તને યાદ છે ?
કેટલા વર્ષો બાદ ફરી એજ વડલા પાસે આજે હું આવ્યો હતો.
તારા ગયા બાદ હું પછી ,
ક્યારેય એ વડલા પાસેથી પસાર નહોતો થતો .
કેમકે હવે ત્યાથી પસાર થવાની મારી હિંમત નહોતી ચાલતી .
પણ આજે કોણ જાણે કેમ મને એવું લાગ્યું કે,
વડલો માને યાદ કરે છે.
અને હું વડલા નીચે આવી ઊભો રહ્યો ...
ને બસ ત્યાજ ફસડાઈ પડ્યો ....
મારી આંખો તગતગી ઉઠી....
અને નજર સમક્ષ તરવરી આવી એ
ક્ષણ, જે આપણે આ વડલા ની
છાયાં તળે વિતાવી હતી .
ને હું એ ક્ષણમા સરી ગયો....
આ જ વડલાની ઓથે મને
એક દી’ તું
મળી હતી.
કેટલીયે ઝંખનાઓ એક સાથે ઉમટી પડી હતી.
જરાક અમથા આંગળીના ટેરવાના સ્પર્શ માત્રથી....
‘હું’ ઝણ ઝણ્યો અને તું પણ આખે આખી
ઝણઝણી હતી.
તે દિવસે વડલા હેઠળ મારી વાટ જોતી તું ઉભી હતી.
તે તારા પુસ્તકોને છાતી સરસા ચાંપેલા હતા.
'ને હું આવીને વડલા ના જાડા થળ પાછળ છુપાઈ ગયો ને પછી ...
ઓચિંતું જ મે તારો લાંબો લચક ચોટલો જ્યાં પૂર્ણ થતો,
બસ ત્યાં જ મે !
હળવેકથી તને એક ચુટ્કી ખણી હતી.
પહેલા તો તું સફાળી જ તું ગુસ્સે
થઈ ગઈ હતી .
ને
પછી મને જોઈ;
તું જીણું જીણું મલકાઈ હતી.
કેવું સુંદર લજવાઈ હતી.
તારો ચહેરો ગુસ્સાથી
ગુલાબી થઈ ગયો ‘તો
અને તું સાવ ધીમેકથી..
હટ
રે !!!
’લુચ્ચા’ શરમાતો નથી? એવું તું બબળી હતી.
અને પછી મે તને કહ્યું હતું ,
કાશ.... હું પુસ્તક હોત.
અને ફરી તું મસ્ત મજાનું લજવાઈ હતી.
ને પછી....
આપણે જે વડલાની ઓથે
મળતા એ વડલાને એક નાજુક વેલ;
વીંટળાઇયેલી હતી,
બસ એમ જ ! પછી તું મને વીંટળાઇ ગઈ ' તી.
એક એક ક્ષણમા આપણે
કેવા જીવતા ‘તા એક આખો ભવ,
‘ને , એ દિવસે એક ક્ષણ પણ તને એક ભવ જેવી લાગી હતી.
ને પછી મારા
આવતાની સાથે જ પેલા વડલામાં વીંટળાયેલ,
વેલની જેમજ તું કેવી મને છાતીએ વળગી હતી.
એક બીજા વગર આપણું
જીવવું કેટલું અસહ્ય .....
તારીયે ઓઢણી ક્યાં
કોરી રહી ‘તી ?
પ્રેમ જ્યારે ખૂબ આગળ
વધે છે ને પછી મનમાં એક ડર પેદા,
થાય છે કે આ સાથ કદી
છૂટી તો નહીં જાય ને ?
અને જો એવું થાય તો ?
એ કલ્પના જ કેટલી ડરાવની
હતી !
અને એક દિવસ ખરે ખર
એવું જ થયું ! જેનો મને ડર હતો!
મને ડર હતો આભ હવે
ફાટશે....
કારણ કે એ દિવસે તું,
મારા પહેલા આવીને એ
વડલાની ઓથે ઉદાસ બેઠી હતી.
અને એ જ થયું.. જેનો
મને ડર હતો .....!
મે હળવે રહી તારા ખભે
હાથ મૂકી પૂછ્યું
કેમ આજ આમ આજ ઉદાસ છે તું ?
અને....
મને વળગી તારી આંખો
વરસી હતી.
તું ધ્રુશકે ધ્રુશકે કેટલું રડી હતી.
અને હું પણ....!
બસ ચૂપ ચાપ રડતાં રહ્યા આપણે ....
તું કશું
જ ના કહેતી હતી, ના તું કશું બોલતી હતી.
પણ હું સમજી ગયો હતો.
તે દિવસે આપણાં મિલનની અંતિમ ઘડી હતી .
તું વેલ હતી તારે
વિસ્તરવું હતું !
ને સ્થિતિ મારી વડલા
સમિ હતી.....!
વડલો ચાહે તો પણ
ક્યાં ખસી શકતો ?
એના મૂળ ઊંડા હતા ને !!!
તે વિસ્તરી શકતો !માત્ર ઊંડે જ !
તે ફેલાઈ શકતો , પણ...! ચાલી નહોતો શકતો .
એ જડાયેલો હતો જમીન સાથે ,
એ બંધાયેલો હતો તડકે
તપીને પણ બધાને છાંયો આપવા...!
એના છાયે ઘણા આવતા ને જતાં !
ઘણા એની વડવાઇએ
હિંચીકી જતાં !
કેટલીયે વેલ એને
વીંટળાઇતી ને પછી છોડી જતી !
તું શું એમ માને છે, વડલાને વેદના નહીં થતી હોય ?
બસ મારી સ્થિતિ એ
વડલા જેવી જ .......
આજે કેવો સંયોગ થયો
કે તું પણ !
એ દિવસો યાદ આવતા એ
વડલાને મળવા આવી !
વડલો તો આજે પણ એની એ જ જગ્યાએ ઊભો હતો...!
એ ચાહે તો પણ ક્યાં
ક્યાય જઇ શકે એમ હતો ?
પણ આ જોઈ વડલો રડી
પડ્યો, કે એને વીંટળાઈને રહેતી,
લીલીછમ વેલ આજે સાવ સુકાઈ
ગઈ હતી,
સાવ કરમાઈ ગઈ હતી....
“અનંત”

.jpg)
.jpg)
No comments:
Post a Comment