વર્ષો પહેલા ....
જ્યારે હું મદ્ય રાત્રિએ ત્યાં ગયો ત્યારે આ ગીત ,
મહોલ્લામાં આવેલા એ ખંડેર જેવા ઘરમાં પડ્ઘાતું હતું
Hasne ki chah ne itna mujhe rulaya hai
Koyi hamdard nahi dard mera saya hai
Dil toh uljha hi raha jindagi ki bato me
Sanse jalti hain kabhi kabhi rato me
Koyi hamdard nahi, dard mera saya hai
Kisi ki aahate ye kaun muskuraya hai
Kisi ki aah par taro ko pyar aaya hai
Sapne chalte hi rahe roj nayi raho se
Koyi phisla hai abhi abhi baho se
Koyi hamdard nahi, dard mera saya hai
તે દિવસે ....
હું કઈક અજીબ મહેસુસ કરી રહ્યો હતો..
ભીતર ભીતર ઝણ ઝણી રહ્યો હતો.
મનોમન હું ખૂબ આનંદી રહ્યો હતો.
જેમ પાનખરમાં ઉજ્જડ થઈ ચૂકેલ વૃક્ષ પર વસંતમાં નવી કૂંપણ ફૂટે ...
અનેક ફૂલ ખીલીને કરી ગયા પછી ,
ફરી વસંતમાં જેમ સૂકી ડાળી પર કોઈ નવું સુંગધી ફૂલ ખીલે,
એ જોઈને ભીતર ભીની ભીની લીલી છંમ લાગણી ઉભરાય....
એમ મારો આનંદ છલકાઈ રહ્યો હતો ...
તે દિવસે....
સવારથી હું રાત પાડવાની રાહ જોતો હતો .
કેમકે કાયમ આવા અજીબ અહેસાસની વાતો અનંત કરતો .
અને અલૌકિક અહેસાસની વાતો અજ્ઞાની કરતો .
તે દિવસે મારો વારો હતો ,હાં તે દિવસે મને થયેલા-
અજીબ અહેસાસની અને અલૌકિક અહેસાસની એમ બેઉ વાત
મારે એકલાને અનંત અને અજ્ઞાની સાથે કરવી હતી !
માટે હું સવારથી રાત પાડવાની રાહ જોઈ રહ્યો હતો ...
આખરે મારી આતુરતાનો અંત આવ્યો ,
અને આકાશે કાળી ચાદર ઓઠી 'ને ,મે ઓઢયો કાળો કામળો .
થરથરતી ટાઢમાં ઉતાવડે પગલે હું ચાય લઈને મહોલ્લા તરફ જવા નીકળી પડ્યો .
એજ સૂમસામ રસ્તો એજ ગલી એજ મહોલ્લો ...
હું પહોંચી ગયો ...
અધખુલ્લા દરવાજાની ભીતર હું શરીર સંકોરી પ્રવેશ્યો ...
હાશ....
હવે એયને ચાયની ચૂસકી ભરતા ભરતા હું મારી ભીતર ઉઠતાં અજીબ સ્પંદનોની વાત ..
અજીબ અને અલૌકિક અહેસાસની વાત ...
આ બેઉને અનંત અને અજ્ઞાની ને કરીને હળવો થઈશ ...
આ ગીત સતત પડ્ઘાતું હતું...
હું ભીતર ગયો . મે જોયું કે અનંત એકદમ ચૂપ બેઠો છે મો પર ગુસ્સો જણાય છે .
મને આવેલો જોઈ અજ્ઞાની હાંફળો ફાંફળો થતો પોતાની ખુરશી પરથી ઊભો થઈ ,
મારી પાસે આવ્યો અને મારો હાથ પકડીને કહેવા લાગ્યો .
સારું થયું પરિયા તું આવી ગયો ...
અનંત સામે હાથનો ઈસારો કરતાં અજ્ઞાની બોલ્યો ..
આમ જો પરિયા , પરિયા આ જો અનંત આજે અચાનક બપોરથી ભીતર ભીતર
ધૂંધવાય છે , ગૂંગળાય છે , કાઇજ બોલતો નથી !
મે અજ્ઞાનીને પૂછ્યું
હાં પણ અનંત ને એવું તે શું થયું છે ?
એજ તો નથી સમજાતું મને પરિયા! હું ક્યારનો પૂછું છું પણ કાઇ જવાબ નથી આપતો .
અજ્ઞાનીની વાત સાંભળી અને અનંત ધૂંધવાતો ગુસ્સાયેલો ચહેરો જોઈને ,
મારે જે કહેવું હતું એ કહેવાની ઈચ્છા મરી ગઈ...
મારી ભીતરી ઝણ ઝણાટી પણ સમી ગઈ ....
હું અનંત પાસે ગયો , તો મારી સામે જોવાને બદલે એ મો ફેરવી ગયો .
છતાં મે પૂછ્યું લ્યા અનંત શું થયું છે !તને !કઈ વાત કર તો ખબર પડે !
ચૂપ અનંત ચૂપજ રહ્યો અનંત કશુજ ના બોલ્યો ...
ખામોશ વાતાવરણમાં ગમગીની પ્રસરી ગઈ...
અજ્ઞાની એક ઊંડા નિશ્વાસ સાથે બોલ્યો અજીબ પીડા છે અનંતની .....
એમ બોલતા અજ્ઞાની
પોતાની ખુરશી પર બેસી ગયો અને ,
ટીપોય પર ઊંધી પડેલી ત્રણ પિયાલી સીધી કરી ,
હમણાં બધુ ઠીક થઈ જશે અજ્ઞાની બૌ ચિંતા કરવા જેવુ નથી ...
અજ્ઞાનીએ સીધી કરેલી પિયાલીમાં ચાય રેડતા રેડતા મે કહ્યું .
આમાં કઈ નવું નથી એને છાસ વારે આવા દોરા અકારણ પડે છે !
ચાય પીધા પછી બધુ ઠીક થઈ જશે !
કદાચ આમ કહી મે મૂર્ખતા નું પ્રદર્શન કર્યું .
ચાય ભરી હું મારી મારા વિના ખાલી પડેલી ખુરશી પર બેસી ગયો ...
અકારણ તો કશું જ નથી બનતું પરિયા...
અકારણ તો આ બ્રહમાંડમાં કશુજ નથી બનતું ...
કારણ સ્થૂળ હોય તો માણસ જોઈ પણ શકે પણ !
શૂક્ષ્મ કારણો ઘણીવાર દેખાતા નથી હોતા .!
આમ કહી અજ્ઞાની મૌન થઈ ગયો...
અનંત હજુ એમનેમ મો ફરાવી, મો ફુલાવી ચૂપ બેઠો છે .
ટીપોય પર ભરેલી ચાયની એક પિયાલી મે અજ્ઞાની તરફ ખસેડી ,
બીજી પિયાલી ઉઠાવી મે અનંત સામે ધરતા કહ્યું લે અનંત -
સુર્રુરરરર કરતાં ચાયની એક જોરદાર ચૂસકી ભર બધુ ઠીક થઈ જશે .!
આંખો ફાડીને મારી સામે ગુસ્સાથી જોઈ અનંતે -
મારા હાથમાથી ચાયની પિયાલી ખેંચી લીધી !
પિયાલી ખેંચાતા તેમાથી ચાય છલકાણી અને એના છાંટા ચારેકોર ઊડ્યાં ...
અમારા સફેદ કપડાં પર અન ગીનત ડાઘા પડ્યા ...
હું અને અને અજ્ઞાની અનંતની આ હરકત જોઈ ડઘાઈ ગયા ....
અનંત ...! આ શું કરી રહ્યો છે ? હું ઊંચા અવાજે અનંત પર ચિલ્લાયો ...
અજ્ઞાની મને હાથ પકડી ખુરસી પર બેસાડી દીધો ,અને શાંત રહેવા કહ્યું .
હું હજુ જરા શાંત પડ્યો ત્યાં બીજો આંચકો લાગ્યો ...
અનંતે ચાયની પિયાલીને જોરથી મુઠ્ઠીમાં દાબી દીધી ....
પિયાલી ફૂટી ગઈ ચાય ચારે કોર ઊડી ગઈ ને અનંત ની હથેળી ...
લહુ લુહાન....
આ ગીત સતત પડઘાય છે !
મે અને અજ્ઞાનીએ અનંત નો હાથ પકડી એનોજ લાલ ગમછો લઈને ,
એની લોહી નીંગણતી હથેળી સાફ કરી ,
અને પછી એજ ગમછાનો ટુકડો એની હથેળી પીઆર બાંધી દીધો .
અનંત હજુ અકળ છે કશુજ બોલતો નથી !
એના ચહેરા પર વેદના છે, પીડા છે, ગુસ્સો છે !
આખરે એવું તે શું બન્યું અચાનક ! કે ,અનંત આટલો ક્રોધે ભરાયો છે ?
મે અજ્ઞાનીને પૂછ્યું .
અજ્ઞાની કહે પરિયા એ કઈ બોલે તો ખબર પડે ! એવું નથી ...!
હું એની પીડાનું કારણ જાણું છું !
તો બોલને યાર !તને ખબર છે તો મને કહેતો કેમ નથી !
આપણે કઈક એવો રસ્તો કરીયે જેથી એની પીડા ઓછી થાય ..!
ના પરિયા એ શક્ય નથી !
આ એનો હિસાબ છે ! જે એને ભોગવવો જ રહ્યો !
આપણે બે માથી એકેય કેમેય કરીને એને એના હિસાબમાથી મુક્ત ના કરી શકીએ !
હા પણ તેમ છતાં .. મે અજ્ઞાનીને સમજાવતા કહ્યું કઈક તો રસ્તો...
અરે જૂનું જવાદે અજ્ઞાની પણ આજે એના આ ગુસ્સાનું અને પીડાનું કારણ શું છે !
કમસે કમ એ જો જાણવા મળે તો ....
હું હજુ અજ્ઞાનીને અનંતની આજની પીડા વેદના ને ગુસ્સાનું કારણ પૂછું છું ત્યાજ ...
હવાની એક જોરદાર લહેરખી આવી અને ....
દીવાલ પર લટકતા લાકડાના પેડમાં ભરાવેલા કાગળિયાઓ ફરફરવા લાગ્યા...
એ પેડ ! જેમા હમેશા થોડા કોરા ચોપાનીયાં ભરવેલા જ હોય ...
એ પેડ જેમાં અનંત અને અજ્ઞાની હાલતા ચાલતા કઈ પણ લખતા રહેતા હોય છે !
એ પેડમાં ભરાવેલા પાનાં હવાની લહેરખી આવવાથી ફરફરવા લાગ્યા અને...
મને જબકારો થયો ...
મને વિચાર આવ્યો કે હોય ના હોય અનંત ની મૌન પીડા કાગળમાં જરૂર બોલતી હશે ...
આખો દિવસ બોલ બોલ કરતો આનંદ કરતો અનંત જ્યારે પણ પીડાનો માર્યો ચૂપ થતો ત્યારે ...
એ કાગળિયા ભરી ભરીને લખતો એ હોઠ સિવિ લેતો ત્યારે એની કલમના હોઠ ફફડતા ....
અને એના મૂંગા શબ્દોના પડઘા કાગળમાં ચારેકોર ગુંજતા...
મે ઝડપભેર ઊભા થઈ દોડીને દીવાલ પરથી પેડ ઉતાર્યું ...
અને પાછો મારી ખુરશી પર બેસી ગયો ...
કાગળમાં આગળ જ લખેલું મે વાંચ્યું અને અજ્ઞાનીને બતાવતા કહ્યું ...
અજ્ઞાની આ વાંચ એટલે તને અને મને સમજાઈ જશે કે,,,
આખરે અનંતને કઈ વાત છેક ભીતર ખૂંચી ને એની છાતીમાં છેદ કરી ગઈ છે વાંચ !
અજ્ઞાની કહે પરિયા મે તને પહેલા જ કહ્યું ને મને બધીજ ખબર છે !
અજ્ઞાનીએ ભારે અવાજે પોતાના શબ્દો પર ભાર મૂકીને કહ્યું .
અને તને પણ ખબર હોવી જ જોઇયે પરિયા ..!
હવે ચૂપ થવાનો વારો મારો હતો ...
કાગળમાનું લખાણ વાંચીને મને એક આખી ઘટના યાદ આવી ગઈ ...
જ્યારે અનંત ને એની ચહિતીએ છેતર્યો હતો ....
જ્યારથી મળ્યા ત્યારથી એ અનંતને એમ કહેતી કે મને લખતા વાંચતાં નથી આવડતું ...
એજ છોકરીને એક દિવસ અનંત કોઈ બીજા છોકરાને ચિઠ્ઠી આપતા જોઈ ગયેલો ...
ત્યારે અનંતને ખૂબ આઘાત લાગ્યો હતો ...
ત્યારે પણ એ આજની જેમજ ગુસ્સે થયેલો ...
અને પેલી ને ઘરમાં બોલાવી પોતા સાથે આવું શા માટે કર્યું ?
શા માટે આવડું મોટું જૂઠ ! ?
જવાબમાં પેલી ગલ્લા તલ્લા કરવા લાગતાં અનંતે તે છોકરીને -
જોરદારની થપ્પડ મારી દીધેલી જેની ગુંજ આજે પણ મારા કાનમાં ગુંજે છે !
પછી તો જોકે પેલીએ ખૂબ માફી માગી પણ અનંત ...
ના તો માફી આપવામાં માનતો ના માફી માંગતો ..
એ ખુદ પોતાની ભૂલમાં થયેલી ભૂલો બદલ પણ !
માફી માંગવાને બદલે સજા ભોગવી લેવામાં માનતો ...
એ જાણતો કે ભૂલ તો આખરે ભૂલજ હોય છે ને !
ભૂલમાં થયેલી ભૂલોથી પણ કોઈનું હ્રદય દુભાતું હોય છે !
કોઈને વેદના થતી હોય છે !
જો જાણે અજાણે પણ કોઈ દુભાયુ હોય ,કોઈને પીડા થઈ હોય ,
તો જાણ્યા પછી માફી શા માટે ?
સજા કેમ નહીં ?
અગર મારાથી કોઈ દુભાયુ છે તો મને તેની સજા મળવી જ જોઇયે !
આવું સમજનારો કોઈને માફ કઈ રીતે કરે !
જોકે આખરે તો આ બધુ જ કોઈ જૂના હિસાબને આધીન જ બનતું હોય છે !
સારી કે ખરાબ હર એક ઘટના પાછળ કોઈ જૂનો હિસાબ હોય છે !
આવું અજ્ઞાનીએ વારંવાર કહ્યું છે !
અને માટેજ એણે મને પહેલાજ કહ્યું હતું પરિયા...
એ એનો હિસાબ છે !ચૂકવવા દે !જેથી ફરી આડો ના આવે !
એ કાગળમાનું લખાણ વાંચી મને ક્ષણમાં આગળની ઘટના યાદ આવી ગઈ...
એ સમયે જ્યારે પેલી જૂઠું બોલેલી ત્યારે પણ આજ વાત એને લખી હતી ,
એ મને યાદ આવી ગયું એ બધુ જે અગાઉ પણ બન્યું હતું !
અનંતે લખ્યું હતું કે ...
"अनंत"सबसे जो बात करे ,वो मुझसे ना बात करे ...
और मुझसे मिले वो किसी और से ना मुलाक़ात करे ...
"अनंत"
જોકે એ સમયે એ ઉમરે એ બડો નાદાન હતો !
તેથી આવી બાલિસ વાતો કરતો ...
પણ પોતે અનેક સાથે સંબંધ રાખતો ...
અર્થાત:-" પોતે કરે એ લીલા અને જો પેલી કરે તો પીડા"
હાં એટલું ખરું કે એ ક્યારેય જુઠ્ઠું ના બોલતો ...
પેલી પ્રેમિકા સાથે બીજી પ્રેમિકા સાથેના સંબંધની ,
બીજી પ્રેમીકાને ત્રીજીના પ્રેમિકા સાથેના સંબંધની ,
અને ત્રીજી પ્રેમિકા સાથે પેલી બેઉ સાથેના પ્રેમ સંબંધની કબૂલાત ...
એ સરેઆમ કરતો ... એ કદિ કશું છુપાવતો નહીં ...
જોકે આટલું સાચું બોલવાની પણ એણે ખૂબ સજા ભોગવી ...
છતાં અંત સુધી અનંત સુધર્યો નહોતો ...
જોકે નખશિખ એ સાચો કે સારો તો નાજ હતો ...
અનંતની આવી બાલિસ શરતો જાણ્યા પછી ..
ત્યારે પણ અજ્ઞાનીએ એને ઘઘલાવીને કહ્યું હતું કે,
અનંત આ તારા બાલિસ વેડા છોડી દે !
તું ખુદ અનેક સાથે સંબંધ કે પ્રેમ સંબંધ રાખે તે ચાલે !
અને એ જો એ જેને તું ચાહે તે ક્યારેય ભૂલમાય જો ,
તારી સામે અન્યનું નામ ઉચ્ચારે તો તને વાંધા પડે !
તો તારી છાતીમાં કાંટા વાગે !!!
અને પછી તું આમ ગાંડા કાઢે !એ ક્યાની રીત થઈ !
જો કે ગુસ્સામાં ત્યારે એ નક્ટાએ અજ્ઞાનીને રોકડું પરખાવી દીધેલું ...
અજ્ઞાની તારી આ બધી ફિલોસોફી બંધ કર...
અને તારી સમજદારીને પણ તારા ગજવે ઘાલ ...
તને મારી પીડા ક્યારેય નૈ સમજાય...
જ્યારે માણસ પર તકલીફ આવે છે !
જ્યારે કોઈ પીડા આવે છે ..!
ત્યારે જે વેદના થાય છે !
એ તને ક્યારેય નહીં સમજાય અજ્ઞાની ...ક્યારેય નહીં સમજાય...
પછી અનંત કહે છે .
અજ્ઞાની ....
જ્યારે માણસ પર વીતે છે માણસ હારે થાકે ઠોકરે ચડે છે !
ત્યારે દુનિયા ભરની ફિલોસોફી,
સુફિયાણી સલાહ સૂચનો ,
જીવન જીવવાની રીત સમજાવતા પુસ્તકો
મહાન ગ્રંથોમાં લખેલી વાતો ,
મહાન સંતોએ કહેલી વાતો આ બધુજ નકામું થઈ જાય છે..!
બધુ બધુ ને બધુજ પોકળ સાબિત થાય છે !
અનંત એક ધારો બોલે છે ... બસ બોલતો જ જાય છે ..
હું અને અજ્ઞાની અકદમ ચૂપ
અમે માત્ર અનંતને જોતાં સાંભળતા રહ્યા..
આખરે અનંત બોલી બોલી ને કદાચ થાક્યો...
આંખ બંધ કરી અનંતે ખુરશી પર માથું ઢાળી દીધું ...
મારી સામે જોઈ ને અજ્ઞાની એ કહ્યું હવે એ થોડા દિવસ કદાચ કૈ નૈ બોલે !
પછી પાછો હતો ના હતો થયા પછી, હતો એનો એ થઈ જશે ...
હાં અજ્ઞાની તારી વાત બિલકુલ સાચી છે !
જોકે અનંતની ભીતરથી નીકળતી આ વાત પણ ખોટી તો નથીજ !
અજ્ઞાની એ કહ્યું . પરિયા,...
આજે કદાચ અનંતની વાત મને વધુ સાચી લાગે છે !
નૈ તો વિશ્વના મહાન મહાન ચિંતકો , ફિલો સોફરો
કલાકારો , સલાહકારો આત્મ હત્યા ના કરે ...
જે લોકો દુનિયાને રાહ બતાવે છે તે ખુદ કાયમ ભટકેલા રહે છે ...
કે પછી ભટકતા જ રહે છે...!
મે કહ્યું હાં યાર ...
અનંત ની વાત કદાચ સાચી છે
કદાચ આજ પુરુષ પ્રકૃતિ છે !
પુરુષ પોતે જેને ચાહતો હોય,
તે બીજા કોઈને ચાહે તો તે લગીરે સહન નથી કરી શકતો...
અરે એના મુખેથી ભૂલમાં પણ કોઈ અન્ય પુરુષનું નામ લેવાય જાય.
તો પણ એને ખૂબ તકલીફ થતી હોય છે ..
પછી છો તે પુરુષ જ તેના જીવનનો પહેલો પુરુષ કેમ ના હોય ....
તો પણ એક આશિક પુરુષ પ્રેમી આ સત્ય સ્વીકારી કે સહન કરી નથી શકતો ..
કે ખરેખર તે સ્ત્રી બીજાની જ છે !
આવું સ્ત્રીઓમાં પણ બનતું હોય કદાચ !
પાક્કુ તો કોઈ બિન્દાસ સ્ત્રીજ કહી શકે !
એક પુરુષ જ્યારે પ્રેમમાં પડે ત્યારે એ નથી વિચારી શકતો કે ,
મારે તેની સાથે યાતો માત્ર મિત્રતા છે યાતો હિસાબ મુજબનો અધૂરો પ્રેમ ..!
એ સિવાય કોઈ સંબંધ નથી !
આ બધુ જાણવા છતાં એક પ્રેમી પુરુષનું મન ,
આ વાત માનવા , સમજવા સ્વીકારવા તૈયાર નથી હોતું ....
કદાચ આવુજ સ્ત્રીઓમાં પણ હોતું જ હશે ..!
જોકે આ પણ કોઈ સ્ત્રીજ કહી શકે !
અને તેમ છતાં આવો પ્રેમ અલૌકિક પ્રેમ હોય છે !
આવા પ્રેમ સંબંધોમાં સ્ત્રી કે પુરુષ પોતાના પાત્રમાં ખૂટતી ચીજ શોધે છે !
એવું પણ બને કે કદાચ આવા અલૌકિક પ્રેમ સંબંધોમાં
એક સ્ત્રી પુરુષને , અને એક પુરુષ સ્ત્રીને,
બંને એક બીજાને
સામેના પાત્રની સાચી ઓળખ આપતા હોય !
&&&&&&&&&&&
આ ગીત હજુ પણ સતત પડઘાય છે !
અમારા ત્રણેય ની આંખો આસુથી છલકાય છે !
અને પરોઢ થઈ જાય છે..
બ્લાસ્ટ:-
છેક લગી કોઈ એ જાણી સમજી શકતું નથી "અનંત"
કે, હિસાબ જૂના ચૂકતે થાય છે ! કે પછી નવા ચડત .!
"અનંત"
બ્લાસ્ટ :-
"અજ્ઞાની" દુનિયાને રાહ બતાવનારા ખુદ ભટકતા હોય છે !
કદાચ એટલેજ એ લોકોને સાચી રાહ બતાવી શકતા હોય છે !
"અજ્ઞાની"
બ્લાસ્ટ :-
મૌન મો ને હોય છે !
શબ્દો ક્યાં ક્યારેય બોલે છે !
એ તો હમેશા મૌન જ હોય છે !
"અજ્ઞાની" છતાં એના પડઘા !
યુગો સુધી સંભળાય છે !
"અજ્ઞાની"

No comments:
Post a Comment