આંખોના અંધારે અંતરના અજવાળે.
દ્રષ્ટિ આંખોની ગુમાવી છે જેને.
ટેરવે દિવ્ય આંખો સાંપડી છે તેને.
દેખતાં આંખો છતાં કેવા પડે આખડે ..!
'ને સુરદાસ લાકડીની આંખે મંજીલ ખેડે.
ચહેરા પર ચોંટેલી બે આંખો શા કામની.?
જો અંતર ના કોઈનું એ દેખે.
છતી આંખે આપણે સૌ છેતરાઈ જઇએ.
ના છેતરાય એ કદિ' આંખો નહીં જેને ..!
પછી તને પણ બધુ સ્પષ્ટ દેખાશે.!
પછી તું પણ ચડશે નહી કદી ઠેબે.!
"અજ્ઞાની" અંતરની આંખો ખોલી
જો જગત છતી આંખે અંધ થઈ ને .!
"અજ્ઞાની"
&&&&&&&&&&&&&&&&&&&&
"આ આંગળીના
ટેરવે, આંખો ઊગી
સ્પર્શે જુવે"
"અજ્ઞાની"
મુજ અંધની આંગળી અને,
લાકડીના ટેરવે આંખો ફુટી છે.
"અજ્ઞાની" હવે તેજ દેખે છે તેજ
સ્પર્શે છે જગત આખાને.
"અજ્ઞાની"
*બ્લાસ્ટ*
"અનંત" આજ તો મારૂ અલૌકિક રજવાડું છે.
કે, છે આંખે અંધારૂ છતાં અંતરમાં અજવાળુ છે.
" અનંત"
https://www.facebook.com/share/1FHbZzZpzH/

No comments:
Post a Comment