એક દિવસ અનંત પોતાના કામમાં મસ્ત અને વ્યસ્ત હતો,
ત્યારે એનો મિત્ર આવ્યો અને આવતા વેત સીધો જ સવાલ કર્યો.....
યાર આખો દિવસ કામ કામ ! ને કામ તારે આરામ જેવુ કશું હોય કે નૈ...
ત્યારે અનંતે જવાબ આપ્યો યાર મારે તો આઠેય પ્રહર આરામ જ છે ....
હું ક્યાં કશું કામ કરું જ છું .
પેલો મિત્ર વિચારમાં પડી ગયો એને કશું સમજાયું નહીં ક્ષણભર એ મનોમન મુંજાયો ...
પછી એણે અનંત ને પૂછ્યું યાર હું મારી સગી આંખે જોઉ છું કે તું સતત કામ કરે છે .
અને તેમ છતાં તું કહે છે કે , તું કશું જ કરતો નથી ને આઠેય પ્રહર તારે આરામ છે .!
એ કઈ રીતે ?
કઈ સમજાયું નહીં... !
તો અનંતે જવાબ આપ્યો હાસ્તો હું સાચું જ કહું છું ખોટું નથી બોલતો કાય...
બધુ જ કામ મારા આ બધા દોસ્તારો જ કરતાં હોય છે ..
જો આ મારી આંખો જોવાનું.
કાન સાંભળવાનું.
નાક સૂંઘવાનું ને સ્વાસ લેવાનું.
હ્રદય ધબકવાનું ...
મન વિચારવાનું ...
આત્મા પ્રાર્થના કરવાનું ...
હાથ વજન ઊંચકવાનું ...
ને પગ ચાલવાનું ...
આમ આ બધા પોત પોતાનું કામ કરે છે ..
હું ક્યાં કશું જ કરું છું ...
હવે તુજ કહે આમાં હું કશું કરતો હોવ એવું તને લાગે છે ?
હું તો બસ ખૂણામાં બેસીને આ બધાને કામ કરતાં
જોયા કરું છું ....
બસ જોયા જ કરું છું...
પેલો મિત્ર અપલક અનંતને જોતો રહ્યો અને અનંતની પીઠ થપથપાવતા બોલ્યો ..
માન ગયે ઉસ્તાદ ...
અનંત કહે , ક્યા .. ?
વહી જો આપને અભી અભી કહા કી આપ કુછ ભી નહીં કરતે ..
જી..જી..જી...
પેલાએ ફરી પ્રશ્ન કર્યો .
પણ યાર તો પછી આ બધા તારા આંખ,નાક,કાન, વિગેરે....
દોસ્તારો આરામ ક્યારે કરે ... ?
દોસ્તારો આરામ ક્યારે કરે ... ?
અનંત જવાબ આપે છે , યાર એ બધા ને,
આંખ,કાન,નાક,હ્રદય,મન ,આત્મા જેવુ કશુ હોતું જ નથી ...!
એટલે એને થાક તો નાજ લાગે ને ..!
અને જેને થાકનો અનુભવ થાય જ નહીં એને આરામની પણ જરૂર ના પડે ..
તો પછી એ સતત કામ જ કરે ને ..!
અને જેને થાકનો અનુભવ થાય જ નહીં એને આરામની પણ જરૂર ના પડે ..
તો પછી એ સતત કામ જ કરે ને ..!
એટલે તો હું એને રાત્રે પણ કામ સોંપી ને સૂઈ જાવ છું ...
પેલા મિત્ર એ આશ્ચર્ય સહ પૂછ્યું રાત્રે ...!!! ?
રાત્રે વળી તું એને ક્યુ કામ સોંપે છે.. ?
ત્યારે પીડાના પ્રેમમાં પડેલા, પીડા સાથે ઉછરેલા અનંતે .....
આંખના ભીના ખૂણા લૂછતા લૂછતા
ત્યારે પીડાના પ્રેમમાં પડેલા, પીડા સાથે ઉછરેલા અનંતે .....
આંખના ભીના ખૂણા લૂછતા લૂછતા
હસીને જવાબ આપ્યો ...
જો આ રહી દોસ્ત એમને સોંપેલા રાતના કામની નાનકડી યાદી....
સાંભળ આ કામ એમને સોંપીને હું રોજ સૂઈ જાવ છું ...
સાંભળ આ કામ એમને સોંપીને હું રોજ સૂઈ જાવ છું ...
આંખને રડવાનું .
હ્રદયને ઝૂરવાનું.
હોઠને બબડવાનું ...
મનને મંથન કરવાનું....
અને...
આત્માને પ્રાર્થના કરવાનું ....
બસ...! આટલું કામ સોંપ્યાપછી મારે ચિંતા ના હોય ..
પેલા મિત્રએ સવાલ કર્યો, હાથ ને પગ ?
હાં યાર... એતો હું સાવ કહેતા જ ભૂલી ગયો ..!
અને પછી કહ્યું...
જો.! પગ રાત્રે લાંબા થઈને પથારીપડ્યા રહેવાનું કામ કરે બરોબર ...
અને આ હાથ, હાં.! બધા જ મારુ કહ્યું માને છે , પણ ..
આ હાથ મારા કહ્યામાં નથી રહેતા.
એ પોતાની મૌજમાં જીવે છે અને મરજીથી લખવા માંડે છે..
મારે એને કામ સોંપવું ના પડે એ કીધા વિનાજ પોતાનું કામ કર્યા કરે ..
મનેય ખબર ના હોય ને બસ એ લખ્યા કરે ....
આમ હું સૌને કામ સોંપીને-
એ....ય ને , રોજ રાતે નિરાંતે સૂઈ જાવ છું.
“અનંત”
બ્લાસ્ટ :-
સ્ત્રીના પ્રેમ અને પીડા બન્ને થકી નવું
સર્જન થાય છે.
અહી શબ્દકાર બે અર્થમાં વાત કરે છે..
પહેલો અર્થ એ કે સ્ત્રી જ્યારે પુરુષને
પ્રેમ કરે છે ત્યારે શરીર સોંપે છે,
અને મિલનની એ ક્ષણ થકી સ્ત્રી ગર્ભવતી બને
છે ...
અને પ્રેમ પછી પ્રસૂતિની પીડા સહી સ્ત્રી
બાળકને જન્મ આપે છે.
મતલબ કે સ્ત્રી થકી એક નવું સર્જન થાય છે.
કોઈ ભાગ્યશાળી પછીથી મહાન સર્જક થાય છે.
બીજા અર્થમાં શબ્દકાર કહે છે .
કે સ્ત્રી જ્યારે કોઈ સીધા સાદા કલાકાર
ના હોય એવા પુરુષને પણ , જ્યરે પ્રેમ કરે છે, આપે છે,
ત્યારે એ સીધોસાદો યુવાન પણ પ્રેમની લાગણી
ને વ્યક્ત કરવા કલાકાર બની જતો હોય છે.
અને એજ સ્ત્રી દ્વારા જ્યારે એને પીડા મળે છે ,
ત્યારે
પણ એ પીડાને લઈ કોઈ ઉતમ સર્જક બની જતો હોય છે.
આમ મને શબ્દકારના બન્ને અર્થ સાર્થક લાગે છે.!
@@@@@
@@@@@
.jpg)
No comments:
Post a Comment