એકવાર ઘોઘો-ઘોઘી વચ્ચે અકારણ અબોલા જેવી પરિસ્થિતિ સર્જાણી. કારણ કઇં ખાસ હોય તો યાદ રહે, યાદ નહોતું જેથી કહી શકાય કે ખાસ નહીં હોય.
વખત એની ગતિએ ચાલે, જીંદગી થોડી રોકાય? એ તો અનંત કાળથી અવિરત છે.
તો પછી થયું એવું કે બેમાંથી કોઇ ટશનું મશ ન થાય. કોણ પહેલાં મચક આપે? જોકે ક્યારે છેલ્લે બોલવાનું થયું, કોણે વાત કરી કે ક્યાંથી અટકી હોય એ પણ ક્યાં યાદ હતું?!
હા, યાદ સૌ આપે. ઘોઘાનો ભાઇ, ભાઇબંધ કે બહેનપણી જે કોઇ મળી જાય, એની પાસેથી ખબરઅંતર પૂછે ઘોઘી. સામેથી ય એવુંજ. વાવડ મળે. વાત ન થાય. આમ કેમ હશે? શું ફરી એ અનંત, અવિરત વાતો દોર બંધાશે?
બની શકે કોઇ કારણ ન હોય ન બોલવામાં. સમય, સંજોગો જીવનની યાત્રાને ક્યાં સ્થગિત થવા દે છે? કોઇ બીજા ગામનાં પાદરે; કોઇ નવી જ અજાણી નદીનાં ઓવારે, નવા મિત્રોનાં સથવારે અચાનક મળી જવાશે. જાણે ક્યારેય વિખૂટા પડ્યા જ હોય એમ, અનંત જીવનની રાહના કોઇ અજ્ઞાની ભેરુંઓની માફક સ્તો ! હેં ને?
#કુંજકલરવ

No comments:
Post a Comment