ત્રણ વ્યક્તિએ આજે મને મજબૂર કર્યો છે સવાર સવારમાં ....
1 Mandan Mahendra...
2 Pravin Miyaatra...
2 Pravin Miyaatra...
3 કોણ ?
એ હું નૈ કૌ ....
યાર પવલા Pravin Miyaatra આવી પ્રેરણા ને નૈ દેવાતા હોય કોય ને ...
જો કે પ્રેરણા લેવી ના લેવી મારી મરજી પર નિર્ભર હતું ...
પણ, મારી મરજી ઉપર કદાચ તારી ચાલી થઈ કે પછી હાવી થઈ ગઈ ...
નૈ તો હું કોઈના હાથમાં કે વાંકમાં ક્યારેય આવતો નથી....
બસ અહીથી શરૂ થયું ઉતારવાનું ....
એક દિવસની વાત છે, ઘોઘો બહાર ભટકીને ઘેર આવ્યો ....
ડેલી ખોલી, હજુ તો ફળિયામાં પગ મૂક્યો,
ત્યાં તો ઘોઘીને ખબર પડી ગઈ ...
દિમાગથી છટકેલ , ભટકેલ આખરે ઘેર આવ્યો છે !
અને ઘોઘો હજુ આખે આખો ઘરની ઘરની અંદર આવે ,
અને ઘોધીને પરેશાન કરે એ પહેલા જ !
ઘોઘીએ ઘોઘાને ભીતરથી જ આદેશ કર્યો ....
ઘોઘા કપડાં ઉતારતો આવજે .... !
નૈ ખુશ થયો હોય ઘોઘો મનમાં ...
થયો, ખૂબ જ ખુશ થયો,
અને પછી તો શર્ટ ઉતાર્યું ગંજી ઉતાર્યું ....
બસ અહીજ લોચો થયો કે પછી,
લોચો થતાં રહી ગયો..
ગંજી ઉતારતા ગંજી ની બાય જરા અવળી ફસાય....
તે ગંજી ઉતારતા ઘોઘાને જરા વાર લાગી ...
અને ઘોઘી અંદરથી તાડૂકિ ....
કેટલી વાર લાગે છે ઘોઘા તને કપડાં ઉતારતા ...
તને કહ્યું એના કરતાં તો,
મે ઉતારી લીધા હોત તો સારું હતું,
મારે કામ પતિ જાત ...
અને ઘોઘો મનમાં હરખાતા ફળિયામાથી જ બોલ્યો ,
તો એમજ કરાય ને અક્કલ વગરની.....
મારાય તારેજ ઉતારી દેવા જોઇયે...
આ જો હાથ ગંજીમાં ફસાઈ ગયો છે ....
તો, ઉતારતા વાર તો લાગેજ ને... લે પણ..
ફળિયામાં જ ગંજીમાં ફસાયેલા ઘોઘાએ જવાબ આપ્યો ....
અને ઘોઘી ઘરમાં બબડાટ કરે છે ....
ઘોઘા.આ...આ.આ...ઘોઘા ! તું કે,દિ' સુધરશે ...
જો કે, "કેદિ" બૌ ઓછા સુધરે" "જેલના કે પછી પ્રેમના"
ઘોઘી ઘરમાં બબડાટ કરે છે ....
ના તો તને ઢંગથી કપડાં પહેરતા આવડે છે ના ઉતારતા ....
પહેરવા ટાણે કા તો કોલર સીધા ના હોય,
કા તો બટન ઊંચા નીચા બિડેલા હોય ...
સરખા ના બીડી દઉં તો એમનેમ ચાલતો થૈ જાય ..
અક્કલ વગરનો તેમાં..!
ક્યારેક તો સમુરો શર્ટ જ ઊંધો પહેરે....
મોજા પહેરે તો પણ કહેવું પડે જોજે એક સરખા છે ને ...
એ પણ એક સરખા શોધીને આપવા પડે.....
નૈ તો બેઉ પગમાં અલગ અલગ ....
અને પછી એક તો ઊઠે મોડો મોડો ને પછી ભાગં ભાગ ...
જતાં જતાં પોતાના ફાટેલા સડેલા બુટ ના મળે તો
જે પગમાં આવે તે જેના આવે તેના ચંપલ પહેરી ને ચાલતો થૈ જાય ....
એ ના જુવે કે પોતાના છે કે મારા ...
ઘોઘી ઘરની અંદર રહીને બોલતા બોલતા કઈ કેટલુય બોલી ગઈ,
ઘોઘાની પોલ ખોલી ગઈ ...
પણ પછી અચાનક ચમકારો થયો ....
આ ઘોઘો હજુ કપડાં ઉતારીને આવ્યો કાં નૈ ...
અને જ્યારે મે પૂછ્યું ત્યારે એમ કાં કહ્યું કે ગંજીમાં હાથ ફસાઈ ગયો છે !
ઘોઘી ગુસ્સે થઈ ,
જવા દે , જઈને જોવા દે, આ અક્કલ વગરનાએ નક્કી કઈ લોચા માર્યા હશે...
લૌચા મારુ તેમાં ....
અને ગુસ્સામાં આમ બબડતા બબડતા ઘોઘી ફરિયામાં આવી ગઈ ...
અને ઘોઘાને જોઈને ચોંકી ગઈ ઘોઘો હજુ ગંજી ઉતારવા મથતો હતો ...
ઘોઘી ને આવેલી જોઈને હરખઘેલા ઘોઘાએ ઘાંઘો થઈ ઘોઘીને કહ્યું,
સારું થ્યુ તું આવી ગઈ , ચાલ હવે તુંજ મને કપડાં ઉતારવામાં મદદ કર...
ક્યારનો હાથ ગંજીમાં અવળો ફસાયો છે ...!
ઘોઘી ઘોઘા સામે ગુસ્સાથી ફાટી આખે જોયા જ કરે છે ...
આમ ગુસ્સે થઈ સામું સુ જુવે છે ઘોઘી.....
ઓરી આવીને ગંજીમથી હાથ બહાર કાઢવામાં મદદ કર....
એટલે બાકીના ઉતરે....
અને હુહ કરતી પગ પછાડતી ઘોઘી ઘોઘાની પાસે ગઈ...
જઈને માથા પર જોરદારની ટાપલી મારી....
કાય શરમ જેવુ છે કે નૈ તારામાં ! અક્કલ વગરના ... !
ઘોઘાએ ભોળા ભાવે પૂછ્યું ...
લે પણ મે શું શું કર્યું ... ?
તે શું નથી , કર્યું ...
અરે પણ આ ગંજીમાથી હાથ તો કઢાવ હવે ....
નથી કઢાવવો ....
સારું જ થયું તારો હાથ ગંજીની બાયમાં ફસાયો એ...
ઘોઘાને કઈ સમજ નથી પડતી કે....
થોડી વાર પહેલા કપડાં ઉતારવાનું કહી ,
રાજીના રેડ કરનાર ઘોઘી અચાનક વીફરી શું કામ ..!!!
ઘોઘી એ ઘોઘાના ગાલને પોતાની નાજુક આંગળીના,
ચીપિયામાં અર્થાત ચિંટયામાં લીધો ,
અને ઘોઘાના ગાલ ને ચિપટી માં લઈ ,
ગંજી સોતો ગાલેથી ખેંચીને લઈ જાય છે...
અરે પણ ક્યાં લઈ જાય છે , ગાલ તો મૂક ! બૌ દુખે છે ...
ભલે દુખે !
તારે જાણવું છે ને તે શું કર્યું છે ચાલ બતાવું....
મે તને શું કહ્યું હતું , અને તું શું કરી રહ્યો હતો....
ચીટીયાથી પીડાતો ઘોઘો ઘોઘી ની પાછળ પાછળ ખેંચાતો જાય છે ...
હા હા પણ આવું છું ઘોઘો આવું જ છું પણ પણ ગાલ તો છોડ હવે ...
તે મને કપડાં ઉતારવાનું કહ્યું હતું ને હું એજ કરતો હતો ....
અંતે ઘોઘી ઘોઘાને ફળિયામાં બાંધેલા તાર પર સુકાતા કપડાં પાસે લઈ ગઈ
અને જાટકો મારી ઘોઘાનો ગાલ છોડ્યો
પછી ઘોઘાનો ને આગલી ચીંધી તાર બતાવતા કહ્યું....
અક્કલ વગરના આ જો મે તને તાર પરથી કપડાં ઉતારવાનું કહ્યું હતું ...
હા પણ તો તારે ચોખવટ કરાય ને તો હું ચોખટ પર....
ચૂપ કર હવે ...
ગાલ પર હાથ ફરાવતા ફરાવતા ઘોઘો ભોળા ભાવે કહે છે ...
એમાં આટલો ગુસ્સો શું કરે છે ....
આટલી વાતમાં તે આમ ચિટિયા નૈ ભરાતા હોય ....
પછી રાત ભર કેવું દુખતું હોય છે તને શું ખબર ....
આખરે તો કપડજ ઉતારવા છે ને ...
તો ઉતારી દઉં છું ! તાર પરથી એમાં શું ..!
મે તો હજુ શર્ટ ને ગંજી જ તો,,,,
ચૂપ ચૂપ ચૂપ કર ને ઘરમાં ગર તારે કાય કામ નથી કરવું ...
અરે પણ મે ક્યાં હજુ સાવ ઉતાર્યા હતા તે આમ વિછણ થઈ ને વઢે છે ...
હજુ પેન્ટ ને એ બધુ તો તાર પર જ છે ને....


No comments:
Post a Comment