વર્ષો પહેલા .......
મારે ત્યાં ખંડેર પર જવાનો સમય થઈ ગયો ...
ખબર નૈ કેમ તે દિવસે મને ત્યાં ખંડેર પર જવાની બિલકુલ ઈચ્છા નહોતી થતી ...
પણ ત્યાં જવું પણ જરૂરી હતું કેમકે ,
અનંત અને અજ્ઞાની મારી અને ચાયની રાહ જોઈને બેઠા હોય મારે ત્યાં જવુજ પડે
પણ ખબર નૈ કેમ તે દિવસે મારા પગ ઢીલા પડી ગયા હોય એવું મને મહેસુસ થતું હતું ,
કાયમ ઝડપ ભેર ત્યાં પહોચવા બેતાબ રહેતો હું તે દિવસે એટલો ઉત્સાહિત ના હતો ,
કઈક અજીબ તકલીફ હું મહેસુસ કરી રહ્યો હતો ...
છતાં ત્યાં જવું જરૂરી હતું ....
તે દિ ' ચાય ઉકળવામાં પણ જાણે વાર લાગી રહી હોય એવું લાગતું હતું...
આખરે ચાય બની ગઈ અને હું ચાયની કીટલી ભરી ખંડેર તરફ જવા રવાના થયો ...
મારા ચરણો ની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી ,,,,
જાણે હું ઢસડાતો હોઉ એવું મને લાગી રહ્યું હતું .
થોડી વાર આકાશ તરફ મીટ માંડી હું ઊભો રહ્યો પછી -
ધીમા પગલે શરીરને ઢસડતા ઢસડતા હું ખડેરના રસ્તે ચાલવા લાગ્યો...
માડ માંડ એ ગલી નજર આવી મહોલ્લાની ડેલી ઉઘાડી હું ભીતર ગયો...
અને ભીતર જઇ ઘરના અધખુલ્લા દરવાજા સુધી તો હું માંડ માંડ પહોચ્યો ....
અને સીધોજ દરવાજને ધક્કો મારી ભીતર પ્રવેશી ....
ચાયની કીટલી ટીપોય પર મૂકી -
લથડિયા ખાતો હું મારી ખાલી ખુરશી પર ફસડાઈ પડ્યો ...
મારી આંખો ખૂબ ભારે ભારે લાગતી હતી અને ....
હું પાંપણ પણ ઊંચી કરી નતો શકતો ...
ખુરશી પર બેસતા જ મારી આંખોની પાંપણ ઢળી પડી ...
મારી આ હાલત જોઈ અનંત કે અજ્ઞાનીને કોઈજ આશ્ચર્ય ના થયું ...
અનંત અજ્ઞાની સામે જોઈને હસવા લાગ્યો ...
અને બોલ્યો , નક્કી ક્યાક ભરાઈ ને આવ્યો છે ...
હાં કદાચ એકાદ પેગ પણ માર્યો હોય એવું મને લાગે છે ...અજ્ઞાની એ કહ્યું .
આમ બોલી બેઉ હસવા લાગ્યા .
અજ્ઞાનીએ ટીપોય પર ઊંધી પડેલી ચાયની ત્રણ પિયાળી સીધી કરી ...
એટલે અનંતે એમાં ચાય રેડી અને પછી એક પિયાળી અજ્ઞાનીને આપી એક પોતા તરફ
ખેંચી ને એક પિયાળી મારી સામે ધરતા અનંત બોલ્યો ...
લે પરિયા કાયમ તું ચાય ભરી અમને આપે છે આજે હું તને આપું છું લે પકડ ...
ભારે જહેમત બાદ થોડી પાંપણ ઊંચકી અનંત સામે જોઈ મે કહ્યું ,
ના યાર મારે આજે ચાય નહીં જોઈએ ...
કેમ શરાબ પીને આવ્યો છે કે ?
હાં જર્રાક અમથી પીધી છે !
અજ્ઞાની હસતાં હસતાં બોલ્યો ...
અચ્છા ... પરિયા જર્રાક અમથી એમ ને !
હાં યાર બસ જર્રાક જ હો , જાજી નથી પીધી .
પરિયાના ચારા પાડતા અજ્ઞાની એ કહ્યું ...
કોઈ વાંધો નૈ પરિયા ભલે જર્રાક અમથી પીધી ..
પણ શું કામ પીધી એ તો કહે ..
બસ અમસ્તીજ ...!
સાચું બોલ ને યારા અમે દોસ્ત છીયે તારા અમારાથી તું કઈ છુપાવી તો નહીં જ શકે ,
તો પછી શા માટે જુઠ્ઠું બોલે છે અનંતે કહ્યું .
ના યાર જૂઠું અને તમારી પાસે મજાલ છે મારી કે હું તમારી પાસે જુઠ્ઠું બોલું ...
અજ્ઞાની કહે , અચ્છા તો શું થયું છે બોલ કોણે ફરી તારા ઘાવ છંછેડયા ...
અરે યાર કઈ નથી થયું મને ,કોઈએ મને કે મારા ઘાવને છંછેડયા નથી ..
ત્યારે અનંત બોલ્યો ...
પરિયા ...
ચહેરા બદલને સે કહી દિલકે હાલત બદલતે હી નહીં .
"અનંત" દિલકે હાલાત બદલતે હી ચહેરે બદલ જાતે હે ..
પરિયો કહે યાર છોડ ને હવે બધી વાત ...
કોઈ છેડને હવે નવી વાત ...
આ ભીની ભીની મહેક અને ઘોર અંધારી રાત ...
વાહ, વાહ, વાહ વાહ શું વાત છે પરિયા આજ તો તું બી શાયર બન ગયા ...
અનંત અને અજ્ઞાની વાહ વાહ કરતાં એક સાથે બોલ્યા ...
પરિયો કહે કઈ નૈ યારો એ તો ક્યારેક તો મનેય તમારો ચેપ લાગી જાય છે !
પરિયો વારે વારે બારી બહાર આકાશ તરફ જુવે છે ...
આ જોઈ અજ્ઞાની પરિયાને પૂછે છે ...
લ્યા પરિયા શું વારે ઘડીએ આકષ તરફ જુવે છે !?
ત્યારે લડખડાતા શ્વરે પરિયો બોલ્યો યાર ....!
આકાશ મને જુવે છે !
અનંત કહે શું યાર પરિયા સાવ ગાંડા જેવી વાતો કરે છે ...
હાં હાં અનંત હું સાચું કૌ છું ખોટું નથી બોલતો કાય...
સાચું જ કૌ છું આકાશ મને જુવે છે ...
પણ આકશ તને કેમ જુવે છે એ તો તું જુવે છે એટલે તને એવું લાગે છે ...
ના, ના ના, અનંત હું સાચું કૌ છું મને ખબર છે આકાશ મને જુવે છે ...
અને સતત જુવે છે
અને સતત જુવે છે
અજ્ઞાની કહે હવે બૌ લપ ના કર પરિયા તને ચડી ગઈ છે !
ના ના અજ્ઞાની હું સાચું કૌ છું એ મને જુવે છે !
અચ્છા તો બોલ એ તને શા માટે જુવે છે ?
હું અપરાધી છું , ગુનેહગાર છું એનો ...
કે તું અપરાધી શું કર્યો છે તે ગુનો ?
હું અપરાધી છું , ગુનેહગાર છું એનો ...
કે તું અપરાધી શું કર્યો છે તે ગુનો ?
અરે યાર આજ કાળ હું પરીયોના દેશ માં ઊડું છું ને એટલે આકાશ મને જુવે છે ...
અનંત અને અજ્ઞાની સામ સામે જોઈ સમજી ગયા પછી ઈશરા ઇશારમાં કઈક વાત કરી ...
પરિયાને ખુરશી પરથી ઊભો કરી નીચે પટમાં કોથરા પાથરી સૂવાડી દીધો ...
પછી મારુ શું થયું એ મને ખબર નથી ....

No comments:
Post a Comment