સત્યના પડઘા ( ગુરુ કથા ...) બે અર્થમાં ... )
Katira Pares
આજે પણ હું ખૂબ આનંદમાં છું આજેય મને મજ્જા આઈ ગઈ ....
જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે .
ક્યારેક મારા માટે ક્યારેક તમારા માટે થાય છે.
મારો ખુલાસો શરૂ...
આજે હું કઈક નવું અને વધુ શીખ્યો સમજ્યો...
શ્રી અશોક સિહ વાળા સાથે ફોન પર થયેલ વાર્તાલાપ અને ખુલાસા બાદ
આજે હું એક અવસર ઉજવીશ...
જોકે ફોન પર કાનો કાન વાત થયા પછી ...
એ કદાચ થોડા ઘણા હળવા થઈ જ ગયા હશે...
આશા રાખું છું હળવા થઈ જ ગયા હોય...
નહીં થયા હોય તો હવે થઈ જશે..
યારા અગર થઈ ગયા હો હળવા..
તો વ્હાલા આવો મોરબી મળવા ..
માત્ર ખુલાસો આપવા આવ્યો છું.
આવ્યો નથી કઈ, હું અહી લળવા ...
જોડકણું પૂરું...!
જો કે હું તો ગંભીર થયો જ ના હતો પહેલા કે પછી !
માટે મારે હળવા થવાનો પ્રશ્ન જ નથી રહેતો ને...!
હું પહેલા પણ હળવો જ હતો !
ને અત્યારે પણ હળવો જ છું !
હાં તમે જરૂર જરા ગંભીર થઈ ગયા...
ખૈર ઉતાવડમાં અધૂરું સમજાય ...
થાય, ક્યારેક એવુય થાય...
પણ આવે વખતે ખુલ્લા થઈ ખુલાસા માગી કે આપી જ શકાય છે ને ..!
તમે માગ્યા અને મે આપ્યા પણ ખરા જ !
અને હાં ભૂલ છે કે નહીં એ વાતને અસ્થાને મૂકી...
એટલું જ સમજાયું કે તમારી લાગણી દુભાણી છે ..!
કારણ કે તમે ઉતાવડ કરી છે ..!
અકલે મારી વાતનો મર્મ નથી સમજ્યા ...
અને અકલેજ માત્ર ને માત્ર તમારી લાગણી દુભાણી છે..!
અને હવે ખરો ખુલાસો આપું છું તો ...
ખૂબ શાંત ચિતે ધ્યાનથી સાંભળી અર્થાત વાંચો ...
મે તમારી વાર્તાના સંદર્ભે કહ્યું હતું કે,..
મતલબ સાવ સાફ છે... !
યાર તમે આ રીતે જવાબ આપીને તમારા પરજ શંકા કરી રહ્યા છો ...!
જ્યારે મારો કહેવાનો અર્થ સાવ સીધો ને સરળ જ છે ...
આમાં ચોરવાની વાત જ નથી ....
અને ચીકણું લાગ્યું હોય તો યાર લપસ્યા ખવાય મારી માફક....
હળવી મજાક પૂરી....
ફોન પર થયેલી વાત દરમ્યાન મને એવું લાગ્યું આપ મારા ખુલાસાથી સંતુષ્ટ નથી ...
માટે અહી ફરીવાર મૌજથી મૌજ કરતાં કરતાં ખુલાસો કરું છું કે...
તો મે ત્યારે પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે આખી વાતમાં તમે જ કેન્દ્રમાં છો...!
માત્ર એક સરખા નામ ધારી કોઈ હોય શકે, પણ..
તમારા સિવાય ફેસ બુક પર બીજા કોઈ અશોક શિહ વાળા હોય,
અને એ પણ અસસ્લ તમારા જેવાજ ! થ્રી ઇન વન ત્રિગુણા, યાની ..
ચિત્રકાર, લેખક , અને ગાયક હોય ,
એવું મારા ધ્યાનમાં આજ સુધી નથી આવ્યું ...
અર્થાત:- મે તમને રાબેતા મુજબ માત્ર તમને ખુશ કરવા કેપછી,
તમારાથી ડરીને, કે, રખેને અશોક ભાઈ વઢશે, કે લડશે તો !
એમ વિચારી માત્ર વાહ બાપુ વાહ, ખૂબ સુંદર, નાઇસ, વરિવરી નાઇસ,...
ફરી મને મસ્તી સૂજી >>
જાણે કેમ તમે ન્હાતા જ ના હો એમ વરીવરી નાઇશ એવું હું ના પૂછું ..
અકલે આવું બધુ ચિલ્લા ચાલુ ચીતરવાને બદલે ...
અને, માત્ર વાહ બાપુ વાહ, ખૂબ સુંદર, નાઇસ, વરિવરી નાઇસ,...
એમ કહેવાની બદલે ...જરા હટકે...
કઈક અલગ જ રીતે તમને અને તમારી વાર્તાને બિરદાવ્યા ...
મને ન બોલવું ફાવે છે, પણ..!
મને ચીલાચાલુ બોલવું કે લખવું બિલકુલ ફાવતું નથી..!
જરા મારો ફેસબુક ઇતિહાસ જોઈ લેશો તો સમજાઈ જશે ...
પણ અફશોસ............ કે.
તમે “લગભગ” એક જ શ્બદને પકડ્યો એ સિવાય કશું ના પકડ્યું ના તો સમજ્યા ..!
માત્ર ઉપર છલ્લું તમે તમારી સમજ અને સ્વભાવ મુજબ સમજ્યા...
અને તમે તમારા પર જ શંકા કરી..
પણ બસ મારા કહેવાનો અર્થ અને હાર્દ ના સમજ્યા...
અને “સાચું ?” પ્રશ્નાર્થ ચિહ્ન પણ તમને ગમ્યું નહીં . પણ !
આમ જાહેરમાં પૂછવાનું કારણ એજ કે ...
કોઈ સમજદાર અથવા ખુદ તમે એમ કહો કે યાર...
હા યાર સાડી સતરવાર સાચું ! એ વાર્તા મેજ લખી છે .! અર્થાત તમે !
પણ એવું કશું તમે ના બોલ્યા...!
ના કોઈએ કહ્યું ના તમે ...
જો કે તમે તો કેમ બોલો , તમને તો ભારેખમ ગેર સમજ થઈ ચૂકી હતી...
અર્થાત....
સાચું આ વાર્તા અશોક સિહ વાળાએ જ લખી છે ...!
મને એમ કે આમ કોઈ કહેશે, પણ ના કહ્યું તો હું શું કરું ?
અને એનો અર્થ એવો હરગિઝ નથી, નથી, ને નથી જ..!
કે એવું ના કહ્યું એટલે એ બધા ના સમજ છે .
યાર સૌની પોત પોતાની એક અલગ જ સોચ સમજ હોય છે.!
અહી બધુ હું કે તમે વિચારીએ એવું જ ના લખાય કે ના બોલાય ...
ના ગમતું લખાય ને લાગણી દુભાય તો બે રસ્તા છે ,
એક તો કમેંટ ડિલીટ કરી દેવી. જેથી જેમ તમારી લાગણી દુભાણી,
એમ કમેંટ ડિલીટ થાય એટલે કમેંટ કરનારની પણ લાગણી દુભાય.
“પાન કા બદલા પાન પિચકારીકા પદલા પિચકારી“ જેવુ,
અથવા ખુલાસો, જે, મે, અને તમે ત્યાં અને અહી કર્યો ....
ખૈર મારો અડધો ખુલાસો પૂરો થયો..
હવે ફરી સમજવામાં ઉતાવળ કરીને એમ ના સમજસો કે,
હું મલાઈ મારી રહ્યો છું .
જે ભીતર હતું તેજ બહાર લાવ્યો છું ..
મારો વાંધો એજ છે કે મને મલાઈ ચોપડવી નથી ફાવતું...
અને મારે મન એવું પણ બિલકુલ ના હોય કે...
તમે મારી પોસ્ટમાં લખો તો જ હું તમારી પોસ્ટમાં લખું...
આ વાતના શોધશો તો અસંખ્ય પુરાવા ચોક્કસ મળશે જ...!
એક તો આ ! સાવ તરો તાજા...
અને મે પહેલા પણ કહ્યું જ છે કે મને વાઘ્રી વહેવાર બિલકુલ પસંદ નથી...!
યાર મન ખુલ્લુ અને મોટું રાખો અને હ્રદય રાખો પહોળું ...
જતું કરો જો થયું હોય મન દુખ ક્યારેક થોડું ...
આ પહેલા પણ મારે જે કહેવું હતું તે મે જાહેરમાં કહ્યું જ હતું ને ...?
અને માત્ર તમને જ નહીં જ્યાં જ્યાં જ્યારે જ્યારે જરૂર લાગી ત્યાં ત્યાં ત્યારે ત્યારે...
કહેવા સમું ખુલ્લા થઈને કહ્યું છે !
જે બધુ એમજ પડ્યું છે શક્ય હોય તો તપાસી લેવું ...!
ત્યારે પણ તમને કહ્યા પછી હું તો સાવ બધુ ભૂલી જ ગયો ...
ને તમે પણ ભૂલી ગયા...
પણ ભૂલવાનું માત્ર મારે હતું ..! તમારે નહીં !
પણ તમેય ભૂલી ગયા.....
અગર જો તમે યાદ રાખ્યું હોત તો ....
કમસે કમ આજે તમે ગેર સમજથી બચી શક્યા હોત...
અને હાં એક વધુ ચોખવટ....
પુરુષ હોવાના નાતે હું પુરુષ વેળા જરૂર કરું કરતો હોઈશ ...
પણ હું એટલી સસ્તી ચીજ પણ નથી કે સ્ત્રીઓ પાછળ પૂછડી પટપટાવતો ફરું ...!
સ્ત્રી મિત્રને પણ જરૂર પડ્યે યોગ્ય જવાબ આપતા અચકાતો નથી જ !
તો યાર તમે તો પુરુષ છો ....
એટલે ડરીને કમેંટ કરવાનો કે કમેંટ કરીને ડરવાનો તો સવાલ જ પેદા નથી થતો.
આ નીચેનું વાક્ય સ્ત્રી પુરુષ સૌએ ત્રણ વાર ...
વાંચવું !, હોય તોજ વાંચવું ...
( સ્ત્રી અને પુરુષ . અરસ પરસ અહી બન્ને એક બીજા થકી એક હદમાં રહી,
અહી અનહદ આનંદ લેતા જ હોય છે.)
“ આ વિષય વિસ્તારે આવતા અંકે... “
પણ તેમ છતાં પરિણામ ની પરવા કર્યા વગર બિલકુલ ડર્યા વગર.
હું એવું પણ નથી વિચારતો કે,
કોઈ સ્ત્રી મિત્રને કઈક કહીશ અને એ મને લિસ્ટ બહાર મૂકી દેશે તો...
તો ખોટ મનેજ નહીં એને પણ મારી સાલસે...! ચાલસે ?
ખૈર....
જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે .
ક્યારેક તમારા માટે ક્યારેક મારા માટે થાય છે.
મારો ખુલાસો પૂરો ...
ધન્ય વાદ..
આજે ઉતમ વિષય આપવા બદલ....
બ્લાસ્ટ :- આજે હું આટલું શીખ્યો ...
અહીની આ ત્રીજા વિશ્વની એક ટ્રેજેડી એ છે કે....
અતી ગંભીર વાત મજાકમાં ખપી જાય છે...!
અને અને મજાક ક્યારેક અતી ગંભીર રૂપ ધારણ કરી લ્યે છે ...!
જોકે હજુ સુધી અતી ગંભીર કહી શકાય એવિ ઘટના મારી સાથે કદિ બની નથી...
અને જે બની છે એ એટલી ગંભીર કહી શકાય એવિ નથી...!
પણ હાં તેમ છતાં આજે હું નવું એ શીખ્યો કે,
જ્યારે પણ કઈ કહેવું, લખવું , બોલવું હોય ત્યારે...
સામેની વ્યક્તિની ઊંડી સમજ, સહન સિલતા , અંગતતા , નિખાલસતા,
ભૂલ થઈ હોય તો કબૂલવાની ક્ષમતા.
આ બધા જ પાસાને ધ્યાનમાં રાખી ને લખવું કે બોલવું ...
અન્યથા ચૂપ રહેવું , મૌન રહેવું મનમાં સમજવું અને મૌજમાં રહેવું ....
ફરી એક ટીખળ મનમાં આવે છે ! કરીજ લઉં ભલે થઈ જાય આજ તો ..
એક વિચાર એવો પણ આવે કે ....
પછી લપ થાય એના કરતાં તો પોસ્ટ કર્તાને પૂછી ને લખવું,
કે, ભાઈ હું તામરી પોસ્ટમાં શું લખું ...?
યા તો કહેવાનું કે ,ભાઈ તમને મજા આવે એવું તમેજ લખી આપોને
એટલે પછી માઠું ના લાગે અને માથાકૂટ પણ ના થાય
ભાગ બીજો. પણ વિષય જુદો હવે પછી શરૂ...
યાર આમ ને આમ બધા ભેગા મળી મનેય લેખક કરી નાખશો ...


No comments:
Post a Comment