હવેથી હુ કોઈ સાથે વાત નૈ કરુ.... બસ...!
Katira Paresh with Punit Ruparel and 4 others.
ભાગ (7)
******
ઘોઘી : ઘોઘા હું તને ઘેર શોધતી હતી ' ને તું અહી નદી કિનારે બાંકડે બેઠો છે.
******
ઘોઘી : ઘોઘા હું તને ઘેર શોધતી હતી ' ને તું અહી નદી કિનારે બાંકડે બેઠો છે.
ઘોઘો : વિચારોમાં ખોવાયેલ ઘોઘો ચૂપ છે.
ઘોઘી : ક્યાં ખોવાયો ?
નદી કિનારે બાંકડે બેસી એકલો અટુલો ?
મને ના બોલાવાય .કીધું હોત તો શું હું સાથે ના આવત ?
ઘોઘીએ એક સામટા કેટલાય પ્રશ્ન કરી નાખ્યા ....
ઘોઘો : હવે તો આવી ગઈને.... ! તો શાંતિથી બેસ .
ઘોઘી : કેમ આજે સરખો જવાબ નથી આપતો ?
શું થયું છે તને.? શું યાદ કરે છે?
ઘોઘો : એજ જે ભૂલી જવાનું છે.
ઘોઘી : શું ભૂલી જવું છે ઘોઘા તારે ?
ઘોઘો : બસ એ જ યાદ કરું છું .
ઘોઘી : શું યાદ કરે છે ?
ઘોઘો : જે ભૂલી જવું છે ..
ઘોઘી કશું સમજી નથી શકતી કે આખરે ઘોઘો કહેવા શું માંગે છે.
ઘોઘી સમજી નથી શકતી એ જ તો એના ઘોઘી હોવાનો પુરાવો છે.
એવું જ ઘોઘાનું કે એને જે કહેવું છે તે કહેતા નથી આવડતું.
(ક્રમશ:)

No comments:
Post a Comment