ઘોઘો એક નો એક ..!
ઘોઘી મગર અનેક !
અકલે .....
ફનફ્યૂઝ તો થઈ જવાય...
હાં ,હાં, પ્રેમથી ..
"મારે નૈ તારે "
બે અર્થમાં ...
"પ્રેમ પણ મારે નૈ તારે "
મતલબ સે ભરી "બે"મતલબ કી બાતે ... 
... અને દૂ:ખી ઘોઘી , દૂ:ખી સ્વરે ઘોઘાને કહે છે ..!
પણ ઘોઘી શું કહે છે એ ઘોઘો સમજતો નથી
અકલે ઘોઘીની આંખમાં આસું આવી જાય છે !
અકલે ઘોઘો કહે છે ઘોઘીને કે ,
અરે ઘોઘી આ શું ! તારી આંખમાં આસું ?
ઘોઘી આંખ નીચી કરીને ઘોઘા સામે બેસી જાય છે !
અકલે ઘોઘો કહે છે કેમ ઘોઘી શરમાઈ ગઈ તું !?
અકલે ઘોઘી કહે ના રે ... શરમાઈ ક્યાં ?
અકલે ઘોઘો કહે અહિયાં ..!
ઘોઘી ફરી કહે છે ના રે ...
અકલે ઘોઘો કહે છે , અચ્છા અહિયાં નહીં...તો ક્યાં ઘેર બેઠા ?
ઘોઘી કહે નારે ...
અકલે ઘોઘો કહે,
લે પણ, તો પછી નયનો અર્થાત, નૈન અર્થાત અકલે કે એજે કહેવાય તે,
પણ તારી આંખો તો નમણી શર્મિલી નારની જેમ ઢળેલી છે ..!
અકલે ઘોઘી કહે નારે .. એ તો દુ:ખથી ઢળી ગઈ...
અકલે ઘોઘો કહે , તો પહેલા કહેવાય ને ..!
ઘોઘાની અક્કલ વગરની વાતો સાંભળીને,
ઘોઘી જોર શોરથી રડી આંસુની છોળો ઊડી.
અકલે ઘોઘો કહે ,
ઓહ ! ઘોઘી તું આકલું બધુ કા રડે..?
મને કાય ખબર પડે ...!
એવું તે શું દૂ:ખ !
અકલે ઘોઘી કહે અઘરું છે !
અકલે ઘોઘો કહે ,
કે તો ખબર પડે !
હું એમનેમ કેમ સમજુ !
અકલે ઘોઘી ઉદાસ સ્વરે કહે ,
નહીં , મારે કોઈને કઈ નથી કહેવું.
અને પછી ઘોઘાએ એક ફકરામાં નકરા જવાબ આપ્યા ...
સ્વભાવ મુજબ બે, ફિકર થઈને ઘોઘો ઘોઘીને કહે છે .
તો ના કે ,
ઘોઘી ફરી એજ કહે છે ,
મારે કોઈને કઈ નથી કહેવું.
અકલે ઘોઘો કહે છે ..
લે પણ , મે ક્યાં કોઈને કહેવાનું કહ્યું "અર્થાત ....
ઘોઘાના કહેવાનો મતબલ એ હતો કે મને તો કે !
ઘોઘી ફરી એજ કહે છે ,
મારે કોઈને કઈ નથી કહેવું.
અકલે ઘોઘો કહે ,
શું તને ચિંતા છે કે હું તારા આસું લઈ લઇશ ?
અકલે વળી પાછી કદાચ ઘોઘી ઉદાસ સ્વરે બોલી .
નહીં, કઈ નહીં ,બસ ! કઈજ નહીં !
અને પછી ઘોઘાએ ભાઈ બંધ વાળી વાત કહી ,
જે વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતીને કહી 'તી
જ્યારે અનંતની ચહિતી અસસ્લ ઘોઘી માફક્જ ..!
ચૂપ ચાપ અનંત સામે આવીને બેસી ગયેલી ,,,
અનંતે એના મૌન આસું નું કારણ અનેક વાર પૂછ્યું પછી પણ પેલી ..
કઈ નહીં ..! બસ કાઇજ નહીં..! એમ કહેતી રહી ત્યારે અનંતે ,
પેલી ને પ્રેમથી કહ્યું .
તું ભલે કઈ નહીં ..! બસ કાઇજ નહીં..! કર્યા કરે અને ,
કશુજ ના બોલે , પણ હું જાણું છું.!
તું પણ ઇનકાર નહીં કરી શકે ! કે ,
કઈ નહીં મહી પણ "અનંત..."
કઈ કેટલુય છુપાયું હોય છે !
ખુશી હો યા દૂ:ખ !
અવસર આવ્યે ...
હોઠ અને આંખ સમેત આખે આખો ચહેરો ચાડી ખાય છે .
આખરે તો, દૂ:ખ આસું રૂપે આંખોમાંથી છલકાયજ જાય છે ... !
હોય જો ખુશી તો ચહેરો હસે છે,'ને હોઠ મલકાય છે...!
એક હદ પછી જે ભીતર દબાયું , દટાયું હોય છે ..!
"અનંત" તે બધુજ આખરે એક સામટું બહાર આવીજ જાય છે !
હું જાણું છું ! કઈ નહીં મહી પણ અનંત... કઈ કેટલુય છુપાયું હોય છે ..!
ખુશી હો યા દૂ:ખ આખરે બહાર આવે છે એ, જે ભીતર છુપાયું હોય છે ..!
"અનંત"
અર્થાત એનો કહેવાનો મતબલ એકલોજ હતો કે બૌ હુશિયારી મારવી નૈ ...
અવસર આવ્યે બધુજ બહાર આઈ જાય છે !માલિપા છુપાયું હોય એ જે કૈ ...
આવું આવું બધુ વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતી કહ્યું હતું ...
એ કઈ ચહિતી હતી એ, મને નથી ખબર ...
જો કે ઘોઘી એ તો કહી જ દીધેલું ...
નથી સાંભળવી મારે કોઇની કઈ વાત ..!
અકલે ઘોઘાએ પણ કૈ દીધું ,
ના સાંભળવી હોય તો કાય નૈ ...
અને પછી ...?
શું થયું ???
મને ખબર નથી ... ! 
&&&&&&
એક વાર અચાનક ઘોઘી એ ઘોઘાને સવાલ કરતાં પૂછ્યું .
હેં ઘોઘા, છોડી દેવાનું મન થાય ત્યારે છોડી દેવાય કે નૈ ...?
ઘોઘો કહે કેમ નહીં , છોડી દેવાય ..
પણ છોડવાનું કારણ શું ?
ઘોઘાએ ઘોઘીને પૂછ્યું.
ઘોઘી કહે પરેશાની અર્થાત ડિસ્ટર્બ થાય છે !
ઘોઘી એ ઘોઘાને અંગ્રેજીનું ગુજરાતી કરીને કહ્યું .
અકલે ઘોઘો કહે સાંભળ ઘોઘી ...
"હાં બોલ ! "
ઘોઘો શું જવાબ આપશે એ સાંભળવા એકીટસે ઘોઘા સામે જોઈ ઘોઘીએ કહ્યું . હા બોલ .!
ઘોઘાએ કહ્યું .
"હાં તો સાંભળ ઘોઘી.! "
અગર છોડ્યા પછી ખરેખર ડિસ્ટર્બ અર્થાત પરેશાની પૂરી થઈ જવાની હોય ,
તો, ચોક્કસ છોડી દેવાય જે પણ હોય , જે કઈ હોય એ ,
પણ અગર એ પછી પણ પરેશાની થવાની હોય,
યા પહેલા કરતાં વધવાની હોય તો ,
બહેતર છે ના છોડો , બિલકુલ ના છોડો , પણ ઓછું કરો ...
જે પણ હોય , જે કઈ પણ હોય ...
અને હાં ઘોઘી , એક ઓર હકીકત ..
ઘોઘી એ કહ્યું , હાં, બોલ ઘોઘા !
ઘોઘાએ કહું .
"છોડ્યા પછી અકસર છોડ્યા પહેલા કરતાં હંમેશા પરેશાની વધતી હોય છે !"
ઘટતી નથી હોતી !
છોડ્યા પછી પણ મન સતત એનેજ જોતું ,ખોજતું હોય છે !
અને ક્યારેક એનાથી ઉલ્ટુ પણ થાય.
ખરેખર મનને અકલે આમ તો જો કે આપણને,
એ ખબરજ નથી હોતી કે આખરે શું જોઈતું હોય છે !
અને એટલેજ મન ભટકતું હોય છે !
હાં આત્મા ને પાક્કી ખબર હોય છે કે એને શું જોઈએ છે !
આત્મા શુધ્ધ હોય છે !
મન બુધ્ધું હોય છે . આત્મા બુધ્ધ હોય છે !
એટલે જે શુધ્ધ હોય એ શુધ્ધજ શોધે છે !
અને એ આત્મા પ્રેમાળ પણ હોય છે એટલે માત્ર પ્રેમ શોધે છે !
પણ એ પ્રેમ જે આત્મા ઝંખે છે એ મળવો એટલો આસાન નથી હોતો !
એના માટે ધીરજ હોવી જોઇયે જન્મો જનમ રાહ જોવી પડે !
પણ મન અધીરું હોય છે ! બુધ્ધું પણ હોયજ છે !
એટલે એ જે સામે આવે તેને પ્રેમ સમજી બેસે છે !
આવું આવું બધુ મારો "અજ્ઞાની" ભાઈબંધ કહેતો .
પછી એ એવિ પણ સલાહ સાવ મફતમાં દેતો કે ,
બહેતર છે કે તમે પકડો પણ નહીં અને છોડો પણ નહીં !
અર્થાત ... ?
મે જ્યારે આવું પૂછ્યું ત્યારે એણે કહ્યું કે ,
તમે કશું કરીજ શકતા નથી ! હાં તમે કરો છો એવો ભ્રમ જરૂર સૌને થાય છે !
બાકી બધુ જ થતું હોય છે , થઈ જતું હોય છે !
અકલે પછી બૌ ભાર નૈ રાખવાનો એવો.
એનો કહેવાનો અર્થ થતો હશે .! કદાચ ..!
પાક્કુ અકલે નથી કહેતો કેમકે એણે જે કહ્યું એ બૌ અટપટું કહ્યું .
અકલે ,
મને તો કાય સમજાયું નૈ ,
અકલે હું હળવો થવાને બદલે ભારે ભારે થઈ ગ્યો ...
અને, ઘોઘી ઘોઘા પર ગુસ્સે થઈ...
કાયમ છેલ્લે છેલ્લે જ દાટ વાળે છે ..
હુહ ! આમ છણકો કરી પગ પછાડતી ઘોઘી ભાગી ગઈ ....
બ્લાસ્ટ :-
"અનંત"
જ્યારે મારી સાથે ,મારી પાસે કોઈ નથી હોતું ,
ત્યારે...
મારી પાસે, મારી સાથે "હું" હોઉ છું !
"અનંત"
બ્લાસ્ટ :-
જાત અનુભવને આધારે વર્ષો પહેલા ભાઈબંધ અનંતે કહ્યું / લખ્યું હતું કે ,
પુરુષ હોય એ ગમે ત્યારે પોતાના પ્રકૃતિ સહજ પુરુષવેળા છતાં કરેજ ..!
"કોઈ અપવાદ નથી "
કોઈ ના સ્વીકારે એ વાત જુદી છે ..!
અને પછી ધૂણી ધખાવી અટપટા શબ્દોની આહુતિ આપી
ભીતરરી અજ્ઞાનને પ્રગટાવતા ભાઈબંધે ધુવણો કરેલો.
અને કહેલું લખેલું કે,
પુરુષ હોય એ ગમે ત્યારે પોતાના પ્રકૃતિ સહજ પુરુષવેળા છતાં કરેજ ..!
"કોઈ અપવાદ નથી "
કોઈ ના સ્વીકારે એ વાત જુદી છે ..!
અને પછી ધૂણી ધખાવી અટપટા શબ્દોની આહુતિ આપી
ભીતરરી અજ્ઞાનને પ્રગટાવતા ભાઈબંધે ધુવણો કરેલો.
અને કહેલું લખેલું કે,
પુરુષને પ્રેમમાં પડતાં વાર નથી લાગતી.
બસ પછી ઊભા થતાં વાર લાગે છે ....!
ક્યારેક તો વર્ષો ના વર્ષો ....
જ્યારે સ્ત્રી જલ્દી પડતી નથી... !
પણ પ્રેમ કરે છે ..!
પણ પ્રેમ કરે છે ..!
અર્થાત :- સ્ત્રી ખૂબ સમજી વિચારીને પ્રેમમાં પડતી હોય છે ..!
અને "સંજોગે" ઊભી પણ જડપથી થઈ જાય છે..!
અને પછી ચાલવા લાગે છે...
જે આજીવન જોડાય તેની સાથે ....
"અપવાદ બાદ કરતાં"
આ બાબતે,
"પુરુષોમાં કોઈજ અપવાદ નથી "
પ્રેમમાં પડવા પરુષ સામે આવનાર સ્ત્રી..!
સુંદર હોય એ વાત જુદી છે , બાકી જરૂરી નથી ... !
બસ એ એક સ્ત્રી હોય એ કાફી છે...!
અને માત્ર સ્ત્રીજ હોય તો પડીને ઊભા થવું આસાન થઈ જાય છે ..!
પણ ..!
પણ ..!
મગર અગર જો એ સ્ત્રી સુંદર પણ હોય તો...!
તો તો ભૈ પુરુષ એને જોતાં વેંત પડી જાય છે .!
પછી ઉભોજ નથી થઈ શકતો ...
અને,
પછી ઉભોજ નથી થઈ શકતો ...
અને,
ક્યારેક તો ઉમર પણ દેખાતી બંધ થઈ જાય છે.!
અર્થાત :- અમુક અમુક કેસમાં તો ઉમર નો તફાવત પણ ભુસાય ભૂલાય જાય છે ..!
પુરુષ પ્રેમમાં ..! કે પછી બાહ્ય સુંદરતાના આકર્ષણમાં ..!
અગર માત્ર બાહ્ય આકર્ષણ હોય તો એ તો ઓસરી પણ જાય .!
પણ અગર જો સાથે સાથે ભીતરનું આકર્ષણ ભળે તો તો,
એક પુરુષ છેક લગી લડી લેવા મજબૂર થઈ જાય છે ..!
અગર માત્ર બાહ્ય આકર્ષણ હોય તો એ તો ઓસરી પણ જાય .!
પણ અગર જો સાથે સાથે ભીતરનું આકર્ષણ ભળે તો તો,
એક પુરુષ છેક લગી લડી લેવા મજબૂર થઈ જાય છે ..!
આવું સ્ત્રી પક્ષે પણ બની શકે !
જ્યારે સ્ત્રી પણ સુંદરતા તો જુવેજ અને ઝંખે પણ છે જ ..!
એક બાબતે સરખી બીજી બાબતે જરા જુદી છે .!
એક બાબતે સરખી બીજી બાબતે જરા જુદી છે .!
જો કે એક સ્ત્રી સામે જ્યારે "સુંદર" પુરુષ આવી જાય છે ત્યારે ...
સ્ત્રીની દશા પણ પુરુષ જેવીજ થઈ જાય છે ..!
તેમ છતાં એ પ્રતિભાને પણ ધ્યાને લ્યે છે ..!
એની સામે આવનાર માત્ર સુંદર પુરુષ હોય એટલુંજ પૂરતું નથીજ ..!
આ તફાવત છે .!
પુરુષ અને સ્ત્રીની નજરમાં .!
પુરુષ માત્ર ને માત્ર સુંદરતા જુવે છે ..!
એટલે ક્યારેક છેતરાય પણ છે ..!
એની સામે આવનાર માત્ર સુંદર પુરુષ હોય એટલુંજ પૂરતું નથીજ ..!
આ તફાવત છે .!
પુરુષ અને સ્ત્રીની નજરમાં .!
પુરુષ માત્ર ને માત્ર સુંદરતા જુવે છે ..!
એટલે ક્યારેક છેતરાય પણ છે ..!
"અનંત"
આ માત્ર ભાઈબંધ નું અનુભવ સિધ્ધ અજ્ઞાન છે ..!
કોઈએ એ માનવું સ્વીકારવું બિલકુલ જરૂરી નથી ..!
એવું હું ભાઈબંધ અનંત વતી ખુલાસો કરતાં કહું છું ..!
અકલે પછી કોઈને બબાલ કરવાનો અવકાશજ ના રહે ..!
અકલે મારે ચોખ્ખું ને ચટ્ટ કહેવું પડે ..!
નૈ તો વિવાદ પ્રિય લોકો પાડા ના વાંકે પખાલીને ડામ આપવા લાગે ..!
ઈવડો ઇ પાડો તો બૌ આઘો વયો ગ્યો .. .
અને ,
એવા ડામ હું ખમુ નૈ ...
એવા ડામ હું ખમુ નૈ ...
અકલે હું કોઈને ગમુ નૈ...


No comments:
Post a Comment