........
શોખ,
ઈચ્છા
,
ઉમંગ,
ઉત્સાહ,
ખુલ્લી
આંખની કલ્પના,
બંધ આંખના
સપના,
પ્રેમ, પ્રેમની ઝંખના ...
અને અંતમાં
જિજીવિષા....
“અનંત”
એક પછી એક આ બધા જ મરે છે ...
અને સાવ છેલ્લે મરે છે માણસ .....
શું
ખરેખર છેલ્લે જે મરે છે એ માણસ હોય છે... ?
ના...રે....
છેલ્લે જે મરે છે એ માણસ જ નથી હોતો...
એ તો
ક્રમશ મરી ચૂક્યો હોય છે ...
ને
પછી વધે છે માત્ર એક એવું શરીર શરીર....
જેમાં
હવે માણસ હોવાના એકેય અંશ નથી બચ્યા....
જે છેલ્લે મરે છે એ હોય છે માત્ર માણસનું શરીર..
“અનંત”
બ્લાસ્ટ:- "અનંત"
મારી
હયાતીમાં “અનંત” પડઘા પડ્યા...
મારી હયાતી
બાદ જોજોને સોપો પડી જશે...
No comments:
Post a Comment