Saumyaજી....:)
ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!
"અનંત"
આ રચના આખી આવીજ છે અને ખૂબ લાંબી છે ..
જેમાં સ્ત્રીમાં આવેલા બદલાવ..
અને એના કારણે સર્જાતી સમસ્યાનું સચોટ વર્ણન કરેલું છે...
બીજું કે સ્ત્રીમાં જે કોઈ પણ જાતના બદલાવ આવ્યા છે..
તે ક્યાં કારણથી આવ્યા છે,
એનું પણ સચોટ શંશોધન બહુ વર્ષો પહેલા મારા ભાઈબંધે કર્યું હતું ...
ખૂબ બધા કાગળિયામાં એ પણ ક્યાક છુપાયેલુ દબાયેલું પડ્યું હશે ...
વખત આવ્યે, વખત મળ્યે એ સખત વાતો આયા જાહેરમાં લાવીશ...
મૂળ વાત પર આવું તો...
એ મને બધી વાતો કરતો એટલે મને ખબર કે...
ઉપર મુજબની રચના લખાયા પછી એ અમારા મોરબીના મેઘાણી કહેવાતા...
અને મોરબીના મેઘાણી તરીકે ઓળખાતા શ્રી રમેશ ભાઈ દફતરી કે જે પોતે..
તખ્તાના પીઢ કલાકાર તેમજ લેખક કવિ અને સાહિત્યના ખૂબ ઊંડા જ્ઞાની હતા...
જે હવે નથી રહ્યા...જોકે હવે તો ભાઈબંધ પણ નથી રહ્યો...
મારા ભાઈબંધનું સાહિત્ય એને ખૂબ ગમતું ...
ભાઈબંધ સાવ મીટર વગરનો હતો ...
એને મીટર બીટરમાં કઈજ ગતાગમ નહોતી પડતી ...
ત્યારે પણ સાહેબે કહ્યું હતું મીટરમાં લખવા જતાં મૂળ વાત મરી જતી હોય તો...
બહુ પરવા નહીં કરવાની ....
લખવું એવું કે ચીરા પડી જવા જોઇયે વાંચકની છાતીમાં બસ....!
ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નફ્ફટ ..!
એ નવો સવો હતો એટલે બિતો કે રખેને કોઈ વાંધો ઉઠાવશે તો...
એટલે એણે શ્રી રમેશ ભાઈની સલાહ લેવું યોગ્ય લાગ્યું ...
અને આ રચના એણે શ્રી રમેશ ભાઈ દફરીને બતાવી વંચાવી ને પછી પૂછ્યું ...
સાહેબ આ સ્ત્રી માટે વપરાયેલો "નફ્ફટ" શબ્દ ચાલશે ? યોગ્ય છે ?
કોઈ મને વઢશે તો નહીં ને... ?
કે પછી નફ્ફટ ની જગ્યાએ નારીને નિર્લજ કરી નાખું ? :)
ત્યારે સાહેબે વ્યંગાત્મક હસતાં હસતાં કહ્યું..
કરી નાખું..! તે બાકી રાખ્યું છે કશું ... ! :)
ઇ તો તે ક્યારની કરી નાખી તારી રચનામાં ... :)
જોકે હશે જ નહીં તો તું ના કરે એટલે,
તે કરી એમ પણ ના જ કહેવાય ... :)
તે તો જે હતું તે લખ્યું ...:)
અને પછી એણે આ પ્રમાણે લખી બતાવ્યુ ...
ઓઢણા ગયા ઊડી ને ઘાઘરા થયા કટ. (સ્કર્ટ)
ઘુંઘટા ભેળી લાજ ગઈ નારી થઈ નિર્લજ ..!
ત્યારે શ્રી રમેશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, લેખકો, કવિ કે કોઈ પણ કાલકારોને...
ક્યારેય કોઈના બાપથી પણ ડરવાનું ના હોય ...
તમે જે કહેવા ઈચ્છો છો એ કહેવા અને સચોટ ભાવ રજૂ કરવા હોય તો....
મનમાથી ડર કાઢી નાખવો જોઈએ , ડરીને ક્યારેય સાચી અભિવ્યક્તિ ના થઈ શકે ...
લોકો શું વિચારશે એમ વિચારીને લખવાથી અને શબ્દો બદલવાથી મૂળ ભાવ મરી જાય છે...
માટે એવી ભૂલ ક્યારેય ના કરવી જો તારે લોકોથી ડરવું હોય તો લખવાનું અત્યારથી છોડી દે...
ભાઈબંધે કહ્યું પણ સાહેબ કોઇની લાગણી દુભાય ....
સાહેબે વચ્ચેજ કહ્યું મૂર્ખ તારી પણ લાગણી જ દુભાઈ હશે ને જ્યારે તે લખ્યું ..!
અને તું શું લખશે લખ્યું કરતાં કોઈ ઈશ્વરીય શક્તિએ લખાવ્યું એમ કહેવું વધુ ઉચિત રહેશે..!
ત્યારે ભાઈબંધે કહેલું તમારી વાત સાચી છે અને હું પણ એવું માનું છું કે ...
કલાકારો તો દુનિયા કે સમાજનું દર્પણ હોય છે....
કલાકારના સર્જનમાં ક્યારેક પોતાનું દર્દ તો...
ક્યારેક સમાજમાં સર્જાતી સમસ્યાનું દર્શન હોય છે...
અંતમાં શ્રી રમેશભાઈ દફતરીએ એને કહ્યું હતું....
"અનંત" લખ બિન્દાસ્ત લખ...!
તારા શબ્દોમાં જીવ છે ..
એને મરવા ના દેજે ...
ગમે તે ભોગે જીવતા રાખજે...
આજે પણ એના શબ્દો જીવે છે..!
તો...
હું એનું અધૂરું કાર્ય પૂરું કરું છું ને...:)
અને છેલ્લે લોકોને માફક ના આવતા શબ્દો સામે સફાઈ...
સમય પ્રમાણે બધુ વધુ ને વધુ અને ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે..
બદલાવને ક્યારેય કોઈ રોકી નથી શક્યું અને રોકી પણ નહીં જ શકે..!
ઘડિયાળના કાંટા ક્યારેય ઊંધી દિશામાં પાછા નથી જ ફરતા...!
એ સતત આગળ વધે છે ને વધતાં જ રહેશે ....
હવે સમાજમાં બનતી ઘટનાને વધુ વાસ્તવિક રૂપે બતાવવા ...
માત્ર કાલ્પનિક જ નહીં પણ..!
હકીકતમાં બનેતી ઘટનાને અદલ એવી જ રીતે રજૂ કરવા...
સત્ય ઘટના વખતે બોલાયેલા શબ્દો પણ પડદા પર બોલાવા લાગ્યા છે ..
ફિલ્મ "ફૂલન દેવી" શું આ ઉદાહરણ કાફી નથી... ?
તો બીજા તમે આપો ...:)
એક શોધશો હજાર મળશે... :)
ભઇ મારુ ફિલ્મી જ્ઞાન ઓછું છે ...
જોતો નથી ને.... એટલે ... :)
હવે તો હઔ ક્યો... :)
મફતમાં આટલું કોણ આલશે ... મે આલ્યુ ...:)
જોકે મને આજે ફરી મજ્જા આઈ ગઈ... :) :) :)
No comments:
Post a Comment