વર્ષો પહેલા એક દિવસ
જોકે રાત્રે ....
ભર શિયાળે ધાબળો ઓઢીને
ચાય લઈને ખંડેર પર ગયો....
અધખુલ્લા દરવાજામાથી
શરીર સંકોરી હું ભીતર ગયો ....
ત્યારે મે જોયું કે
વચ્ચે માત્ર બેજ ખુરશી હતી ....
જેમાથી એક પર અજ્ઞાની
બેઠો હતો ....
અને એક ખાલી હતી જે
મારી હતી ....
મે અંદર જતાં જતાં જ
અજ્ઞાનીને પૂછ્યું,
યાર ત્રીજી ખુરશી અને અનંત ક્યાં ... ?
અજ્ઞાનીએ છેક ભીતર
આવેલી નાનકડી ઓરડી તરફ ...
આંગળીનો ઈશારો કરતાં
કહ્યું ખુરસી સમેત અનંત ભીતર છે ...
મે કહ્યું કેમ એમ ...?
અજ્ઞાની કહે શું હોય
બીજું !
તું તો જાણે જ છે પરિયા
કે ...
થોડા થોડા દિવસે કે
થોડા થોડા મહિને
અનંત ને કોઈ યાદ ઊથલો
મારે છે ...
કોઇની યાદનો એને હુમલો
આવે છે ...
ત્યારે એ ખૂણો પકડીને
બેસી જાય છે ..!
જા તુજ જઈને પૂછ કે વળી
કોણ યાદ આવ્યું ...
મે અજ્ઞાનીને કહ્યું તે
કઈ પૂછ્યું... ?
હા પ્રયાસ કર્યો પણ
જવાબ ના મળ્યો....
ખૈર હું પૂછી લઉં ....
મે ઓરડીમાં જઈને જોયું
તો હું ચોંકી ગયો...
મે જોયું કે ભર શિયાળે ભીતર અનંત શર્ટ ઉતારીને ....
પોતાની ખુરશી પર છેક ખૂણામાં
ઉદાસ બેઠો હતો ...
મે કહ્યું લ્યા આ ભર
શિયાળે તું ઉઘાડો થઈ બેઠો છે ...
આખરે તને થયું છે શું
... ?
અનંત એટલુજ બોલ્યો લૂ
....
હે ! શું ..!?! મે આશ્ચર્ય સહ પૂછ્યું ...
તો એ મારી સામે
ગુસ્સાયો અને બોલ્યો ....
લૂ લાગી છે લૂ...
મે કહ્યું પણ યાર લૂ તો
ઉનાળામાં લાગે ...
આવી ટાઢમાં તે કદિ લૂ
લાગતી હશે ...
હાં લાગે..!
ભર શિયાળે પણ લૂ લાગે ...
ભર શિયાળે પણ લૂ લાગે ...
મે કહ્યું ના ઉનાળો છે ના તડકો તો પછી તને
વગર તડકે કેની લૂ લાગે...
વગર તડકે કેની લૂ લાગે...
અનંત કહે જોબનની ...
જોબન ની !!!?
હાં પરિયા તપતું જોબન
તડકાથી અધિક તાપ આપે છે
અને સંતાપ પણ આપે છે ....
અને સંતાપ પણ આપે છે ....
પણ રેવાદે પરિયા ઇ બધુ
તને નૈ સમજાય ...
અનંત પાસે જઈ મે કહ્યું ચાલ હવે ચાલ અનંત બહાર નીકળ ...
આમ કહી મે મારો ધાબળો અનંતને ઓઢાળવા ઉતાર્યો ...
હું એના પર ધાબળો ઓઢાળું ત્યાં તો ગુસ્સે થઈ ,
મારા હાથમાથી ધાબળો ખેંચીને દૂર ફેંકી દીધો....
અને ચિલ્લાયો પરિયા ...
મને પરેશાન ના કર....
અનંત પાસે જઈ મે કહ્યું ચાલ હવે ચાલ અનંત બહાર નીકળ ...
આમ કહી મે મારો ધાબળો અનંતને ઓઢાળવા ઉતાર્યો ...
હું એના પર ધાબળો ઓઢાળું ત્યાં તો ગુસ્સે થઈ ,
મારા હાથમાથી ધાબળો ખેંચીને દૂર ફેંકી દીધો....
અને ચિલ્લાયો પરિયા ...
મને પરેશાન ના કર....
તું બહાર જા ..!
મને કાગળ પેન આપ ...!
મને કાગળ પેન આપ ...!
અને પછી મને મારા હાલ પર છોડી દે....
મે અનંતની મન સ્થ્તિતી પારખી મે શાંતિથી કહ્યું,
હાં, હાં, પણ ચાય તો પી લે ચાલ બહાર નીકળ ...
હાં, હાં, પણ ચાય તો પી લે ચાલ બહાર નીકળ ...
અનંત ફરી ગુસ્સાયો બહાર
તું નીકળ ....
મને કાગળ પેન લાવ મારે
લખવું છે ..!
અને મને તું શાંતિથી
લખવા દે ....
પરિયા ઇ નૈ માને તું
એને કાગળ પેન આપીને અહી આવતો રે...
અજ્ઞાનીએ મને બહાર
બોલાવી લીધો....
અનંતને કાગળ કાગળિયા ભરાવેલું પેડ અને પેન આપીને ,
હું બહાર જઈને અજ્ઞાની સામે મારી ખુરશી પર બેસી ગયો ...
હું બહાર જઈને અજ્ઞાની સામે મારી ખુરશી પર બેસી ગયો ...
અમે બંને એ ચૂપચાપ ચાય
પીવા લાગ્યા ....
ચાય પિતા પિતા અજ્ઞાની
બોલ્યો ....
પરિયા આજે તું પણ ઘેર
જઈને વહેલો પોઢી જા ...
આવતી કાલે આપણે અનંતની
વેદના વાંચીશું ...
મે કહ્યું ઠીક છે આમ પણ
ટાઢ ખૂબ છે અને હું થાક્યો પણ છું ...
ચાય પીવાઇ ગયા બાદ મે
અજ્ઞાનીને કહ્યું હું જાવ છું ...
તું પણ સૂઈજા અને
અનંતને પણ સૂવાડી દેજે ...
નૈતર એ એકલો અટુલો સવાર
પાડી દેશે...
હાં હાં તું જા હું
એનું ધ્યાન રાખીશ ....
હું ધાબળો ઓઢી રવાના થઈ
ગયો ...
પથારી પર પડ્યો પણ
નીંદર ના આવી ....
સવાર પડવાની રાહ જોતો
હું એજ વિચારતો હતો કે,
શું પીડા હશે અનંત ને
પીડામાંને પીડામાં એણે લખ્યું હશે..?
જટ સવાર પડે ને પટ રાત
થાય તો ત્યાં જઈને હું જાણું ...
વિચારતા વિચારતા મારી
આંખ ઘેરાણી અને હું સૂઈ ગયો ...
જેવી સવાર પડી એવિ રાત
પણ પડી ....
હું ફરી ધાબળો ઓઢી ચાય
લઈ નીકળી પડ્યો ખંડેર તરફ ...
સીધોજ ભીતર જઇ મે દીવાલ
પર લટકાતું પેડ ઉતાર્યું અને ,
મારી ખુરશી પર બેસી ગયો ...
ધાબળો ઓઢીને ....
અનંત અને અજ્ઞાની પોત પોતાની ખુરશી પર બેઠા હતા ...
અજ્ઞાની વચ્ચે પડેલી ટીપોય પર પગ લંબાવી બેઠો હતો ....
અને અનંત ખુરશી પર પગ ચડાવી ધાબળામાં ....
પગ સંકોરી ટૂંટયું વાળીને બેઠો હતો ...
હું અનંતનો ગઈ કાલે રાત્રે લખેલો કાગળ વાંચવા અધિરો હતો ..
હજુ તો હું કાગળમાના અક્ષર ઉકેલી રહ્યો હતો ત્યાં અનંત બોલ્યો ....
પહેલા ચાય ભર પરિયા બૌ ટાઢ વાય છે...
અજ્ઞાનીએ વ્યંગમાં કહ્યું કેમ શું થયું ?
શરીર ઠંડુ પડી ગયું ?
ક્યાં ગઈ તારી લૂ ...
અનંત પણ જાણે ગઇકાલે કશું જ ના બન્યું હોય એમ વર્તયો ...
અને હસીને મજાક ભર્યો જવાબ આપ્યો ...
લૂ થઈ ગઈ છૂ....
અઢળક ઘાવ સહી સહીને માણસ નીંભર થઈ જતો હોય છે ...
પથ્થર થઈ જતો હોય છે !
એવું લોકો માને છે.!
પણ ખરેખર એવું નથી થતું હોતું ...
હકીકત એ હોય છે કે ટિપાયેલો ટિચાયેલો ...
અનેકોના હિસાબે દુભાયેલો માણસ ...
ભીતરથી તો ટૂટીજ જતો હોય છે ...
પણ એ પોતાનું તૂટવું કોઈને બતાડતો નથી ,,!
અને પોતે કેટલો ટૂટી ગયો છે એ કોઈ જાણે નહીં માટે ...
હસી લેતો હોય છે ..!
અનંત આવુજ કરતો ..
યાર હવે બૌ વિચાર ના કર જલ્દી ચાય ભર ..
નૈ તો હું ટાઢમાં ઠરીને મરી જઈશ ...
હા પરિયા જલ્દી ચાય ભર...
અનંત ને આજ સાથે ગઈ કાલની ટાઢ પણ ચડી છે ...
કાલે ઉઘાડો થઈને બેઠો હતો ને ...
હાં એ ખરું આમ કહેતા મે ચાય ભરી ...
અનંત અને અજ્ઞાની પોત પોતાની પિયાલી ઉઠાવી ....
ચાયની ચૂસકી ભરવા લાગ્યા ..
અને હું અનંતે ગઈ કાલે લખેલો,
કાગળિયો વાંચવામાં મશગુલ થઈ ગયો...
હું મોટેથી
મારી ખુરશી પર બેસી ગયો ...
ધાબળો ઓઢીને ....
અનંત અને અજ્ઞાની પોત પોતાની ખુરશી પર બેઠા હતા ...
અજ્ઞાની વચ્ચે પડેલી ટીપોય પર પગ લંબાવી બેઠો હતો ....
અને અનંત ખુરશી પર પગ ચડાવી ધાબળામાં ....
પગ સંકોરી ટૂંટયું વાળીને બેઠો હતો ...
હું અનંતનો ગઈ કાલે રાત્રે લખેલો કાગળ વાંચવા અધિરો હતો ..
હજુ તો હું કાગળમાના અક્ષર ઉકેલી રહ્યો હતો ત્યાં અનંત બોલ્યો ....
પહેલા ચાય ભર પરિયા બૌ ટાઢ વાય છે...
અજ્ઞાનીએ વ્યંગમાં કહ્યું કેમ શું થયું ?
શરીર ઠંડુ પડી ગયું ?
ક્યાં ગઈ તારી લૂ ...
અનંત પણ જાણે ગઇકાલે કશું જ ના બન્યું હોય એમ વર્તયો ...
અને હસીને મજાક ભર્યો જવાબ આપ્યો ...
લૂ થઈ ગઈ છૂ....
અઢળક ઘાવ સહી સહીને માણસ નીંભર થઈ જતો હોય છે ...
પથ્થર થઈ જતો હોય છે !
એવું લોકો માને છે.!
પણ ખરેખર એવું નથી થતું હોતું ...
હકીકત એ હોય છે કે ટિપાયેલો ટિચાયેલો ...
અનેકોના હિસાબે દુભાયેલો માણસ ...
ભીતરથી તો ટૂટીજ જતો હોય છે ...
પણ એ પોતાનું તૂટવું કોઈને બતાડતો નથી ,,!
અને પોતે કેટલો ટૂટી ગયો છે એ કોઈ જાણે નહીં માટે ...
હસી લેતો હોય છે ..!
અનંત આવુજ કરતો ..
યાર હવે બૌ વિચાર ના કર જલ્દી ચાય ભર ..
નૈ તો હું ટાઢમાં ઠરીને મરી જઈશ ...
હા પરિયા જલ્દી ચાય ભર...
અનંત ને આજ સાથે ગઈ કાલની ટાઢ પણ ચડી છે ...
કાલે ઉઘાડો થઈને બેઠો હતો ને ...
હાં એ ખરું આમ કહેતા મે ચાય ભરી ...
અનંત અને અજ્ઞાની પોત પોતાની પિયાલી ઉઠાવી ....
ચાયની ચૂસકી ભરવા લાગ્યા ..
અને હું અનંતે ગઈ કાલે લખેલો,
કાગળિયો વાંચવામાં મશગુલ થઈ ગયો...
હું મોટેથી
અનંતે ગઈ રાત્રે લખેલું
એ વાંચવા લાગ્યો ...
અનંતે ગાઈરાત્રે લખ્યું
હતું કે ...
એ બધી જે એમ આવી મળી મારા ઉદાસ જીવનમાં ...
જેમ સૂકા ઠૂંઠા જેવા વૃક્ષમાં ફૂટે કૂંપણ ...
એ મારામાં કૂંપણ બની ફૂટી પછી પાંદડું બની ...
ધીરે ધીરે એના થકી હું ઘેઘૂર થયો ...
પાંદડાની લીલાશથી ....
લીલા લીલા પાંદડાની ભીનાશથી હું ભરપૂર થયો
એ બધી જે એમ આવી મળી મારા ઉદાસ જીવનમાં ...
જેમ સૂકા ઠૂંઠા જેવા વૃક્ષમાં ફૂટે કૂંપણ ...
એ મારામાં કૂંપણ બની ફૂટી પછી પાંદડું બની ...
ધીરે ધીરે એના થકી હું ઘેઘૂર થયો ...
પાંદડાની લીલાશથી ....
લીલા લીલા પાંદડાની ભીનાશથી હું ભરપૂર થયો
હાં મારુ જીવન વૃક્ષ
જેવુ બનીને રહી ગયું ....
જેમ વૃક્ષ પર નિત નવી કૂંપણ
ફૂટે ..,
અને પછી કૂંપણ મોટું
પાન થાય ...
એમ કરતાં કરતાં અનેક
કૂંપણ પાન થાય ...
પછી એ વૃક્ષ ઘેઘૂર થાય
.....
પછી એ વૃક્ષની આસ પાસ
વેલ પણ વીંટળાય ...
વૃક્ષ ને મજા પણ આવે
અને તો પણ વૃક્ષ મુંજાય ....
વૃશ પર ખળખળ કરતાં
પાંદડા મધુર સંગીત રેલાવે ...
એ વૃક્ષ પર કોયલ ગાન ગાય ....
સતત તડકો સખત તડકો....
અહી આગઆગ તહી ભડકો ...
લૂ ઝરતાં તડકામાં ...
બસ એક કોયલની કૂક …
જાણે ઠંડી ઠંડી ફૂંક ....
વૃક્ષ માટે જાણે એજ એક માત્ર હુંફ ...
ધોમધખતા તાપમાં કોયલના ટહુકા...
હ્રદયને "અનંત" શીતળતા બક્ષતા ...
રાહદારી આવે ...
રાહદારી જાય ....
ઘેઘૂર વૃક્ષની છાંય જોઈ
પોરો ખાવા સૌનું મન લલચાય ....
અને પછી એક દિવસ પાનખર આવે ...
લીલા લીલા પાન સુકાય....
સુકાઈ ને ખરી જાય ...
કોયલ પણ ઊડી જાય ...
પાનમાથી પ્રાણ નીકળી
જાય ...
લીલા પાન પીળા પડી જાય
...
ખરેલા પાન , પીળા પડેલા પાન તો પણ પાન
કહેવાય ...
પીળા પાન પીડાનું
પ્રતિક જાણે ....
હું જમીન સાથે જડાયેલુ
ઝાડ ...
જ્યાં ઉગું બસ ત્યજ
ઉગું ને આથમુ આખુય આયખું...
લોકો આવે લોકો જાય ...
પંખી આવે માળો બાંધે ...
પાનખર આવે 'ને પછી પંખીય ઊડી જાય ....
પાનખર આવે 'ને પછી પંખીય ઊડી જાય ....
લોકો કહે છે,
તડકો તપે છે,
ત્યારે વૃક્ષ મસ્તીથી લહેરાય છે,
એટલે ગરમ પવન વાય છે..!
અને એટલેજ અમને લૂ... લાગી
જાય છે ...
કોઈ એ નથી સમજતું ...
કે વૃક્ષને પણ લાગતી હોય છે લૂ...
કોઈ એ નથી સમજતું ...
કે વૃક્ષને પણ લાગતી હોય છે લૂ...
કોઈ વૃક્ષને નથી પૂછતું..
કે ,,,
હે વૃક્ષ તને થાય છે શું ...?
વૃક્ષને પણ થતું હોય છે પીડા જેવુ ...
વૃક્ષને પણ થતું હોય છે પીડા જેવુ ...
આ સઘળી ઘટના જોનાર માટે
સાવ સામાન્ય હોય છે ....
પણ અગર કોઈ જઈને વૃક્ષ
ને પૂછે ....
તો સમજાય કે વૃક્ષ ને
કેટલી વેદના થતી હોય છે॰!
માણસને લાગે જો લૂ ...
તો કોઈ માથે મૂકી આપે ભીનું ભીનું પોતૂ....
પણ કોણ મૂકે પોતૂ ? જો વૃક્ષને લાગી જાય લૂ....
અને પછી કોણ જાણે છે વૃક્ષમાં ક્યાં ક્યાથી ...
કોણ આવે છે
કોણ જાય છે
માણસને લાગે જો લૂ ...
તો કોઈ માથે મૂકી આપે ભીનું ભીનું પોતૂ....
પણ કોણ મૂકે પોતૂ ? જો વૃક્ષને લાગી જાય લૂ....
અને પછી કોણ જાણે છે વૃક્ષમાં ક્યાં ક્યાથી ...
કોણ આવે છે
કોણ જાય છે
શું આવે છે ..?
શું જાય છે ..?
શું જાય છે ..?
ક્યાથી આવે છે ...?
ક્યાં જાય છે ... ?
ક્યાં જાય છે ... ?
કેમ આવે છે ..?
કેમ જાય છે ...?
અચાનક આવે છે ...
અચાનક જાય છે ...
આ આવવા જવા વચ્ચે કેટ
કેટલી ઘટના સર્જાય છે ...
હાં આવવા જવા વચ્ચેજ કઈ કેટલી રચના સર્જાય છે ...
હાં આવવા જવા વચ્ચેજ કઈ કેટલી રચના સર્જાય છે ...
એ આવે છે ત્યારે હ્રદય
ભરાય છે ...
જાય છે ત્યારે આંખો
છલકાય છે ...
માલિપા ખાલીપો વર્તાય છે ....
જોકે પછી તો ખાલીપાથી
પણ ખાલી ખાલી મન ભરાય છે ...
આવવાથી મન હરખાય છે ...
જાય તો મન મુંજાય છે ...
અને પછી હોવા છતાં ના હોવા જેવુ
લાગે અને ...
કઈક ખૂટે શ્વાસ તૂટે કઈ ના સૂઝે
કઈના બુઝે ...
કેમ ? ક્યારે ? શું ? શુકામ થાય છે ?
એજ તો ....
એજ તો ....
ખબર નથી પડતી ...
જ્યારે કઇજ ખબર નથી પડતી ...
ત્યારેજ ખરેખર તો ખબર પડતી હોય છે ...
હાં , ત્યારેજ કઈ કેટલીય ખબર પડે
છે ...
અને એટલેજ ખબર પડે છે ...
“અનંત” અંતે એટલિજ ખબર પડે છે કે ...
ડાળીમાથી જ્યારે એક નાનું
સરખુય પાંદડું તૂટે છે ...!
ત્યારે કઈક ખૂટે છે ...!
શ્વાસ તૂટે છે ..!
શ્વાસ તૂટે છે કઈક ખૂટે છે ..!
"અનંત"
ની રચના વાંચતાં વાંચતાં મારી અને અજ્ઞાનિની આંખો ભીની થઈ ગઈ ...
અમને રડતાં જોઈ અનંત હસવા લાગ્યો....
પણ,
આખો તો "અનંત"ની પણ તગતગતિ હતી ...
* બ્લાસ્ટ *
અનંત તું કેટ કેટલું છોડી ગયો છે મારી માટે ...
'ને એક હું છૂ કે કઈજ કરી ના શક્યો તારી માટે....
"ક,તિરા.."
શ્વાસ તૂટે છે ..!
શ્વાસ તૂટે છે કઈક ખૂટે છે ..!
"અનંત"
ની રચના વાંચતાં વાંચતાં મારી અને અજ્ઞાનિની આંખો ભીની થઈ ગઈ ...
અમને રડતાં જોઈ અનંત હસવા લાગ્યો....
પણ,
આખો તો "અનંત"ની પણ તગતગતિ હતી ...
* બ્લાસ્ટ *
અનંત તું કેટ કેટલું છોડી ગયો છે મારી માટે ...
'ને એક હું છૂ કે કઈજ કરી ના શક્યો તારી માટે....
"ક,તિરા.."
શું તને યાદ છે ?
************
કેટલા વર્ષો બાદ એ વડલા કનેથી આજ હું પસાર થયો....
અને, મારી આંખો સમક્ષ તરવરી એ હર એક ક્ષણ....
અને, હું, એ ક્ષણમા સરી ગયો.........
હાં મને યાદ આવે છે કે
આજ વડલાની ઓથે એક દિ’ મને તું મળી હતી.
કઈ કેટલીયે ઝંખનાઓ એક સાથે ઉમટી પડી હતી.
જરાક અમથા તારી આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી....
‘હું’ આખે આખો ઝણ ઝણ્યો હતો અને, તું પણ,
પગથી માથા સુધી આખે આખી મારા ટેરવાના સ્પર્શથી ઝણઝણી હતી .
એ દિ’ મારી વાટ જોતી તું વડલા ઓથે ઉભી હતી
અને મે સંતાઈને પાછળથી આવી.
તારો લાંબો લચક ચોટલો જ્યાં પૂર્ણ થતો ત્યાં ...
હાં બસ ત્યાં જ મેં , હળવેકથી હળવી એક ચુટ્કી ખણી હતી !
પહેલા તો સફાળી તું મારા પર ગુસ્સે થઈ ગયેલી ...
પણ પછી પાછું ફરી તે જ્યારે મને જોયો ત્યારે..
તું જીણું જીણું મલકાઈ હતી, કેવું સુંદર લજવાઈ હતી...
જોકે પછી તારો ચહેરો ગુસ્સાથી ગુલાબી થઈ ગયો ‘તો....
અને સાવ ધીમેકથી મને કહ્યું હતું .હટ રે ... લુચ્ચા..!
શરમાતો નથી..! એવું તું બબડી હતી !
આપણે જે વડલાની ઓથે મળતા,
એ વડલાને એક નાજુક વેલ વીંટળાઇયેલી હતી,
બસ એમ જ ! પછી તું મને વીંટળાઇ હતી.
એક એક ક્ષણમા આપણે કેવા જીવતા હતા જાણે એક આખો ભવ...
થોડા દિવસ આપણે મળી નહોતા શક્યા ...
એ દિવસે તને અને મને એક ક્ષણ પણ એક ભવ જેવી લાગી હતી ...
પછી જ્યારે મળ્યા ત્યારે મને જોઈને તું ,
અસસ્લ પેલા વડલામાં વીંટળાયેલ,વેલની જેમજ,
‘તું’, કેવી મને છાતીએ વળગી હતી ...
તારા આંસુથી મારા સર્ટનું ખીશું ભીનું ભીનું થયું હતું ...
એક બીજા વગર આપણું જીવવું કેટલું અસહ્ય .....
અને ત્યારે તારીયે ઓઢણી ક્યાં કોરી રહી’તી ?
પ્રેમ જ્યારે ખૂબ આગળ વધે છે ને,
પછી મનમાં એક ડર પેદા થાય છે કે,
આ સાથ કદી છૂટી તો નહીં જાય ને ?”
અને જો એવું થાય તો ?”
એ કલ્પના માત્રથી હું ધ્રુજી જતો હતો
અને તું પણ કેવી ડરી જતી હતી ...
અને એક દિવસ ખરે ખર એવુંજ થયું !
જેનો મને ડર હતો..!
મને ડર હતો કે હવે આભ ફાટશે........
કારણ કે તે દિવસે મારા પહેલા તું આવીને
એ વડલાની ઓથે ઉદાસ બેઠી હતી ..
આખરે એજ થયું.. જેનો મને ડર હતો .....!
મેં હળવે રહી તારા ખભે હાથ મૂકી તને પ્રેમથી પૂછ્યું હતું,
કેમ આજે તું ઉદાસ છે ...?
અને તું , મને ગળે વળગી ગઈ હતી ....
તારી આંખોય ચોધાર વરસી હતી ...
અને તું ધ્રુસકે ધ્રુસકે કેટલું બધુ રડી હતી ...
મને વળગીને મારી છાતીમાં માથું ઘાલીને ...
બસ તું રડતી રહી કશું જ ના બોલી શકતી હતી ના કહી શકતી હતી ....
પણ હું સમજી ગયો હતો !
તે દિ’ આપણાં મિલનની અંતિમ ઘડી હતી .
તું વેલ હતી, તારે વિસ્તરવું હતું !
’ને સ્થિતિ મારી વડલા સમી હતી.....!
વડલો ચાહે તો પણ ક્યાં ખસી શકતો ?
એના મૂળ હતા ઊંડા !!!
તે વિસ્તરી શકતો હતો માત્ર ઊંડે ઊંડે જ !
એ બંધાયેલો હતો તડકે તપીને પણ બધાને છાંયો આપવા...!
એના છાયે ઘણા આવતા ’ને જતાં !
ઘણા એની વડવાઇએ હિંચીકી જતાં !
કેટલીયે વેલ એને વીંટળાઇ જતી ને પછી છોડી જતી !
શું તું એમ માને છે કે વડલાને વેદના નહીં થતી હોય ?
થતી હોય છે ..! ખૂબ વેદના થતી હોય છે વડલાને પણ ...
જ્યારે જ્યારે વીંટળાયેલી વેલ છોડી જાય છે ...
બસ મારી સ્થિતિ એ વડલા જેવી જ .......
પણ આજે કેવો સંયોગ થયો !
તું પણ પ્રેમના એ દિવસો યાદ આવતા....
એ એકલા અટૂલા વડલાને મળવા આવી !
વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!
એ ચાહે તો પણ ક્યાં ક્યાંય જઇ શકે એમ હતો ?
પણ એ જોઈ વડલો રડી પડ્યો કે ,
કોઈ સમયે એને વીંટળાઈને રહેતી,
લીલીછમ વેલ સાવ કેવી સુકાઈ ગઈ હતી ....
સાવ કરતાં સાવ કરમાઈ ગઈ હતી....
વડલાના વિયોગમાં ....
*********************************************************
“અનંત” —

No comments:
Post a Comment