છું તને પણ મારી કમી મહેસૂસ થશે...! મને પણ તારી કમી મહેસૂસ થશે જ...!
પણ તને...! હું કદી મારી કમી મહેસૂસ નહીં થવા દઉં...
હા, જ્યારે હું તને યાદ આવું ને! ત્યારે... તું...!
પેલા કબૂતરની ચાંચમાં...
'ને ઊડતા કબૂતરની પાંખમાં...
ભોળા કબૂતરની આંખમાં...
તું જોતી રહેજે જ્યારે પણ તને મારી યાદ આવે!
યાદ છે તને...? શરૂ શરૂમાં જ્યારે હું તારી નજીક આવતાં ગભરાતો, ત્યારે તું ઘણી વાર મને કબૂતર કહેતી... (જોકે પછી તો તું મને ક્યારેક ક્યારેક કાગડો પણ કહેતી!)
બસ, હવે પછી હું તને એ કબૂતરની ચાંચમાં, પાંખમાં અને આંખમાં દેખાઈશ...
તારા પ્રેમમાં ઓગળેલો હું પછી ક્યાંક દૂર દૂર નીકળી જઈશ... ઓગળી જઈશ... હવામાં વિલીન થઈ જઈશ!
જતાં જતાં હું આકાશ તરફ એક નજર કરી... ખુલ્લી હવામાં હું નિર્દોષ ચુંબન તરતું મૂકી જઈશ.
અગર ક્યારેય તને મારી યાદ આવે, અને જ્યારે તને મારા પ્રગાઢ આલિંગન કે ચુંબનની ઝંખના જાગે ને... ત્યારે તું તારા ગુલાબી-ગુલાબી ગાલને, નાના નમણા હોઠોને—જે તરફ હવા ચાલતી હોય, એ હવાની દિશા તરફ કરી દેજે... એ હવા તને આલિંગનમાં લઈ લેશે, એ તને મારું તરતું મૂકેલું ચુંબન ધરી દેશે!
બસ, આવી જ રીતે તું ચાહે ત્યારે... હું હવાના સ્પર્શ સાથે તારા આખાય બદનને સ્પર્શી લઈશ...
તારા ગોરા ગોરા ગાલને, તારા નાના નાના ભાલને, તારા કાળા ભમ્મર વાળને, તારા નાજુક નમણા હોઠને, તારી ઝીણી ઝીણી આંખને... અને આખેઆખી તને હું ચૂમી લઈશ... જ્યારે પણ તું મને યાદ કરશે...!
પ્રિયે, જ્યારે પણ તું મને યાદ કરે ને... ત્યારે સમજજે કે હું પણ તને યાદ કરું છું...!
બસ... આમ તું ધારે ત્યારે—
કબૂતરની આંખમાં મને જોઈ શકશે,
એની ચાંચમાં તું મને ચૂમી શકશે,
મારી ગેરહાજરીમાં પણ તું મસ્ત થઈ ઝૂમી શકશે,
કબૂતરની પાંખમાં તું મારી સાથે ઊડી શકશે!
અને હું પણ, બસ એ જ રીતે, મારી પોતીકી એવી અલૌકિક કલ્પનાની દુનિયામાં તારી સાથે જીવી લઈશ "અનંત" યુગો સુધી...
તારા હાથમાં આ પત્ર આવશે ત્યાં સુધીમાં... હું ક્યાંય દૂર દૂર અડાબીડ જંગલમાં નીકળી ચૂક્યો હોઈશ!
"અનંત", કોણે કહ્યું કે નામ વિનાના સંબંધનું કોઈ નામ નથી હોતું? અરે! એ સંબંધનું જ તો નામ છે—પ્રેમ...!
અહ, ના, ના...! નહીં, બિલકુલ નહીં...!
તારે રડવાનું નથી...
એવું મેં તને પહેલાં કહ્યું હતું ને...?
છતાં તું રડી...?
"અનંત", મને મહેસૂસ થાય છે પ્રિયે કે તારી આંખો કોરી નથી...!
જોકે, મારી તગતગતી આંખો પણ ક્યાં કોરી હતી...!?
— "અનંત"
પ્રિયે, આ મારો તને અંતિમ પત્ર છે...
અને તને પહેલાં જ કહી દઉં કે છેક લગી તારી આંખની કિનારી લગીર પણ ભીની ના થવી જોઈએ, નહીં તો મારી હાલત પણ ગંભીર થઈ જશે!
હા તો...
હવે કદાચ આપણે ફરી ક્યારેય મળી નહીં શકીએ.
સાથે મળીને હસી નહીં શકીએ, કે... એકબીજાના ખંભે માથું ઢાળી રડી નહીં શકીએ!
કેમ કે...
હું જાણું છું કે આપણું એક થવું હવે કોઈ જ સંજોગોમાં શક્ય નથી.
મારી ઈચ્છા તો ભવોભવ સાથે રહેવાની હતી. એવું નથી કહેતો કે તારી ઈચ્છા નથી, પણ તું તારા પરિવાર કે તારા સમાજની વિરુદ્ધ જવા તૈયાર નથી.
પહેલાં તું મને પામવા જેટલી મજબૂર હતી, એટલી જ કે એનાથીય વધુ તું મારાથી દૂર જવા—તારા સમાજ અને તારા પરિવારને કારણે મજબૂર છે.
હા, મારા કરતાં તું વધુ મજબૂર છે! કદાચ મજબૂત પણ—તારા ઈરાદામાં!
ખેર...
પણ હિસાબ મુજબ આપણે જેટલું પણ હળ્યા, મળ્યા, હસ્યા, રડ્યા... એ યાદોના સંભારણાં અંતિમ શ્વાસ સુધી મારી સાથે રહેશે.
તારી મને ખબર નથી, તું કદાચ ભૂલી પણ જાય એક અરસા પછી; પણ હું ભૂલી નહીં શકું તને વર્ષો સુધી!
છતાં આ સંબંધ હવે વેદના, પીડા અને થોડા દુઃખ પછી... સુખદ સુખડ-ચંદન થઈને મહેકતો રહેશે મારા શ્વાસોમાં.
હું તો હજુ પણ કહું છું, હિંમત કર, ચાલ આપણે એક થઈ જઈએ! પણ તું નહીં માને, એ હું જાણું છું. કેમ કે...
"તને તારા સંબંધો રોકે છે, મને મારા બંધનો રોકે છે,ને તેમ છતાં આ પ્રેમ એ આમ તો ચંદન જેવો છે!"" 'અનંત' બંધન ભીતરનું છે, બંધન નહીં છૂટે...અનંત યુગો સુધી અંતરનો કે અંદરનો સંબંધ નહીં તૂટે!"
પણ હવે દૂરથી પ્રેમ-ચંદનની સુવાસ લેવી એ જ માત્ર વિકલ્પ છે.
ખેર...
તારા નામ પાછળ મારું નામ ના જોડાયું, મારા નામ આગળ તારું નામ ના જોડાયું... તો શું થયું?
શું તું જાણે છે...!? કે નામ વગરના સંબંધનું પણ એક નામ હોય છે!
એ અલૌકિક સંબંધનું નામ એટલે—પ્રેમ, પ્રેમ, બસ પ્રેમ...!
પ્રેમનું આયુષ્ય ત્યારે લંબાઈ જાય છે, ત્યારે જ પ્રેમ યુગો સુધી જીવંત રહે છે—જ્યાં સુધી પ્રેમ કોઈ અન્ય નામના બંધનમાં કે સંબંધમાં નથી બંધાતો, અને માત્ર ને માત્ર પ્રેમ જ રહે છે! ત્યારે પ્રેમનું જીવન અજર-અમર-"અનંત" થઈ જાય છે!
અને હા, હું સહજ સ્વીકારું છું કે મને પ્રેમ કરતાં શીખવાડનાર તું જ હતી. તેં જ તો મને પોતાની તરફ ખેંચ્યો હતો...
નહીં તો હું તો પહેલેથી સાવ શરમાળ હતો, સાવ બુદ્ધુ જ હતો!
હા, મસ્તી ખૂબ કરતો તારી સાથે, મનફાવે એમ બોલતો... આસપાસ કોઈ જુએ છે, સાંભળે છે, એ પણ ના વિચારતો! એટલે તો ઘણી વખત તું મારા પર ખીજાઈ જતી અને પછી—
"અક્કલ વગરનો, મૂર્ખ, બુદ્ધુ...!"
આવું બધું તું જ કહેતી મને, યાદ છે તને?
અને પછી એક દિવસ મોકો મળતાં તેં પ્રથમ વાર મારી સામે તારો રૂપાળો ગાલ ધર્યો હતો—ચુંબન માટે...
અને મેં મૂર્ખાએ તારા ગાલ પર માત્ર હળવી ટપલી મારી હતી!
ત્યારે તું બોલી હતી: "સાવ બુદ્ધુ જ છે!"
એમ કહી તેં મારા ગાલ પર ચીંટિયો ભરી લાલ કરી નાખ્યો હતો! અને પછી, તેં મને કોલરેથી પકડીને સાવ એટલે સાવ નજીક ખેંચીને મારા ગાલ પર ચોડી દીધું ચસચસતું એક જોરદાર ચુંબન... અને તારી બદલે હું શરમથી લાલ-લાલ...!
આજેય હું એવો જ છું.
પણ આજે જ્યારે છેલ્લી વાર નજીક આવીને ભીની આંખે, કંપકંપાતા હોઠે તેં આવું કહ્યું ત્યારે... કે:
"અનંત, મને માફ કરજે, આપણે ક્યારેય એક નહીં થઈ શકીએ..."
પહેલાં મળતા ત્યારે જે ઝણઝણાટી થતી, એની જગ્યાએ મારા આખાય બદનમાં કંપારી છૂટી ગઈ હતી... મારા ગળે ડૂમો બાઝી ગયો હતો.
મરતા માણસને જેમ અંત ઘડીએ બધું યાદ આવે, એમ મને આજે એકાએક બધું યાદ આવે છે! પહેલાં કરતાં તું, તારો પ્રેમ અને તારી હૂંફ વધુ યાદ આવે છે...!
"મૃત્યુથી કમ નથી હોતી પ્રેમમાં વિખૂટા પડવાની ઘટના!કદાચ નહીં, પણ સો ટકા મૃત્યુથી પણ વધુ પીડાદાયક હોય છે પ્રેમીથી વિખૂટા પડવું!"
શ્વાસ જ્યારે એક અંતિમ શ્વાસે છૂટી જાય છે, ત્યારે એક ઝાટકે માણસ અનેક યાતનામાંથી મુક્ત થઈ જાય છે.
જ્યારે પ્રેમીથી વિખૂટા પડવું ત્યારે... ના જીવાય છે, ના મરાય છે! બસ શ્વાસ સાથે પીડા ભીતર ને ભીતર ઘૂંટાય છે...
ખેર...
હું તને પરાણે કોઈ જ બંધનમાં બાંધવા નથી ઈચ્છતો, માટે જ હું તને તારી મરજી મુજબ મારા પ્રેમમાંથી મુક્ત કરું છું.
કિંતુ...! યાદ રાખજે, તારાથી છૂટ્યા પછી જ્યાં સુધી કોઈ મને તારી જ માફક પોતાની તરફ નહીં ખેંચે ને...! ત્યાં સુધી હું તારી યાદમાં તડપતો રહીશ, તરફડતો રહીશ; પણ પ્રેમમાં કદિયે પહેલ નહીં જ કરું!
તને યાદ છે? જ્યારે હજુ આપણા પ્રેમની શરૂઆત હતી, ત્યારે આગળ વધતાં પહેલાં મેં તને એક વાર બે અર્થમાં કહ્યું હતું કે:
"પ્રથમ જુદાઈમાં કેમ જીવવું, એ મારગ તું મને ચીંધી દે!'ને પછી, તું તારે 'અનંત' પ્રેમથી આ હૃદય વીંધી દે!"
પણ તું એક પણ અર્થ કદાચ સમજી ના શકી...! અને તું મને એ મારગ ચીંધી ના શકી!
ખેર...
પણ હું એવું નહીં કરું, કેમ કે હું જાણું છું કે પ્રેમમાં એક વાર મળ્યા પછી જુદા પડવું કેટલું કઠિન હોય છે! છતાં આપણે જુદા થવું પડે છે... મજબૂરન મારે તારાથી દૂર જવું પડે છે.
હું જાણું છું વિયોગની પીડા, એટલે તને હું તારાથી દૂર જતાં પહેલાં—મારા દૂર ગયા પછી પણ મારી સાથે કેમ જીવવું એ મારગ બતાવું છું... જતાં પહેલાં તને આ અંતિમ પત્ર આપીને...!
તારા પ્રેમમાં ઓગળી ગયેલો હું પ્રેમ-પ્રકૃતિનો માણસ...
હવે કદાચ થીજી જઈશ, યા તો પછી હવામાં ઓગળી જઈશ, યા ધુમાડામાં વિલીન થઈ જઈશ!
હું પ્રકૃતિના અડાબીડ જંગલમાં કદાચ ક્યાંક ખોવાઈ જઈશ...
તેમ છતાં મારો પ્રયાસ સતત એ જ હશે કે તારાથી દૂર... દૂર... રહીને પણ...! હું તને સતત મારો અહેસાસ કરાવતો રહું. એમ કરતાં હું તને પણ પ્રકૃતિ તરફ દોરી જઈશ...
હું જાણું છું તને પણ મારી કમી મહેસૂસ થશે...! મને પણ તારી કમી મહેસૂસ થશે જ...!
પણ તને...! હું કદી મારી કમી મહેસૂસ નહીં થવા દઉં...
હા, જ્યારે હું તને યાદ આવું ને! ત્યારે... તું...!
પેલા કબૂતરની ચાંચમાં...
'ને ઊડતા કબૂતરની પાંખમાં...
ભોળા કબૂતરની આંખમાં...
તું જોતી રહેજે જ્યારે પણ તને મારી યાદ આવે!
યાદ છે તને...? શરૂ શરૂમાં જ્યારે હું તારી નજીક આવતાં ગભરાતો, ત્યારે તું ઘણી વાર મને કબૂતર કહેતી... (જોકે પછી તો તું મને ક્યારેક ક્યારેક કાગડો પણ કહેતી!)
બસ, હવે પછી હું તને એ કબૂતરની ચાંચમાં, પાંખમાં અને આંખમાં દેખાઈશ...
તારા પ્રેમમાં ઓગળેલો હું પછી ક્યાંક દૂર દૂર નીકળી જઈશ... ઓગળી જઈશ... હવામાં વિલીન થઈ જઈશ!
જતાં જતાં હું આકાશ તરફ એક નજર કરી... ખુલ્લી હવામાં હું નિર્દોષ ચુંબન તરતું મૂકી જઈશ.
અગર ક્યારેય તને મારી યાદ આવે, અને જ્યારે તને મારા પ્રગાઢ આલિંગન કે ચુંબનની ઝંખના જાગે ને... ત્યારે તું તારા ગુલાબી-ગુલાબી ગાલને, નાના નમણા હોઠોને—જે તરફ હવા ચાલતી હોય, એ હવાની દિશા તરફ કરી દેજે... એ હવા તને આલિંગનમાં લઈ લેશે, એ તને મારું તરતું મૂકેલું ચુંબન ધરી દેશે!
બસ, આવી જ રીતે તું ચાહે ત્યારે... હું હવાના સ્પર્શ સાથે તારા આખાય બદનને સ્પર્શી લઈશ...
તારા ગોરા ગોરા ગાલને, તારા નાના નાના ભાલને, તારા કાળા ભમ્મર વાળને, તારા નાજુક નમણા હોઠને, તારી ઝીણી ઝીણી આંખને... અને આખેઆખી તને હું ચૂમી લઈશ... જ્યારે પણ તું મને યાદ કરશે...!
પ્રિયે, જ્યારે પણ તું મને યાદ કરે ને... ત્યારે સમજજે કે હું પણ તને યાદ કરું છું...!
બસ... આમ તું ધારે ત્યારે—
કબૂતરની આંખમાં મને જોઈ શકશે,
એની ચાંચમાં તું મને ચૂમી શકશે,
મારી ગેરહાજરીમાં પણ તું મસ્ત થઈ ઝૂમી શકશે,
કબૂતરની પાંખમાં તું મારી સાથે ઊડી શકશે!
અને હું પણ, બસ એ જ રીતે, મારી પોતીકી એવી અલૌકિક કલ્પનાની દુનિયામાં તારી સાથે જીવી લઈશ "અનંત" યુગો સુધી...
તારા હાથમાં આ પત્ર આવશે ત્યાં સુધીમાં... હું ક્યાંય દૂર દૂર અડાબીડ જંગલમાં નીકળી ચૂક્યો હોઈશ!
"અનંત", કોણે કહ્યું કે નામ વિનાના સંબંધનું કોઈ નામ નથી હોતું? અરે! એ સંબંધનું જ તો નામ છે—પ્રેમ...!
અહ, ના, ના...! નહીં, બિલકુલ નહીં...!
તારે રડવાનું નથી...
એવું મેં તને પહેલાં કહ્યું હતું ને...?
છતાં તું રડી...?
"અનંત", મને મહેસૂસ થાય છે પ્રિયે કે તારી આંખો કોરી નથી...!
જોકે, મારી તગતગતી આંખો પણ ક્યાં કોરી હતી...!?
— "અનંત"
બ્લાસ્ટ:
" નૈ તો ઝગડીને જુદા પડવામાં એટલી પીડા નથી થતી!
'અનંત', તકલીફ ત્યારે જ વધે છે,
જ્યારે પ્રેમથી વિખૂટા થવું પડે છે!"
"અનંત"
" નૈ તો ઝગડીને જુદા પડવામાં એટલી પીડા નથી થતી!'અનંત', તકલીફ ત્યારે જ વધે છે,જ્યારે પ્રેમથી વિખૂટા થવું પડે છે!"
"અનંત"

No comments:
Post a Comment