આજે જ્યારે ફરી એક ગીત મારી સામે આવ્યું અને મારી આંખો સાથે અથડાયું ત્યારે ...
એ ગીતના સૂર શબ્દો મારા કાનમાં ગુંજવા લાગ્યા ...
અને ત્યારે ફરી એક વાર હું વહી ગયેલા વર્ષોના વમળમાં ચકરાવા લેવા લાગ્યો...
મારી આંખો સામે ફરી એજ એ ગલી ,એ મહોલ્લો અને એ મહોલ્લામાં મહાલતા
અનંતનો ભૂતકાળ મારી આંખો સામે તરવારવા લાગ્યો....
કેટલો વિચિત્ર હતો એ લઘરો અનંત ...
સતત પ્રેમની હુંફ અને કોઈનો પ્રેમ એ ચાહતો....
પણ જ્યારે કોઈ હુંફ સહિત પ્રેમ સામે આવે ત્યારે દૂર ભાગતો ...
જોકે પછી તો અનંત પણ પ્રેમમાં પડી જ જતો ...
એક યુવાન આખરે જો કોઈ યુવતી વારે વારે સામે આવે તો
ક્યાં સુધી યુવા જાત ને જાલી શકે ,
ક્યાં સુધી યુવતી તરફ ખેચાતી યુવાનીને રોકી શકે ...
અનંત પણ આખરે ખેંચાય જતો...
પ્રેમના વહેતા પ્રવાહમાં તણાઇ જતો..
અને પછી શબ્દોમાં વણાઈ જતો અનંત આમ સાવ અક્કલ વગરનો જ હતો...
એની ભીતર અઢળક પ્રેમ હતો પણ પ્રેમના એ ખજાનાને ક્યારે,ક્યાં અને કેમ વાપરવો -
એ એને કદાચ ખબર નહોતી પડતી ...
એટલે પછી ક્યારેક એનો પ્રેમ ખોટી જગ્યાએ વપરાઇ જતો વેડફાય જતો...
અને પછી રોઈ રોઈને આખો વાટે છલકાઈ જતો ...
અને અનંત ખાલી ખાલી થઈ જતો ...
જોકે આતો અનંત !ઊંડો પાતાળ કૂવો !
એવો પાતાળ કૂવો જે ખાલી થાય, પણ કદિ સાવ ખાલી ના થાય .
પાતાળ કૂવામાં જેમ છેક ઊંડેથી વહેણ ઉભરાતા રહે, બસ એમજ !
અનંત ની ભીતર છેક ઊંડે ઊંડે થી વહેણ પ્રેમના સતત ઉભરાતા રહે .
અને એ ખાલી થયેલો અનંત ફરી પાછો ભરાઈ જતો ,
ઉભરાઇ જતો , ઉભરાઈને છલકાઈ જતો...
અને પછી ક્યારેક કોઈ પર ઢોળાતો...
તો ક્યારેક કોઈ એની ભીતર ધુબાકો મારે ત્યારે ...
અને પછી બહાર નીકળી જાય ત્યારે ....
અનંત ડહોળાઈ જતો...
જોકે એમાં એનો કશો વાક નો'તો ..
એ ખુદ પ્રેમ હુંફ ખુબજ ચાહતો , છતાં, ખબર નૈ કેમ પ્રેમથી દૂર ભાગતો !
તેમ છતાં જ્યારે તે કોઈ પાડે ત્યારે પ્રેમમાં પડી જતો ...
એક વાર મે એને પૂછ્યું લ્યા અનંત તું વારે વારે ધોખા ખાય છે પછી રડે છે , પસ્તાય છે ,
રિબાય છે ,પીલાય છે ! તો પછી શા માટે એક ના એક ભૂલ વારે વારે તું કરે છે ?
શા માટે પ્રેમમાં પડે છે ?
ત્યારે એ સિફતથી પોતાનો બચાવ કરતાં મને કહેતો ...
ખબર નૈ ...
પછી કહેતો એ મને કે , પરિયા શું કહું તને !
યાર ભર ચોમાસુ હતું , ચીકણી માટી હતી તે હું લપસી ગયો ...
તો એમાં મારો શું વાંક !
"મારે વગર વાંકે સહન કરવું પડતું પછી !"
"એની સાથે રહી રહીને મને પણ એનો ચેપ લાગી ગયો હોય એવું લાગે છે !ક્યારેક ક્યારેક .! "
ho tumse dur rahe ke humne jana pyar kya hai
હો તુમસે દૂર રહેકે હમને જાના પ્યાર ક્યા હે ..
દિલને માના યાર ક્યાં હે...
આજે ફરી વર્ષો બાદ આ ગીત ના શબ્દો જ્યારે મારી આંખ સામે આવ્યા ...
મારી આંખો સાથે અથડાયા ત્યારે ....
મારા કાનમાં ....વર્ષો પહેલા......
મહોલ્લામાં ગુંજતા આવાજ સમયે સમયે વાગતા કઈ કેટલાય ગીતો પડઘાવા લાગ્યા...
અને એ ગીતો સાથે જોડાયેલી અને છેક ઊંડે ઊંડે ધરબાયેલી અનંત ઘટના ....
મારી આંખો સામે ઉપસી આવી...
અનંત ના જીવનમાં ઘટેલી અનંત ઘટનાઓનો હું મૂક શાક્ષી છું !
જોકે મારા અને અનંતના ઘણા દોસ્તારો પણ શાક્ષી ખરાજ !
પણ હું સતત એની પાસે એની સાથેજ રહેતો હોય,
અનંત વિષે મારાથી વિશેષ કોઈ ના જાણે .
આ ગીત સામે આવતા જ મને યાદ આવી એ દિવસો માં ઘટતી એક ઘટના ....
અનંત ને ચાહતી એક ચહિતી ની કાયમ એક ફરિયાદ રહેતી ...
અને એ અનંત ને કહેતી ...
'અનંત તારામાં તો સાવ અક્કલ જ નથી ..!'
ત્યારે ખરેખર એ વાતની સાબિતી પણ મળે કે,
અનંતમાં ખરેખર અક્કલ નહોતી .
આવું તો અમારા બીજા દોસ્તરો પણ અનંત ને કહેતા ...
રાત્રે કામ કર્યા બાદ અમે બધા દોસ્તારો .......
ચોકમાં આવેલી ચાયની લારીએ ભેગા થતાં .
બીજા દોસ્તારો પાસે વાતોનો કઈ ખાસ વિષય ના હોય ,
પણ અનંત પાસે અઢળક હોય, કારણ કે એ એક પ્રેમી પંખીડું હતો.
એટલે પછી એ પ્રેમની વાતો દોસ્તારો સાથે કર્યા કરે...
દિવસ દરમ્યાન ઘટતી ઘટનાઓનો ચિતાર એ રાત્રે મિત્રો સામે રજૂ કરે ..
એની વાતો માં નર્યું ભોળપણ નીતરે ... એની વાતો નિખાલસ અને સહજ હોય .
એની નાદાની ભરી વાતો સાંભળી મિત્રો મજાક કરતાં કહેતા .
યાર તું ખરેખર લબાળ છે , તારી પાસે છોકરીઓ સામે ચાલીને આવે છે અને તું .!
કાઇ કરતો નથી ! અમારા જેવા હોય તો અત્યાર સુધી ગર્ભ રાખી દીધો હોય ...
આવું એના દોસ્તારો કહેતા ત્યારે .
અનંત કહેતો પ્રેમમાં માત્ર પ્રેમ અને હુંફ સિવાય કોઈ વિચાર મને આવતા જ નથી !
હાં સહજ સ્પર્શ આલીંગન ચુંબન અગર એ છોકરી કરે તો અનંત સ્વીકારે બસ ..!
પેલીએ અનંત ને અક્કલ વગરનો કહ્યું એનું કારણ હતું .
જોકે આ બધી વાતો કોઈને મન ઘડત કહાની શકે છે !
પણ કોઈને શું લાગે છે, શું નથી લાગતું , એનાથી મારે કઈ લાગે વળગે નૈ .
મને ખબર છે કે હું જે કહું છું મે એ નજરે જોયું છે !
અનંતના જીવનની ઘટનાનો એક માત્ર હું મૂક શાક્ષી છું !
હું જે કહું છું એ સત્ય છે કોઈ વાર્તા નથી !
હાં વાર્તા જેવુ આ બધુ સત્ય છે એ વાત નોખી છે !
તો , અનંત ને પેલીએ અક્કલ વગરનો કહ્યું એનું કારણ એ હતું કે ...
એ મહોલ્લામાં પેલી છોકરી ઉપર રહેતી, અને અનંત નીચે .
આમ તો આખો દિવસ બંને વચ્ચે ખૂબ મસ્તી મજાકો થયા કરતી ...
ઘણી વાર પેલી ક્યાય બહાર આવે જાય તો અનંત ને પૂછી કહીને જાય ...
જોકે અનંત એવું ના કરે કેમકે એ ભટકતી આત્મા જેવો હતો ...
ગમે ત્યારે ગમે ત્યાં કહ્યા વિના ચાલ્યો જાય ...
એ કહ્યા વિના જાય પછી પેલી એની રાહ જોઈ થાકે ...
અનંત વગર પેલીને ફળિયું સૂનું સૂનું લાગે ...
પછી અનંત જ્યારે આવે ત્યારે એ અનંત પૂછે કે ક્યાં ગયો હતો ?
ત્યારે અનંત કહેતો તારે શું કામ ?
એટલે પછી પેલી ક્યારેક ખીજાય પણ ખરી કે...
કહી ને જા તો તને શું ફેર પડે ..!
ત્યારે અનંત કહેતો .
હું ગમે ત્યાં ગમે ત્યારે જાઉં મારુ કાય નક્કી ના હોય ,
તો તને કૈ રીતે કહું ..
પછી પેલી પણ આની સાથે બૌ જીભા જોડી ના કરે ...
આખરે એક દિવસ પેલીએ મનોમન નક્કી કરી લીધું ...
અને પોતે નક્કી કર્યા મુજબ આગળ વધવાની શરૂવાત કરી...
એક દિવસ પેલીએ રવેશમાં આવી આજુ બાજુ નજર કરી જોઈ લીધું કે,
ફળિયામાં આસપાસ કોઈ છે તો નહીં ને,
બરાબર ખાત્રી થયા પછી અનંત બાહાર આવે એની રાહ જોવા લાગી ...
અંતે અનંત બહાર ફળિયામાં આવ્યો ...
પેલીએ ફરી વાર આસપાસ નજર કરી લીધી .
ફળિયામાં અનંત સિવાય કોઈ હતું નહીં ...
અનંત ફળિયામાં બેસીને નીચી મુંડીએ પોતાનું કામ કરી રહ્યો હતો .
પેલીએ મોકો જોઈને ઉપરથી નાના એવા પથ્થરમાં વીંટાળી ચિઠ્ઠીનો ઘા કર્યો ...
થયું એવું કે ચિઠ્ઠીમાથી પથ્થર નીકળી ગયો તેથી ચિઠ્ઠી ઉડીને દૂર પડી
અને એ પથથર અનંત ના વાસામાં લાગ્યો ...
અનંતે ને વાસામાં કઈક વાગ્યાનો અહેસાસ થયો ....
પાછું ફરીને જોયું . નાનો પથ્થર પડ્યો હતો .
કોણે માર્યો હશે પથ્થર મને ?
એમ બબડતા આજુ બાજુ જોયું કોઈ ના દેખાયું અંતે ઉપર નજર કરી ...
પેલી રવેશમાં ઊભી હતી અનંત સમજી ગયો આયેજ મસ્તી કરી છે !
પેલીને પણ ખબર કે આ અક્કલ વગરનો હવે હમણાં કઈક બાફસે .
એટલે જેવુ અનંતે ઉપર જોયું ને પેલીની આખ સામે આંખ મળી કે તરતજ પેલીએ -
નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા ઈશારો કર્યો અને ઇશારા ઇશારમાં જ કહ્યું ..
એ પથ્થર મે ફેકયો છે , અને પછી હાથના ઇશારથી અનંત ને સમજાવતા કહ્યું ...
જો ત્યાં કાગળ પડ્યો છે તે જલ્દી લઈલે ...
હરામ બરાબર જો અનંત પેલીની ઇશારની ભાષા સમજ્યો હોય તો.
અને અંતે પેલીને ડર હતો એ, અનંતે સાચો પાડ્યો ...
શું ક્યારની ઇશારા કરે છે મોમાં જીભ નથી !
પછી પેલો નાનકડો પથ્થર પેલીને બતાવતા કહે ,
આ પથ્થર તેજ ફેકયો હતો ને !
કેમ કાય કારણ ?
મે તને ક્યારેય કાંકરી પણ મારી છે ?
તો તે આ પથ્થર મને કેમ માર્યો ...?
અનંત એક ધારુ બોલ્યે જાય છે , બાફયે જાય છે ,
પેલી અનંત ને નાકના ઇશારાથી ચૂપ કરવા ખૂબ મથામણ કરે છે !
એ જોઈને ફરી અનંત બાફે છે !
એની જેમજ નાકના હાથના ઇશારા એકસન કરીને પેલીને અનંત કહે છે .
શું ક્યારની આમ આમ આમ કરે છે !
કાક સમજાય એમ બોલને ..!
પેલીને સમજાયું કે આ અક્કલ વગરનો ક્યારેય ઇશારની ભાષા સમજશે નહીં !
પેલી ને અનંત પર સખત ગુસ્સો આવ્યો હવે નીચે જઈને આના મોએ હો ડૂચ્ચો મારવો પડશે ...
નૈ તો આ બંધ નૈ થાય અને કોઈ સાંભળશે તો બબાલ થશે , એમ વિચારી ...
જલ્દી જલ્દી નીચે ઉતરી ....
પણ નીચે ઉતાર્યા પહેલા પોતાના પગમાં પહેરેલા ઝાંઝર ઉતાર્યા ..
કેમકે ...
એના ઘરથી નીચે ઉતરવાના પગથિયાં લાકડાના હતા અને પોતે સાકડા પહેરતી ,
તેથી તેના નીચે ઉતરવાનો પગરવ કોઈ સાંભળે નહીં એટલે પગમાથી સાકડા ઉતારી
ધીમા પગલે કોઈને ખબર ના પડે એમ નીચે ઉતરીને સીધી જ અનંત સામે ઘસી ગઈ ...
અને તેના મો પર હાથ દાબીને કોઈ સાંભળે નૈ એમ છતાં ગુસ્સાયેલા સ્વરે
અનંત ને કહેવા લાગી ડો...બા..! તારામાં અક્કલ જેવુ કઈ છે કે નૈ ...
પેલીનો મો પરથી હાથ હટાવતા અનંત ટૂકમાં બોલ્યો ...
નૈ ...
પેલી એ પટમાં પડેલી ચિઠ્ઠી ઉપાડી ગુસ્સે થઈ અનંત ના હાથમાં થમાવતા કહ્યું ..
લે પક્કડ અંદર જઈને વાંચી લેજે ...
કેમ શું લખ્યું છે ?
એ બધુ તું વાંચી લેજે એટલે ખબર પડી જશે !
હજુ પેલી અનંત ને વધુ કઈ કહે સમજાવે ત્યાં તો,
બાજુમાં રહેતા માસીનો દરવાજો ખુલવાનો ખખડાટ થયો .
અને પેલી ગુસ્સાથી અનંત સામે જોતાં જોતાં ઝડપથી ઉપર ચડી ગઈ ...
અનંત હજુ ત્યાજ ઊભો ઊભો વિચારે છે એવું તે શું કે અંદર જઈને વાંચવું પડે ..!
ખૈર , કામ કરીને પછી વાંચી લઇશ, એમ વિચારી ચિઠ્ઠી ગજવે નાખી ,
અનંત પાછો પોતાના કામમાં પરોવાઈ ગયો ...
કામ કાજ પૂરું થઈ ગયું ચિઠ્ઠી વાંચવાનું ભુલાઈ ગયું ...
ચિઠ્ઠી એમજ ગજવામાં પડી રહી ,
બીજે દિવસે કપડાં ધોવાયા એમાં સાથે સાથે ચિઠ્ઠી પણ ધોવાઈ ગઈ ...
પેલી રાહ જુવે અનંતના જવાબની અને ..
અને અનંતને તો કાય મનમાય નૈ ...
એ તો સવારે વહેલો જઈને પોતાના કામે વળગી ગયો...
બહાર ફળિયામાં પાણી નો એકજ નળ અને ભરવાવાળા અનેક ભાડૂઆત ...
સૌ વારા પ્રમાણે પોતાની બાલ્દી નળ નીચે મૂકે ...
પેલી પણ નીચે પાણી ભરવા ઉતરે
છમ છમ એના પગના ઝાંઝર નો ઝંકાર અનંતના હ્રદયના તાર ઝણ ઝણાવે ...
પણ એ સિવાય એ કશું ના જોવે ના જાણે ...
અનંત અંદર કામ કરતાં કરતાં પાણી પણ ભરે ...
બાલ્દી મૂકી ને ચાલ્યો જાય અંદર કામ કરવા..
થોડી વારે જ્યારે વારો આવે ત્યારે બહાર જાય પોતાની ભરાયેલી બાલ્દી -
ઉપાડી ભીતર ટાંકમાં ઠાલવી પાછો બાલ્દી લાઇનમાં મૂકી અંદર ચાલ્યો જાય ...
વળી પોતાનો વારે આવે એટલે બહાર આવે બાલ્દી ભરાણી ના હોય તો થોડી વાર ઊભો રહે ..
એ દરમિયાન પેલી અનંત સામે જુવે અનંત તેની સામે જુવે હસે ને પાછો બાલ્દી ભરાય -
એટલે ઉપાડીને ચાલતો થઈ જાય ...
પેલી આવતા જતાં અનંતને જોયા કરે અનંતના ચહેરાના ભાવ વાંચવા પ્રયાસ કરે,
પણ કાય કળી ના શકે !
મનમાં વિચારે કેમ અનંતના ચહેરા પર મારી ચિઠ્ઠી ની કોઈ અસર નથી દેખાતી !
ખબર નથી પડતી વાંચી હશે કે નૈ ...
અનંતના ચહેરાના ભાવ તો ! બદલાય, જો , એને ચિઠી વાંચી હોય ...
પણ અનંતે ચિઠ્ઠી વાંચી જ ક્યાં હતી , એતો ધોવાઈ ગઈ હતી ...
અને આ ભાઈ ભૂલ્લકડ એને તો એ ચિઠ્ઠી યાદ પણ નહોતી ...
પેલી કઈ પૂછી પણ ના શકે કેમકે,,
બીજા ભાડૂઆતો પણ પાણી ભરવા અંદર બહાર થતાં હોય...
પેલી મનોમન અક્ળાયા કરે ...
અને આ ભાઈ હસે આવે જાય બીજું કાય નૈ ...
પાણી ચાલ્યું ગયું બધા પાડોશીઓ ઘરમાં ગયા ...
સૌના ઘરના દરવાજા બંધ થયા ..
થોડી વાર એકાંત મળ્યું એનો લાભ લઈ
પેલીએ છેલ્લી બાલ્દી લેવા આવેલા અનંત ને પૂછ્યું .
અનંત શું થયું ?
અનંત કહે શેનું શું થયું ?
અક્ક્લ વગરના શેનું શું થયું શું ! મે તને ચિઠ્ઠી આપી હતી એનું પૂછું છું !
અનંત માથે હાથ મૂકીને , અરે હાં યાર...
એ તો મને યાદ જ નથી કે ,તે કોઈ ચિઠ્ઠી આપી હતી ...
પેલીને અનંત પર ખૂબ ગુસ્સો આવ્યો ગુસ્સાયેલા અવાજે એને અનંત ને પૂછ્યું ...
અક્કલ વગરના તો ક્યાં ગઈ એ ચિઠ્ઠી ! જે મે તને આપી હતી .!
અનંતે ગજવામાં હાથ નાખતા કહ્યું એ તો એમજ ગજવામાંજ હોય ને !
પેલીને રીતસરનું ખુન્નસ ચડે છે મનમાં બબડે છે ખાક એમનેમ હશે ...
ધોવાઈ નૈ ગઈ હોય ...
પણ એના વિચારો બિચારા શું કરી શકે ...
અનંતે ગજવામાથી પેલી ચિઠ્ઠી કાઢી ચિઠ્ઠી પલળી ગયેલી હોય .
ચિઠ્ઠી ચીમડાય ને ડૂચ્ચો થઈ ગયેલી ...
તો પણ અનંતે એ ચિઠ્ઠી ગજવમથી કાઢી પેલી સામે ધરતા કહ્યું .
જો છે ને ! મે તને કહ્યું ને , કે એમનેમ જ હશે , જો પડી છે ને એમનેમ ..!
એમ તો મારા ગજવામથી કાય જાય નૈ...
પેલીને ડૂચ્ચો વળેલી ચિઠ્ઠી બતાવતા કહે ,
આ જો છે ને એમનેમ !
જો આ તારી ચિઠ્ઠી પણ ક્યાં ખોવાઈ ગઈ ..!
જોકે એ જ્યારે બોલ્યો ત્યારે એના સ્વરમાં એક દર્દ હતું .
કેમકે ગજવામાં કશું હોય તો જાય ને !
જેના ગજવા કાયમ ખાલી હોય એનું ખોવાય પણ શું !
પેલીની આંખમાં આસું ઉભરાઇ આવ્યા...
રોજ ધિંગા મસ્તી કરતાં ગીતો ગાતા એક બીજાને સંભળાવતા ...
પણ ક્યારેય પ્રેમનો કોઈએ એકરાર નહોતો કર્યો...
અને અનંત પહેલ કરે એ અપેક્ષા રાખવી બેકાર છે .
એ પેલી બરાબર જાણતી હતી .
માટેજ એણે ચિઠ્ઠી લખી અને એ ચિઠ્ઠીમાં તે અનંત ને ચાહે છે ,પ્રેમ કરે છે !
એવો એકરાર કરેલો ...
પણ આ અક્કલ વગરના એ પણ પાણીમાં ધોઈને ડૂચ્ચો કરી નાખ્યો ....
પેલીએ અનંત ને ભીની આંખો ગળામાં ડૂમો સાથે ગુસ્સે થઈ કહ્યું .
અનંત તારામાં કઈ અક્કલ જેવુ છે કે નૈ ...
કેમ તું સાવ આવો છે ..!
ત્યારે જવાબમાં અનંતે સાવ ભોળા ભાવે પેલીને કહ્યું.
લે પણ , એ મને શું ખબર ....
અને હાં તું મને જ્યારે ને ત્યારે અક્કલ વગરનો અક્કલ વગરનો કહે છે તો ,
મને તું એ કહે કે, અક્કલ વગર કોઈ મહેનત વાળા એક સાથે અનેક કામ ના કરી શકે...!
આવી મહેનત કરવા માટે પણ ખૂબ અક્કલ જોઇયે સમજી !
અનંત બોલ્યા કરે પેલી ભીની આંખે અનંત ને જોયા કરે સાંભળ્યા કરે ...
બીજું કરે પણ શું !પાગલના પનારે પડે એના આજ હાલ થાય...
અનંત પોતાની ફિલોસોફી આગળ ધરતા કહે છે .
આટલી મહેનતના કામ એ પણ એકલે હાથે અનેક કામ ..
અક્કલ વગર, ના, થાય સમજી ...
છતાં તને એવું લાગે છે કે મારામાં અક્કલ નથી ...
તો , નથી તો નથી એમાં હું શું કરું !
પેલી ગુસ્સે થઈ અનંત ની છાતી પર હાથ મૂકી ધક્કો દઈ બોલી ...
જા .! અનંત તું ચાલ્યો જા ! મારી નજર સામેથી, અને તારું કામ કર ..!
બૌ અક્કલ વારો ના જોયો હોય તો ...
આમ બોલી પેલી પગ પછાડતી પગથિયાં ચડી જાય છે ...
એની ઝાંઝરનો છંમ છંમ અવાજ થોડી વારમાં હવામાં વિલીન થઈ જાય છે ...
પણ અનંત ના હ્રદયમાં બૌ વર્ષો સુધી પડઘાય છે ...
છંમ છંમ છંમ એ ઝાંઝરનો અવાજ....
અનંતને એકલતાનું દૂ:ખ થોડું ઘણું ત્યારે સમજાય છે,
જ્યારે પેલી કોઈ પ્રસંગે આખો એક દિવસ બહાર જાય છે ..
ત્યારે અનંત આ ગીત ગાય છે ....
હો ...તુમસે દૂર રહેકર હમને જાના ..પ્યાર ક્યાં હે...દીલને માના યાર ક્યાં હે....
અને આ ગીત પણ એ પછી ખૂબ ગાતો વગાડતો ...
તુમકો ... મેરે દીલને.... પુકારા હે... બડે નાજ સે
અપની અવાજ મિલાદો... મેરી આવાજ સે...
https://youtu.be/Q5Cozom8qQc?si=FA7lPX3XqNgNAGAU
અને પછી આ ગીત એ બન્ને સામ સામે ટેપ રેકોર્ડમાં વગાડતા ...
એક કડી અનંત વગાડે તો બીજી કડી પેલી છોકરી વગાડે ..
આમ એક બીજા સાથે પ્રેમ અને પોત પોતાની લાગણી વ્યક્ત કરતાં..
ગીતો ના શબ્દો દ્વારા તે પ્રેમની આપલે કરતાં ..
એક કડી અનંત વગાડે તો બીજી કડી પેલી છોકરી વગાડે ..
આમ એક બીજા સાથે પ્રેમ અને પોત પોતાની લાગણી વ્યક્ત કરતાં..
ગીતો ના શબ્દો દ્વારા તે પ્રેમની આપલે કરતાં ..
No comments:
Post a Comment